હજી તો હાલ ચોમાસું ચાલુ થયું છે ત્યાં આગળનું ચોમાસુ કેવું જશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે અંબાલાલ પટેલે કહ્યું કે, હમણાં ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે.
મહેસાણા, પાલનપુર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે તારીખ 9 થી 15 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે.