સુરત શહેરમાં ડોન અને ગેંગસ્ટર બનવાની સફર રોકાઈ નથી રહી ફરી કુખ્યાત લેડી ભુરી ડોનનો કહેર યથાવત છે તાજેતરમાં સુરતના વરાછા વિસ્તારમાં કમલ પાર્ક સોસાયટી પાસે ભુરી ગેંગ ના સાગીરથ રાહુલ બોદાની તેના જ સાથીદાર કલ્પેસે ચપ્પુઓ ના ઘા ઝીંકીને હ!ત્યા કરી હતી બનાવમાં રાહુલ બોદા અને.
તેના મિત્રો કલ્પેશ ને મારવા ગયા હતા પરંતુ કલ્પેશે ચાકુ છીનવી અને રાહુલને જ પતાવી દિધો હતો આ ઘટના માં કલ્પેશની પત્ની ને પણ ઈજા પહોંચી હતી તો તેના મિત્ર પણ આ ઘટનામા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે રાહુલે કલ્પેશ ની પત્નીને અને મિત્રને પણ ચાકુના ઘા માર્યા હતા આ ઘટના બાદ કલ્પેશ ડાગોદરા ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટના ની વિગતો અનુસાર કલ્પેશ અને રાહુલ ભુરી ડોનના સાગીરતો હતા બંને છ દિવસ પહેલા દમણ ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જ્યાંની અદાવત રાખી અને રાહુલ બોદા કલ્પેશ ના ઘેર તેને મારવા માટે પહોંચ્યો હતો પરંતુ કલ્પેશે આ ચાકુ છીનવી એના જ ચાકુ થી.
રાહુલ ની હ!ત્યા કરી નાખતા વરાછા પોલીસ અને ઉચ્ચતર અધિકારીઓ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ ઘટના ની તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં મૃતક રાહુલના ભાઈ એ કલ્પેશ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે તો કલ્પેશ ની પત્નીએ પણ રાહુલ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે આ ઘટના માં કલ્પેશની પત્ની એ
જણાવ્યું છે કે પરીવારજનો ની સુરક્ષા માટે તેના પતિએ વળતો જવાબ આપ્યો હતો આ સમગ્ર ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ કોઈ અનિચ્છનિય ઘટના ના બને એની તકેદારી જાળવી આ કેશમાં તપાસ કરી રહી છે.