દેશમાં ઘણી બધી મહિલાઓ છે જે પુરુષ પ્રધાન કહેવાતી વ્યાખ્યા ને ધુળ ચટાડી જોવા મળે છે પોતાના પરીવાર માટે મહિલાઓ પણ ધંધા વ્યવસાય માં સફળતા મેળવી રહી છે સરકારી નોકરી જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં મહીલાઓ આજે પગભર બની રહી છે દેશમાં શ્ર્વેત ક્રાંતી ની.
શરૂઆત અને ડેરી ઉદ્યોગ ને પ્રોત્સાહન મળ્યા બાદ પશુપાલનના વ્યવસાયમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ઘણા લોકો પશુપાલન ના વ્યવસાય માં જોડાઈ ને પોતાના પરિવાર નું ભરણપોષણ કરી રહ્યા છે પરંતુ આ વચ્ચે એક પ્રેરણાત્મક મામલો સામે આવ્યો છે આણંદ ની પારુલ પટેલ.
નામની મહીલા પોતાના સાથે પાંચ પરિવારની મહિલાઓને રોજગાર આપી રહી છે સતકેવલ મહારાજની પવિત્ર ભૂમિ સારસા નગરી ની નજીક આવેલ ખેતરમાં પારુલ બેન પટેલે એક ફાર્મ હાઉસ બનાવેલું છે જેમાં 120 જેટલી ગાયો નું તેઓ સંરક્ષણ કરી દુધના વ્યવસાય માં સફળતા મેળવી રહ્યા છે.
પારુલ બેન પટેલ ખંભોળજ ના રહેવાશી છે પારુલ બેન પટેલે બી એમાં અભ્યાસ કરી ન્યાય શાસ્ત્રની ડિગ્રી મેળવી હતી આણંદમાં એક ખાનગી શાળામાંથી શિક્ષક તરીકેની નોકરી કરતા હતા આ દરમિયાન પોતાના પિતાની તબિયત નાતંદુરસ્ત રહેવાના કારણે પારુલ બેન પટેલે નોકરી છોડવાનો સંકલ્પ કર્યો.
અને તેઓ પોતાના પિતાની ઘેર સેવા કરતા હતા ત્યારબાદ તેમને પશુપાલનનો વ્યવસાય કરવાનું વિચાર્યું અને તેમને થોડી ઘણી ગાયો સાથે ફાર્મ બનાવ્યું અને તેઓ 8 વર્ષમાં પ્રગતિ કરતા ગયા આજે તેઓ રોજનું 400 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે પોતાની આવડત મહેનત અને કોઠા સૂઝના કારણે.
પારુલ બેન પટેલે ખુબ પ્રગતિ કરી છે તેમના આ ડેરી ફાર્મમાં પાંચ મહિલાઓ કામ કરે છે પારુલ બેન પટેલ જણાવે છે કે આજના આ મોંઘવારીના જમાનામાં દરેક મહિલા સશક્ત બને અને પોતાના પરિવારને રોજગાર અપાવી શકે એટલી સક્ષમ બને મહિલા પણ પુરુષના સમકક્ષ કામ કરી શકે છે.,
અને સફળતા પણ મેળવી શકે છે પારુલ બેન પટેલ આજે પાંચ પરિવારની મહિલાઓ ને કામ આપી રહી છે સાથે વાર્ષિક 48 લાખ રૂપિયા ની આ વખતે દૂધના વ્યવસાયથી મેળવે છે પારુલ બેન પટેલ પોતાનું દૂધ અમૂલ ડેરીમાં આપે છે તેમને જણાવ્યું હતું કે ગોબર ઉપાડવાનું ગાયોને ઘાંસ આપવાનું પાણી પીવડાવવાનું.
કામ હું જાતે જ કરું છું મને એમાં કોઈ જ શરમ કે સંકોચ નથી તેનાથી મારી તબિયત સારી રહે છે હું કામ કરું છું તેના કારણે નિરોગી રહું છું અને દરેક મહિલાઓએ કોઈ પણ કામમાં ક્ષોભ અનુભવો ના જોઈએ પારુલ બેન પટેલ આજે ઘણા નોકરીયાત વર્ગના લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.