બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન છેલ્લા 5 વર્ષ બાદ ફિલ્મ પઠાન થી શાનદાર વાપસી કરવામાં સફળ રહ્યા છે ફિલ્મ પઠાન માં તેઓ દિપીકા પાદુકોણ જોન અબ્રાહમ અને મહેમાન કલાકાર સલમાન ખાન સાથે પરત ફર્યા હતા ફિલ્મ ની કમાણી પહેલા દિવસની ભારતમાં 54 કરોડ ની રહી તો ફિલ્મ રીલીઝ 25 જાન્યુઆરી થી/
અત્યાર સુધી પાચં દિવસમાં દુનીયા ભર માં ફિલ્મ પઠાન 400 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી છે આદિત્ય ચોપરા પ્રોડક્શન હાઉસ હેઠળ 250 કરોડના ખર્ચે તૈયાર થયેલી ફિલ્મ જોતજોતામાં બોલીવુડના તમામ રેકોર્ડ તોડી રહી છે દેશભરમાં ફિલ્મ પઠાન નો ગજબ નો ચાહકોમાં ક્રેઝ જુઓ મળી રહ્યો છે.
ફિલ્મ પઠાણનું પહેલું સોંગ બેશરમ રંગ રિલીઝ થતા દેશભરમાં એક અનોખો માહોલ જોવા મળ્યો હતો શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણના ઠેર ઠેર પૂતળા બાળીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો ફિલ્મ પઠાણ બોયકોટ કરવામાં આવી રહી હતી એવું લાગી રહ્યું હતું કે આવનાર સમયમાં ફિલ્મ પઠાન ફ્લોપ થઈ શકે છે.
પરંતુ પઠાન નો બોયકોટ કે વિરોધ કાંઈ જ અસર ના કરી શક્યો શાહરુખ ખાન ની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબીત થતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા બે વર્ષમાં બોલીવુડ ની ડુબેલી નાવને કિનારે લાવવામાં કારાગાર નિવડતા બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ના મન્નત બંગલા ની.
બહાર ચાહકોની મોડી રાત્રે મોટી ભીડ ઉમટી પડતાં શાહરુખ ખાન પોતાના મન્નત બંગલા ની બાલ્કની માં બહાર આવી ને પોતાના ચાહકોની સીટીઓ અને કિગંખાન ની બુમો વચ્ચે હાથ હલાવી અભિવાદન કરતા અને ફ્લાઈગ કિસ થી પોતાના ફેન્સ ચાહકોને પ્રેમ આપતા જોવા મળ્યા હતા સાથે તેઓ ખુબ જ ખુશી ના અંદાજમા હાથ ની મુઠ્ઠી બંધ કરી ને આક્રમક અંદાજ માં.
બોયકોટ ગેગં ને મુતોડ જવાબ આપતા જોવા મળ્યા હતા શાહરુખ ખાન છેલ્લા ઘણા વર્ષોથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ લોકપ્રિયતા ધરાવે છે તેમની કોઈ પણ ફિલ્મ ને બોયકોટ ગેગં અસર નથી કરતી તેવુ સાબીત કર્યું હતું કોઈ પણ જાતના પ્રમોશન વિના પણ શાહરુખ ખાન પોતાની ફિલ્મ ને સુપરહીટ બનાવવામા સફળ રહ્યા હતા.