ઉપરવાળો પરીક્ષા લે ત્યારે પાછું વળીને જોતો નથી. ગુજરાતીનું આ એક વાક્ય તમે પુસ્તકોમાં વાંચ્યું હશે કે પોતાના માતાપિતા કે દાદા દાદીના મોઢે પણ સાંભળ્યું જ હશે દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જેમને ચારે તરફથી મુસીબતો એ ઘેરી લીધા હોય છે જેમને પહેલા કઈ સમસ્યાનો ઉકેલ લાવવો તે જ ન સમજાતું હોય હાલમાં આવી જ પરિસ્થતિ નું ઉદાહરણ પૂરું પાડતો એક કિસ્સો આણંદ તાલુકાના પેટલાદ જિલ્લાના ધર્મજ ગામ માં સામે આવ્યો છે. જયા રહેતો એક બાળક ન માત્ર અનાથ છે પરંતુ તે શારીરિક દિવ્યાંગતા પણ સહન કરી રહ્યો છે.
વાત છે આણંદ તાલુકાના પેટલાદ જિલ્લાના ધર્મજ ગામમાં રહેતા નયન ભાસ્કર ભાઈ તળપદની નયન નાનો હતો ત્યારે જ તેની માતાનું નિધન થયું હતું.તેના પિતા ક્યાં છે તે અંગે તેને કોઈ જાણકારી ન હોવાના કારણે ધર્મજ ગામમાં પોતાના નાનકડા મકાનમાં તે એકલો રહી મજૂરી કરી પોતાનું જીવન જીવતો હતો નયનને બોલવામાં તકલીફ છે તે એકપણ શબ્દ સરખો બોલી નથી શકતો.
છતાં તે હિંમત રાખીને ગામની કુમાર પ્રાથમિક શાળામાં ૯માં ધોરણમાં અભ્યાસ કરતો હતો પરંતુ કુદરત તેને કદાચ આટલી તકલીફો આપ્યા બાદ પણ ખુશ ન હતી અને એટલે જ ગત મહિને આવેલ વાવાઝોડા અને વરસાદમાં નયનનું કાચું ઘર પણ તેની પાસેથી છીનવી લીધું વરસાદમાં નયન નું ઘર પડી ગયું તેની હાલત એટલી ખરાબ થઈ કે ખાવાનું પણ બાજુના લોકો આપે તો ખાવાનું નહિ તો સૂઈ જવાનું.
પરંતુ આખરે નયન નો સમય બદલાયો અને તેની મદદે આવ્યા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ ગરીબ લોકોના ઘર બનાવી આપતા ખજૂર ભાઈએ ન માત્ર નયન નું ઘર બનાવ્યું પરંતુ તે સારી રીતે અભ્યાસ કરી શકે તેની જવાબદારી પણ લીધી હાલમાં ખજૂર ભાઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ નયન નું ઘર બનાવતા જોવા મળી રહ્યા છે જોકે આ ઘર ત્રણ મકાન વચ્ચે હોવાથી નવા મકાનનું કામ ખૂબ જ અઘરું હતું. તેમ છતાં ખજૂર ભાઈએ પૂરી મહેનતથી આ બાળકને ઘર બનાવી આપવાની જવાબદારી લીધી છે.