બંગાળ શિક્ષક કૌભાંડ ગોટાળામાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીના નજીકના અર્પિતા મુખર્જીના બીજા ફ્લેટ પર બુધવારે ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પહેલા દરોડામાં ગુલાબી નોટોનો ઢગલો મળ્યા બાદ હવે અર્પિતાના બીજા ઘરેથી મોટી રકમ મળી આવી છે અર્પિતાનું આ બીજું ઘર કોલકાતાના બેલઘરિયા ટાઉન ક્લબમાં આવેલું છે તેના પહેલા પણ.
અર્પિતા મુખર્જીના એક ઘરમાંથી 21 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી આવી હતી અને કેટલાક કાગળ પણ મળી આવ્યા હતા હવે 28.90 કરોડ રોકડા અને 5 કિલો સોનું મળી આવતા ખળભળાટ મચી ગયો છે અર્પિતાના ઘરે દરોડો પાડવા 15 અધિકારીઓની ટિમ પહોંચી હતી અર્પિતાના 2 ઘરે છે તાના શિવાય ઇડીએ દરોડો પડ્યો છે.
અર્પિતાના બંને ફ્લેટમાંથી મળીને ટોટલ લગભગ 50 કરોડથી જેવી રોકડ મળી આવી છે અહીં અર્પિતાના ઘરમાં મળેલ નોટ એટલા હતા કે ગણતા ગણતા મશીન થાકી જાય મોડી રાત સુધી ગણતરી ચાલુ રહી હતી અર્પિતાના ઘરેથી મળેલી મોટી માત્રામાં રોકડને લઈને પુરા પશ્ચિમ બંગાળમાં હાહો મચી ગઈ છે