આજના યુગમાં ઘણા એવા લોકો છે જે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપીને જાણીતા બન્યા છે આવા જ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે કિર્તી પટેલ કીર્તિ પટેલનું નામ આજે કોઈથી પણ અજાણ્યું નથી.અનેકવાર પોલીસ કેસને કારણે ચર્ચામાં આવવા છતાં કીર્તિ પટેલ દેશમાં બનતી ગુનાખોરી અંગે અને ખાસ કરીને યુવતીઓ સાથે થતા ગુનાઓ અંગે પોતાની પ્રતિક્રિયા આપતી હોય છે.
હાલમાં સોશિયલ મીડિયા પર ધારા હ!ત્યાકાંડની ચારેકોર ચર્ચા થઈ રહી છે.પોલીસ દ્વરા ધારા કડીવાલના આરોપી સૂરજ ભુવાજી સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પણ કીર્તિ પટેલે પોતાની વાત વિડિયો મારફત રજૂ કરી છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે સૂરજ ભુવાજીની ધરપકડ કરવા બદલ પોલીસનો આભાર રહી છે સાથે જ સૂરજ ભુવાજી એ આટલા સમયથી પોલીસને ગેરમાર્ગે દોરી હોવાની વાત કરી રહી છે.
વિડિયોમાં કીર્તિ પટેલનું કહેવું છે કે આ હ!ત્યા એક પ્લાનિંગથી કરવામાં આવી છે,હ!ત્યામાં સૂરજ ભુવાજીના પરિવારના તમામ સભ્યો પણ સંડોવાયેલા હોવાનો તેને દાવો કર્યો છે.કીર્તિ પટેલ નું કહેવું છે કે ભુવાજીના પિતાએ ભુવાજી ને મિલકતમાં થી બહાર કર્યાની જાહેર નોંધ ન્યુઝ પેપરમાં આપ્યા પછી આ હ!ત્યાનું પ્લાનિંગ કર્યું કીર્તિ પટેલે કહ્યું કે હજુ ધારાને ન્યાય મળ્યો નથી જો જાણીતા લોકો આ મામલે સાથ આપ્યો હોત તો તેને જલ્દી ન્યાય મળી ચૂક્યો હોત.