અત્યાર સુધી તમે કોઈ વિસ્તારના બે માથાભારે લોકોના જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના કિસ્સા સાંભળ્યા હશે પરંતુ હાલમાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક નવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્થાનિક લોકો અને કિન્નરોના જૂથ વચ્ચે અથડાણ થઈ હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું.ગત શનિવારે કનુભાઈ ઓડ નામના સ્થાનિક વ્યક્તિને પત્ની સાથે ઝઘડો થતો હતો તે ગા!ળા ગા!ળી કરતો હતો.
એ સમયે નજીકમાં ઉભેલા કિન્નર આયેશાબાનું ઉર્ફે સલ્લુ દેને કનુભાઈ પોતાને ગા!ળ આપતા હોવાની શંકા થતા તેણે પોતાના અન્ય સાથી કિન્નરોને બોલાવીને કનુભાઈ ઓડ ઉપર હુમલો કર્યો હતો.
જે બાદ સ્થાનિક લોકોએ પણ ભેગા મળીને કિન્નરો પર હુમલો કરીને તેઓની બુલેટ ગાડી સળગાવી હતી જેને કારણે ઘટનાનું મોટું સ્વરૂપ સર્જાયું હતું જો કે ઘટના બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી કાગપીઠ પોલીસ ઘટના અંગે જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ બબાલ ઠંડી પાડવા બળ પ્રયોગ પણ કર્યો હતો.
હાલમાં પોલીસે આ મામલે આરોપીઓની અટકાયત કરી છે જો સ્થાનિકોએ કિન્નરો દ્વારા તેમના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે.