બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી એન્ટ્રી કરનાર અભિનેત્રી શિવાલિકા ઓબોરોયે દ્રશ્યમ ટુ ના ડિરેક્ટર અભિષેક પાઠક ની સાથે લગ્ન કરી લીધા છે ગોવામાં થયેલા સિક્રેટ લગ્નપ્રસંગમા અજય દેવગન કાર્તીક આર્યન જેવા ઘણા કલાકારો હાજર રહ્યા હતા શિવાલિકા અને અભિષેકની ઉંમરમાં સાત વર્ષનો તફાવત છે..
શિવાલિકા માત્ર 27 વર્ષની છે તો અભિષેક પાઠક 35 વર્ષના થઈ ચૂક્યા છે શિવાલિકાએ પોતાના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે લાલ ચણિયાચોરીમાં ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજમાં જોવા મળે છે તો બીજી તરફ અભિષેક પાઠક વાઈટ શેરવાની માં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે બંને જાણે એકબીજા માટે બન્યા હોય.
તેવું લાગી રહ્યું છે શિવાલિકાએ સાલ 2019 માં પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ યે સાલા આશીકી થી કરી હતી ત્યારબાદ તે ફિલ્મ ખુદા હાફીસ માં જોવાં મળી હતી આ ફિલ્મ માં શિવાલીકા ના દમદાર અભિનય થકી તેના ફિલ્મ કેરીયર ને વેગ મળ્યો ફિલ્મ ખુદા હાફીસ ના શૂટિંગ સેટ પર શિવાલીકા ની મુલાકાત ફિલ્મ ડીરેક્ટર
અભિષેક પાઠક સાથે થઈ હતી અને બંનેની વચ્ચે પ્રેમ થઈ ગયો વીસેક પાઠક અને શિવાલિકાએ સાલ 2022 માં સગાઈ કરી લીધી હતી અને હવે બંને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચૂક્યા છે અગ્નિની સાક્ષી એ બંને સાત ફેરા લીધા છે શિવાલિકાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની.
સુંદર તસવીરો શેર કરતા લખ્યું છે કે તમે પ્રેમને નથી શોધતા પ્રેમ તમને શોધે છે ભાગ્ય રેખા અને તારાઓમાં ઘણું બધું લખેલું હોય છે 9 ફેબ્રુઆરી 2023 ના રોજ અમારા ચાહકો શુભચિંતકો અને પરિવારજનોની હાજરીમાં અમે લગ્ન બંધનમાં બંધાયા છીએ અને આ અમારી જિંદગીનો સૌથી મોટો
ચમત્કાર ગણી શકાય યાદો અને પ્રેમ ભર્યું આ દિલ અમે હવે નવા સફર માટે એકબીજાને આપીએ છીએ એના માટે મેં ખૂબ જ ઉત્સાહિત છીએ માત્ર બે ફિલ્મો જ આપ્યા બાદ શિવાલીકા ના લગ્ન કરવા ઘણા લોકોને ઉતાવળ લાગી રહી છે તો ઘણા બધા યુઝરો આ લગ્ન માટે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.