બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ દિવસોમાં માતાપિતા બની ખૂબ લાઈમલાઈટમાં આવ્યા છે લાંબા સમય ના લવ ઇન રિલેશનશિપ બાદ સાલ 2022 માં બોલીવુડની આ સુંદર જોડી લગ્ન જીવનમાં બંધાઈ હતી અને લગ્ન ના છ મહીના બાદ 6 નવેમ્બરના રોજ આલીયા ભટ્ટે.
દિકરી રાહા ને જન્મ આપતા કપુર પરીવાર માં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો દેશભરમાંથી લોકો આલિયા ભટ્ટને શુભેચ્છા આપી રહ્યા હતા. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે સાલ 2022 માં ધમાકેદાર હિટ ફિલ્મો આપીને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે તેમની ફિલ્મોમાં મુખ્યત્વે ગંગુભાઈ કાઠીયાવાડી.
આર આર આર અને બ્રહ્માસ્ત્ર રહી છે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની જોડી દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. બંને પતિ પત્ની આ ફિલ્મમાં એક સાથે જોવા મળ્યા હતા જે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ સાબિત રહી હતી પ્રેગ્નન્સી દરમિયાન પણ ફિલ્મનુ પ્રમોશન આલિયા ભટ્ટ કરતી જોવા મળી હતી.
દર્શકોને તેની આ અદા ખૂબ જ પસંદ આવી હતી આલિયા ભટ્ટ પોતાના અભિને કેરિયર સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે દેશભરમાં આલિયા ભટ્ટના લાખો ફેન ફોલોવર છે જે તેના અભિનય ખૂબ જ પસંદ કરે છે આલિયા ભટ્ટ પોતાની દીકરી રાહાને હજુ સુધી મિડિયા સામે લાવી નથી એ વચ્ચે તાજેતરમાં દીકરી રાહા સાથે આલિયા ભટ્ટ અને.
રણબીર કપૂર સ્પોર્ટ થયા હતા જેમાં સુંદર દીકરી રાહા કેમેરામાં દેખાઈ ગઈ હતી જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર લોકો ખૂબ જ પ્રેમ વર્ષાવી રહ્યા છે અજાણતા આલિયા ભટ્ટે પોતાની દીકરી રાહા નો ચહેરો દેખાડી દીધો હતો અને થોડા સમયમાં જ તે મિડીયા સામે દિકરી રાહાને લાવશે એવી ખબરો સામે આવી રહી છે.