પંજાબના પટિયાલાનો એક વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં ઝડપીથી વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો બહુ ગુસ્સે છે હકિકતમાં આ વિડિઓ એક ઢાબાનો છે જ્યાં આ કર્મચારી થુંક લગાવીને રોટલીઓ બનાવી રહ્યો છે ખાવાને આ ખરાબ રીતે બનાવવાનો વિડિઓ ભારતમાં પહેલા પણ કેટલીયે વાર વાયરલ થઈ છે પરંતુ લોકો આવી વિચિત્ર હરકતો.
કરવાનું બંદ નથી કરતા આ વિડિઓને સોસીયલ મીડિયામાં વાઇરલ થયાના તરતજ સ્વાસ્થ્ય વિભાગ સતર્કતામાં આવ્યું પરંતુ ઢાબા પર પહોંચતાજ તે બંદ જોવા મળ્યું તમને જણાવી થોડા દિવસ પહેલા જ કેટલાક યુવકોએ આ બેશર્મ શખ્સને રોટલીઓ પર થુંક લગાવતા વિડિઓ બનાવ્યો હતો જેના બાદ તેમણે તરત જ સોસીયલ મીડિયામાં શેર કરી દીધો હતો.
લોકોએ જેવાજ આ વિડિઓ જોયો ઢાબાના મલિક જોડે જઈને તેનો વિરોધ કર્યો અને બદલામાં ઢાબાના માલિકે વાતને ટાળવા માટે એવું કહી દીધું કે એતો કર્મચારીની રોટલીઓ બનાવવાની સ્ટાઇલ છે લોકોને ત્યાંથી ગયા પછી ઢાબાનો માલિક ઢાબાને તાળું લગાવીને ત્યાંથી ભાગી ગયો અત્યારે પોલીસ દ્વારા ઢાબાના માલિકની તપાસ કરી રહી છે