Cli
રાજકોટ ની જેલમાંથી છુટ્યા બાદ દેવાયત ખાવડ પહોંચ્યા ઉઘાડા પગે સોનલ માં ના સાનિધ્યમાં, કહ્યું હવેથી...

રાજકોટ ની જેલમાંથી છુટ્યા બાદ દેવાયત ખાવડ પહોંચ્યા ઉઘાડા પગે સોનલ માં ના સાનિધ્યમાં, કહ્યું હવેથી…

Breaking

ગુજરાતના નામી લોકસાહિત્યકાર દેવાયત ખાવડ છેલ્લા 72 દિવસોથી રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ હતા કોર્ટે તેમની આખરે જામીન અરજી મંજૂર કરતા તેઓ જામીન પર જેલની બહાર આવતા દેવાયત ખાવડ ના સમર્થકોમા ખુશીની લહેર દોડી ગઈ છે જેલમાંથી બહાર આવી તેમને જેલના આંગણમાં આવેલા માતાજીના દર્શન કર્યા હતા.

ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમને પોતાના ચાહકો નો આભાર વ્યક્ત કર્યો હતો સાથે અમૃત ઘાયલ ની શાયરી કહ્યું હતું કે જેમની સંસારમાં વસમી સફર નથી હોતી તેમને શું છે જિંદગી તેની ખબર નથી હોતી અને આવનાર સમયમાં તેઓ દરેક પ્રશ્નોના જવાબ આપશે તેમ જણાવ્યું હતું દેવાયત ખાવડે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી.

પોતાના સમર્થકો નો તેમની ચિંતા કરવા બદલ ખબર અંતર પૂછવા બદલ આભાર માનતી એક પોસ્ટ પણ મુકી હતી સાથે તેઓએ સોનલ માં ના સાનિધ્યમાં થી તસવીર અને એક વિડીઓ શેર કર્યો હતો તેઓ સોનલ માં ના સાનિધ્યમાં ઉઘાડા પગે પોતાની બાધા પૂરી કરવા માટે પહોંચ્યા હતા તેમને શેર કરેલા વીડિયોમાં બેકગ્રાઉન્ડ મા સોંગ હતુ.

મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ સાથે દેવાયત ખાવડ પોતાના મિત્રો સાથે સોનલ માં ના મંદિરમાં માથુ ટેકવીને આર્શીવાદ લેતા જોવા મળે છે મંદિરના સાનિધ્યમાં પોતાના સમર્થકો સાથે તે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમને સોનલમાં ની સ્મૃતિ કરતા પડકારથી સોનલ મા ની માફી માંગી હતી.

તેમને સોનલ માં ની સ્મૃતિમાં મમતા તણી તું મૂર્તિ માફ કરજે તું માવડી બાળક જાણી માઈ તું ઉગાડજે મારી નાવડી એવા શબ્દો થી માતાજી ની આરાધના કરી હતી સોશિયલ મીડિયા પર આ તસવીરો અને તેમના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે દેવાયત ખાવડ અને.

તેમના સાગરીતો ને 72 દિવસો બાદ જામીન મળ્યા છે પરંતુ કોર્ટના આદેશ અનુસાર દેવાયત ખવડ છ મહિના સુધી રાજકોટ શહેરમાં જઈ શકશે નહીં તેમને રાજકોટ શહેર માં આવવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે રાણો રાણાની રીતે ફેમ દેવાયત ખાવડ અને તેમના સાગરીતો એ.

ફરીયાદ અનુસાર રાજકોટ સરેશ્વર ચોક બહાર બિલ્ડર મયુરસિંહ રાણા પર જાનલેવા હુ!મલો કર્યો હતો જેમાં મયુરસિંહ રાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતા તેમના પરીવારજનો એ દેવાયત ખાવડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેના 10 દિવશ.

બાદ દેવાયત ખાવડ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તેઓ 17 માર્ચ થી રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ હતા કોર્ટ દ્વારા સતત તેમની જામીન અરજી ફગાવી દેવામા આવતી હતી એ વચ્ચે તાજેતરમાં તેમના જામીન મંજૂર થતા તેમને માં સોનલ નો આભાર માની પોતાની બાધા પૂરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *