નાવ ડૂબવાનો ભય લાગે ત્યારે જ ભગવાનની યાદ આવે આવી વાત તમે આ શબ્દોમાં નહિ તો બીજા કોઈ શબ્દોમાં પણ સાંભળી જ હશે.માણસ મુશ્કેલીમાં અથવા તો મુશ્કેલી આવવાના અણસાર દેખાતા જ ભગવાનને યાદ કરતો હોય છે.
એમાં પણ જો વાત ફિલ્મી દુનિયાની હોય તો આ વાત એકદમ સત્ય હકીકત જેવી છે એ આપણે જાણીએ જ છીએ.વર્ષમાં એકવાર પણ દેવી દેવતાઓના મંદિર તરફ ન દેખાતા ફિલ્મી કલાકારો ફિલ્મ રિલીઝ થવા સમયે મંદિર અને દરગાહના દર્શને પહોચતા હોય છે.જો કે દરેક વ્યક્તિ સારા કામની સફળતા માટે એ સ્વાભાવિક છે પરંતુ ફિલ્મ રિલીઝ સમયે દરગાહ પર ચાદર ચઢાવવા આવતા ફિલ્મી કલાકારો અવારનવાર ટ્રોલનો ભોગ બનતા હોય છે.
હાલમાં બોલિવુડની એક જાણીતી અભિનેત્રી આવા જ ટ્રોલનો ભોગ બની છે.આ અભિનેત્રી બીજી કોઈ નહિ પરંતુ અમીષા પટેલ છે. એ તો તમે જાણતા જ હશો કે સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર-૨ રિલીઝ થવા જઈ રહી છે.એવામાં ફિલ્મ રિલીઝ પહેલા અમીષા મુંબઈના માહિમ ની એક દરગાહ પર ચાદર ચઢાવવા પહોંચી હતી.
પાછલા કેટલાય સમયથી બોલિવૂડથી દૂર થઈ ચૂકેલી આ અભિનેત્રીને અચાનક જોતા જ મીડિયા ફોટોગ્રાફર તેને ઘેરી વળ્યા હતા.મૂળ હિન્દુ હોવા છતાં બ્લેક સલવાર અને કુર્તિમાં અમીષા તદ્દન મુસ્લિમ લાગી રહી હતી.હાલમાં અમીષાનો દરગાહ બહારનો એક વીડિયો પણ વાયરલ થયો છે.
વાત કરીએ અમીષા પટેલ અંગે તો છેલ્લે તે થોડા મહિના પહેલા જ એક કોર્ટે કેસને કારણે ચર્ચામાં આવી હતી.અમીષા પર લીધેલા પૈસા પરત ન કરવાનો આરોપ લાગ્યો હતો એટલું જ નહિ તેના વિરૂદ્ધ વોરંટ પણ નીકાળવામાં આવ્યું હતું.