નવસારી શહેરમાં રહેતા એક દાદી એક સમયે નર્સનું કામ બજાવતા હતા પરંતુ હવે તે અચાનક રસ્તા પર આવી ગયા છે શું થયું એમના સાથે એવું કે તેમના આવા દિવસો આવ્યા ચાલો જાણીએ તેમની સાથે બનેલી ઘટના વિશે આનામા મેથ્યુ નવસારી શહેરમાં રહે છે તે થોડા વખત પહેલા એક હોસ્પિટલમાં નર્સનું કામ કરતા હતા ત્યારબાદ તેમનું રિટાયરમેન્ટ થયું હતું તે ત્યાં જ હોસ્પિટલમાં આપેલી જગ્યાએ રહેતા હતા રિટાયરમેન્ટ પછી તે રસ્તા પર રહેવા લાગ્યા.
આ વાતની જાણ એક વ્યક્તિએ સંસ્થાને કરી હતી તે વ્યક્તિ દ્વારા આ મહિલા સુધી સંસ્થાના લોકો પહોંચ્યા ત્યાં તેઓએ આ મહિલાને પૂછ્યું કે તમારા સાથે એવું શું થયું કે તમે રસ્તા પર રહો છો પરંતુ તે મહિલાનું માનસિક સંતુલન ઠીક ન હોવાથી તેને કઈ ખબર ન હતી પરંતુ તે વ્યક્તિએ કહ્યું કે તેનું રિટાયરમેન્ટ થયા પછી તેને એસબીઆઇ બેન્કમાંથી પેન્શન મળતું હતું.
ત્યાં એક મહિલાએ તેના પૈસા સાથે ગોટાળો કર્યો જેથી આ મહિલાના આવા હાલ થયા છે તે અહીં ત્રણ ચાર મહિનાથી રસ્તા પર જ રહે છે અને આજુબાજુ વાળા કઈ ખાવાનું આપી જાય છે અને તે આ મહિલા ખાય છે આનામાના ઘરમાં એક ભાઇ હતો જે મૃત્યુ પામ્યો હતો અને તેના ભત્રીજા છે જે લન્ડન માં છે અને તેના સુધી પહોંચવાનો કોઇ ઝરીયો નથી તે કારણે તે વ્યક્તિ આનામાને તેમના સુધી પહોંચાડી ન શક્યા એટલે સંસ્થાને જાણ કરી.
સંસ્થાની એક ટીમ આવી હતી જેને આ મહિલાને તેમના સેન્ટર પર લઇ ગયા અને તેમની રહેવાની સગવડ કરી આપી અને હવે જ્યાં સુધી તેમના ભત્રીજાઓ ન મળે ત્યાં સુધી તેમને ત્યાં જ રાખવામાં આવશે અને તેમની જરૂરિયાતને લગતી વસ્તુઓની સુવિધા કરી આપવામાં આવશે.