\અમદાવાદ શાહપુર વિસ્તારમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો છે ન્યુ એચ કોલોની માં આવેલા મકાનમાં વહેલી સવારે ધુમાડો અને આગ જોતા આજુબાજુ ના લોકો એકત્ર થયા અને ફાયર બ્રિગેડ ની ટીમો ને જાણ કરી મકાન ખોલતા લોકો રડી પડ્યા હતા માતા પિતા સાથે આઠ વર્ષ નું માસુમ બાળક પણ.
બળી ને ખાખ થઈ ગયું હતું આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ની ચાર ટીમો ઘટના સ્થળે આવી આગપર કાબુ મેળવવા નો પ્રયત્ન કરવા લાગી હતી શાહપુર પોલીસ પણ દોડી આવી હતી મૃતક જયેશભાઇ વાઘેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં સફાઈ કર્મચારી ની નોકરી કરતા હતા આ ઘટના માં તેમની પત્ની હંશાબેન વાઘેલા.
અને પુત્ર રેહાન વાઘેલા સહીત ત્રણ લોકો ના દુઃખદ અવસાન થવા પામ્યા છે આ ઘટના માં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુપણ અંકબંધ છે પોલીસ પ્રસાસન ની ટીમો આ ઘટના ની તપાસ હાથ ધરી રહી છે ધુમાડો અને આગ વધી જતાં માતા પિતા સહીત દિકરો ઘરમાંથી બહાર આવી શક્યા નથી વહેલી સવારનો આ બનાવ હોવાના.
કારણે આજુબાજુના લોકોને જાણ થતાં પહેલાં પરીવાર આ!ગ માં હોમાઈ ગયો હતો અને પરીવારનું એક પણ સભ્ય બચી શક્યું નહોતું મૃતક જયેશભાઇ વાઘેલા ના સગા સંબંધીઓ આ ઘટના ની જાણ થતાં જ ઘટના સ્થળે આક્રંદ કરતા આવી પહોંચ્યા હતા પોલીસે સમગ્ર ઘટના પાછડ જવાબદાર પરીબળો શોધવાની બાંહેધરી મૃતક પરીવારના સગા સંબંધીઓ ને આપી છે