વર્ષમાં ૫ ફિલ્મો કરવા માટે જાણીતા બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર હાલમાં પોતાની નવી ફિલ્મ સાથે દર્શકો સામે આવવાની તૈયારી કરી રહ્યા છે. હાલમાં જ તેમને પોતાની નવી ફિલ્મ ગુરખાં નું પોસ્ટર રિલીઝ કર્યું હતું.
દશેરાના દિવસે તેમને બે પોસ્ટર તેમના ચાહકો સામે મૂક્યા હતા. બંને પોસ્ટર માં અક્ષય એકદમ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે એક પોસ્ટર માં અક્ષયની એક આંખ દેખાય રહી છે અને બીજી આંખ પર ચાકુ મૂકેલું જોવા મળી રહ્યું છે. આ પોસ્ટર માં અક્ષય એક ગુરખાના પહેરવેશ સાથે માથા પર ટોપી પહેરેલા જોવા મળી રહ્યા છે.
જ્યારે બીજા પોસ્ટર માં અક્ષય જોરથી બૂમ પાડતા અને ગળાના ભાગ પર ચાકુ મૂકેલા જોવા મળી રહ્યા છે.પોસ્ટર રિલીઝ થયા બાદ એક વાત ચોક્કસ છે કે અક્ષયનું પાત્ર આ ફિલ્મમાં ઘણું જ દમદાર અને જોવા લાયક હશે.
વાત કરીએ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ની તો આ ફિલ્મને એવોર્ડ વિજેતા સંજય પૂરણ સિહ ડાયરેક્ટ કરી રહ્યા છે અને આનંદ.એક. રાય કે જેમને આ પહેલા પણ અક્ષય સાથે ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ મેજર જર્નલ લા કર્ડોઝો કે જેઓ ભારતીય આર્મીના ગુરખા રેજીમેન્ટ ના ઓફિસર હતા તેમના જીવન પર બનાવવામાં આવી છે જો કે આ સિવાય અક્ષય કુમારની બીજી પણ બે ત્રણ ફિલ્મો આવી રહી છે જેમાં સુર્યવંશી રક્ષાબંધન અતરંગીરેનો સમાવેશ થાય છે.