ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ રિલીઝ થયે બહુ દિવસો થઈ ગયા છતાં દર્શકોની ભીડ સિનેમાઘરોમાં ઉમટી રહી છે ફિલ્મમા કાશ્મીરી પંડિતો સાથે થયેલ નરસંહાર બતાવાયો છે જેને આજસુધી લોકો જાણતા ન હતા પરંતુ વિવેક અગ્નિહોત્રીએ તેને બતાવાની હિંમત કરી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બૉલીવુડ તરફથી કોઈ સહકાર.
નતો મળી રહ્યો પરંતુ સોસીયલ મીડિયા દ્વારા ફિલ્મને સહકાર અને બોલીવુડને નિશાને લીધું ત્યારે ધીરે ધીરે બોલીવુંડ સ્ટાર ફિલ્મના સમર્થમાં આવ્યા જેમાં એક પછી એક સ્ટાર ફિલ્મના સમર્થનમાં આવ્યા એવામાં અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ ફિલ્મના સમર્થનમાં આવતા ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે.
પ્રીતિ ઝીન્ટાએ જણાવ્યું કે છેલ્લા 3 વર્ષથી સિનેમાઘરોમાં તે નથી ગઈ પરંતુ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે જવા માટે મજબુર કરી દીધા 3 વર્ષ બાદ પ્રીતિ ઝિન્ટા સિનેમાઘરમાં આ ફિલ્મ જોવા ગઈ ફિલ્મ જોયા બાદ પ્રીતિએ ફિલ્મની ખુબ પપ્રંશસા કરી અને બધાને ફિલ્મ જોવાની સલાહ આપી પ્રીતિ ઝિન્ટાની આ વાતથી લોકો પ્રીતિની પ્રશંસા કરી રહ્યા છે