આજના યુગમાં લગ્ન સંબંધો જેટલા જલ્દીથી બંધાઈ રહ્યા છે એટલા જ જલ્દી તૂટી પણ રહ્યા છે જેનાથી આપણે સૌ પરિચિત છીએ.આજના યુગમાં ડિવોર્સ લેવા એ સાવ સામાન્ય વાત બની ગઈ છે.
સામાન્ય વ્યક્તિથી લઈ અન્ય લોકોના ડિવોર્સની ખબરોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. હજી પાછલા વર્ષે જ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક અભિનેતાઓની લગ્ન સંબંધ પર પૂર્ણવિરામની ખબરો સામે આવી હતી.જે બાદ આ વર્ષે પણ આ પ્રથા ચાલુ જોવા મળી રહી છે.
હાલમાં જ સાઉથના એક જાણીતા અભિનેતાના લગ્ન જીવનમાં ભંગાણ હોવાની ખબર સામે આવી છે. અભિનેતા પવન કલ્યાણ જે સાઉથ અભિનેતા અને રાજકીય નેતા તરીકે ખૂબ જ લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે.તેમના અંગત જીવનને લઈને હાલમાં એક મોટી ખબર સામે આવી છે.
ખબર અનુસાર પવન તેમની ત્રીજી પત્ની એના સાથે તલાક લેવા જઈ રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે. પાછલા કેટલાક સમયથી એના લેઝનેવા કોઈપણ પારિવારિક કાર્યકમમાં જોવા ન મળવાને કારણે આ ખબર સામે આવી છે.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ખબરો અનુસાર પવન તેની પત્નીથી અલગ રહે છે. જણાવી દઇએ કે રુસ મોડેલ એના પવન કલ્યાણની ત્રીજી પત્ની છે.આ પહેલા વર્ષ૨૦૦૯માં પવન કલ્યાણએ રેનું દેસાઈ સાથે લગ્ન કર્યા હતા.
જો કે લગ્નના ૩ વર્ષ બાદ જ બંને અલગ થઈ ગયા હતા.પવનના પહેલા લગ્ન વર્ષ 1997 માં થયા હતા. નોંધનીય છે કે તલાકની ખબર અંગે અભિનેતાએ કોઈ સ્પષ્ટતા કરી નથી.