કહેવાય છે કે ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે. ડોક્ટર ધારે તો કોઈનો જીવ બચાવી પણ શકે છે અને કોઈનો જીવ લઇ પણ શકે છે. આજના આ યુગમાં ટેકનોલોજી ભલે આગળ વધી ગઈ હોય તેમ છતાં પણ ઘણા એવા કિસ્સા સામે આવતા હોય છે જેમાં, ડોક્ટરની એક બેદરકારીને કારણે ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે હાલમાં આવો જ એક કિસ્સો ટીવી ઇન્ડસ્ટ્રીમાં સામે આવ્યો છે ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર એક જાણીતા કલાકારનું હાલમાં જ નિધન થયું છે હજી કલાકારના નિધન પાછળ કોઈ ચોક્કસ બીમારી સામે આવી નથી ત્યારે તેના જ એક નજીકના વ્યક્તિએ તેના મોત માટે ડોક્ટરની બેદરકારીને જવાબદાર ગણાવી છે.
વિગતે વાત કરીએ તો, સોની ટીવી પર પ્રસારિત થતી સીરિયલ સીઆઇડીમાં ફેડીનું પાત્ર ભજવતા દિનેશ ફડનીસનું હાલમાં જ ૫ તારીખના રોજ નિધન થયું છે એ તો તમે જાણતા જ હશો ગત ૩૦ નવેમ્બરના રોજ રાતના સમયે અભિનેતાની તબિયત અચાનક ખરાબ થઈ હતી.જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ અભિનેતાની તબિયતમાં થોડો સુધારો પણ જોવા મળ્યો હતો. પરંતુ અચાનક જ તેમના લીવર અને શરીરના અન્ય અંગોમાં તકલીફ થવા લાગી હતી. જે બાદ ૫ તારીખે તેમનુ નિધન થયું હતું.
જો કે હાલમાં એક તરફ દિનેશના પરિવાર અને તેના ચાહકોમાં નિરાશા અને દુઃખની લાગણી વ્યાપી રહી છે ત્યારે દિનેશની નજીકની એક વ્યક્તિએ દિનેશના મોત માટે હોસ્પિટલ તેમજ ડોક્ટરોને જવાબદાર ગણાવ્યા છે. આ વ્યક્તિનું કહેવું છે કે દિનેશને ઓક્સિજનની જરૂર હતી તે ઓક્સિજન પર હતો પરંતુ તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહ્યો ન હતો જેને કારણે તેનું મોત નિપજ્યું છે.જોકે આ વાતમાં કેટલી સત્યતા છે તે અંગે હાલમાં કોઈ જાણકારી સામે આવી નથી જણાવી દઇએ કે દિનેશ ફડનીસના પરિવારમાં હાલમાં તેમની પત્ની નૈના અને તેમની દીકરી તનું છે.અભિનેતાએ હાલમાં જ પત્ની સાથે મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી હતી.