Cli
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં 5 વર્ષ ની બાળકી રમતા રમતા વીંટી ગળી જતા...

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં 5 વર્ષ ની બાળકી રમતા રમતા વીંટી ગળી જતા…

Breaking

ઘણીવાર માતા પિતા પોતાના બાળકો નું ધ્યાન આપતા નથી અને બાળકો એકલા રમતા મુશ્કેલી માં મુકાઈ જાય છે નાદાની અને બાળપણ માં બાળકો ને ખબર નથી હોતી તેઓ શું કરી રહ્યા છે પરંતુ ઘણી ભુલ તેમના માટે ભયંકર અને જીવલેણ પણ સાબીત થઈ શકે છે પરિવાર અને માતા પિતાની બેદરકારી સંતનો માટે ખુબ જ પીડાદાયક પણ બની શકે છે.

એવો જ એક માં બાપ માટે ચેતવણી જનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરત શહેરમાં એક પાંચ વર્ષની બાળકી રમતા રમતા વીંટી ગળી ગઈ અને તેને લઈને પરિવાર દોડતો થઈ ગયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી આ સમગ્ર ઘટના સુરત ના પાંડેસરા વિસ્તારમાં થી સામે આવી છે મુળ ઓડીસા ના વતની અને સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા.

બલરામ મહંતો ની પાંચ વર્ષની દીકરી મનસ્વી મંગળવારના દિવસે ઘરમાં રમતી હતી તેના જમણા હાથની આગંળી માં રહેલી તાંબાની વીંટી ને તે મોઢામાં નાખી રહી હતી આ દરમિયાન આગંળી માંથી વીંટી નીકડી તેના મોઢામા ચાલી જતાં દીકરી મનસ્વી ના ગળામાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો દિકરી મનસ્વી વિંટી ગળી ગઈ છે.

તેની જાણ થતાં પરીવારજનો હેરાન થઈ ગયા હતા અને ખૂબ જ ચિંતામ આવી ગયા હતા તેઓ દીકરીને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા સુરત સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગમાં ડોક્ટરે દીકરી મનસ્વી ની તપાસ કરી અને તેનો એક્સરે રિપોર્ટ સામે આવતા ડોક્ટર હેરાન રહી ગયા હતા દિકરીની.

અન્નનળી માં વીંટી ફસાઈ ગઈ હતી. જેના કારણે દીકરીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી પરિવારજનોના શ્વાસ અધ્ધર ગયા હતા ડોક્ટરોએ તેની તરત સારવાર હાથ ધરી હતી અને દીકરી મનસ્વી નું ઓપરેશન કરવાની પણ સંપૂર્ણ તૈયારી ડોક્ટરોએ કરી લીધી હતી સિવીલના સર્જન અને.

ઇએનટી વિભાગના ડોકટરોની ટીમ દીકરીના ગળામાં ફસાયેલી આ વીંટીને બહાર કાઢવા માટેના કામે લાગી ચૂકી હતી સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે આ વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે બાળકીના સારવાર માટે વિશેષ નિષ્ણાત ડોક્ટર નું માર્ગદર્શન લેવાયું હતું અને ત્યારબાદ ડોક્ટરની .

ટીમે અને નળીમાં જ્યાં વીટી ફસાઈ હતી ત્યાં સુધી માઇક્રો દૂરબીન મોકલ્યું હતું સતત એક કલાક સુધીની પ્રોસેસ સારવાર દરમિયાન માઇક્રો દૂરબીન ની મદદથી દીકરીના ગળામાં ફસાયેલી વીંટીને બહાર કાઢવામાં આવી હતી દીકરી ના ગળામાંથી વીંટી બહાર આવતા પરિવારજનોએ રાહતના શ્વાસ લીધા હતા.

ડોક્ટરની વિશેષ ટીમે એક દીકરીનો જીવ બચાવી અને તેને નવજીવન આપ્યું હતું આ અંગે વાત કરતા સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે પરિવારજનો સમયસર દીકરીને હોસ્પિટલમાં લઈને પહોંચ્યા વિશેષ તબીબોની મદદથી માઈક્રો દૂરબીન વડે દીકરીના ગળા માંથી.

વીંટી એક કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવી તેને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થઈ રહી હતી જેના કારણે તેનો જીવ જોખમમાં મુકાયેલો હતો જો થોડી વાર થઈ જાતો દીકરી બચી શકે તેમ નહોતી પરંતુ દીકરીનો આબાદ બચાવ થયો છે પરિવારજનો એ ડોક્ટરની ટીમનો બે હાથ જોડી ને આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *