અંબાણીએ 100 કરોડ અમિતાભ બચ્ચન સામે મુકી કરી હતી આ વાત, મહાનાયકે ઠુકરાવી હતી ઓફર

અંબાણીએ 100 કરોડ અમિતાભ બચ્ચન સામે મુકી કરી હતી આ વાત, મહાનાયકે ઠુકરાવી હતી ઓફર

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન ઘણી બધી હીટ ફિલ્મો આપી છે અને ઘણી ફિલ્મોમાં માં તેમની ખુદ્દારી ચારીત્ર્ય તેમનું સ્વાભિમાન પણ છલકાય છે પરંતુ માત્ર ફિલ્મો માં જ નહીં અમિતાભ બચ્ચન વાસ્તવિક જીવનમાં પણ એટલા જ નિતીવાન ઈમાનદાર.

પ્રામાણિક અને બેદાગ રહ્યા છે તેઓ પર આટલા વર્ષો માં ક્યારેય કોઈ એવા આરોપો નથી લાગ્યા કે તેઓ બદનામ થયા હોય એક‌ સમયે અમિતાભ બચ્ચન ના પ્રોડક્શન હાઉસ ને ખુબ મોટું નુકસાન થયું હતું અને અમિતાભ બચ્ચન 90 કરોડના દેવા માં ડૂબી ગયા હતા અને એ સમયે અમિતાભ બચ્ચનના એકાઉન્ટમાં.

એક રૂપિયો પણ નહોતો અને એવો કપરો સમય આવ્યો હતો કે અમિતાભ બચ્ચનનું ઘર પણ વેચાવા માટે તૈયાર હતું આ સમયે દેશના પ્રસિદ્ધ બિઝનેસમેન ધીરુભાઇ અંબાણી ને આ વાતની ખબર પડી તો તેમને અમિતાભ બચ્ચન ના મિત્ર પોતાના દિકરા
અનિલ અંબાણીને જણાવ્યું કે જાઓ અને અમિતાભ બચ્ચન ને.

કહો કે અમારી પાસે થી પોતાનુ દેવું ભરવા પૈસા લઈ રે આપણે આપવા તૈયાર છીએ આપણે તેમની આ કપરા સમયે મદદ કરીશું ધીરુભાઈ અંબાણીએ આ સમયે અમિતાભ બચ્ચનને તેમનું દેવું ચૂકવવા માટે 100 કરોડ આપવાની વાત કરી અને જ્યારે અમિતાભ બચ્ચનના ઘેર અનિલ અંબાણી પહોંચ્યા ત્યારે તેમને પોતાના પિતાની.

વાતને જણાવતા કહ્યું કે પિતાજી તમને 100 કરોડ આપવાનું કહે છે આ સમયે અમિતાભ બચ્ચન ભાઉક થઈ ગયા હતા અને તેમને હાથ જોડી પ્રેમથી કહ્યું કે હું આ ઉદારતા સ્વીકારી નહીં શકું અને અમિતાભ બચ્ચને ધીરુભાઈ અંબાણી ની મદદ લેવાની અસ્વિકાર કરી અને અમિતાભ બચ્ચન સતત સર્ઘષ કરતા રહ્યા.

થોડા સમયમાં તેમને ફિલ્મ મહોબ્બતે મળી અને આ સમયે કોન બનેગા કરોડપતિ શો માં હોસ્ટ કરવાનું કામ મળ્યું અને આ સમયે તેઓએ પોતાના સમક્ષ અભિનય થી પોતાનું તમામ દેવુ ભરી દિધુ ત્યારબાદ ધીરુભાઈ અંબાણી ના ઘેર એક પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં દેશ વિદેશમાં થી બિઝનેસમેન આવેલા હતા.

આ સમયે અમિતાભ બચ્ચન પણ આ પાર્ટીમા સામેલ હતા આ સમય અમિતાભ બચ્ચન પોતાના મિત્રો સાથે એક ટેબલ પર બેઠેલા હતા ધીરુભાઈ અંબાણીની નજર તેમના પર પડી અને તેમને પોતાની પાસે બોલાવ્યા ત્યારે અમિતાભ બચ્ચન તેમની પાસે જઈને બેઠા ત્યારે અમિતાભ બચ્ચન ના ખંભે હાથ મૂકી અને ભરી મહેફિલમાં ધીરુભાઈ અંબાણીએ.

જણાવ્યું કે અભિતાભ ખુબ દેવામા ડુબી ગયો હતો મેં સામેથી મદદ મોકલાવી તેને ના લીધી અને આજે પોતાનું દેવું ચુકવીને સફળતા મેળવી ને ફરી સ્વાભિમાન થી બેઠો છે જેની હું ઈજ્જત કરું છું અને તેની હિંમત ની દાદ આપું છું હજારોની ભિડ વચ્ચે ધીરુભાઈ અંબાણી એ અમિતાભ બચ્ચન ના વખાણ કર્યા હતા અને તેમના સર્ઘષ અને મનોબળની પ્રસંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *