Cli
B.sc અને M.A શિક્ષણ મેળવેલ ડીસા ના યુવા મહંતે ગૌસેવા અને સમાજસેવા માટે સન્યાસ નો માર્ગ અપનાવ્યો...

B.sc અને M.A શિક્ષણ મેળવેલ ડીસા ના યુવા મહંતે ગૌસેવા અને સમાજસેવા માટે સન્યાસ નો માર્ગ અપનાવ્યો…

Bollywood/Entertainment Breaking

ભારતમાં એવા ઘણા સાધુ સંતો છે જેઓ ઉચ્ચતર અભ્યાસ કરીને પણ માનવતા ના સંરક્ષણ અને લોકકલ્યાણ ની ભાવનાએ સન્યાસ લઇ અલગ અલગ સંપ્રદાય સાથે ધાર્મીક પ્રવૃતીઓ અને માનવકલ્યાણના કાર્યો કરતા જોવા મળે છે એવા જ ડીશાના યુવા મહંતે તાજેતરમાં ગૌમાતા નું જનત કરવા સંસ્કૃતિ ની ધરોહરને જીવંત રાખવા સાત વર્ષ.

સુધી પ્રાકૃતિક ખેતી અને ગાયો નું જનત કર્યા બાદ વરીષ્ઠ ગુરુજનો સાધુ સંતો ની હાજરીમાં દિક્ષા મેળવીને સંસારીક મોહમાયાનો ત્યાગ કર્યો છે બનાસકાંઠા ના ડોડાણા ગામના ભરતપુરી નાનપણથી ધાર્મિક વૃતીઓ ધરાવતા હતા માનવકલ્યાણ અને લોકસેવા ની લાગણીઓ તેમને પોતાના જીવનમાં નાની ઉંમરમાં જ કેળવી હતી તેઓ પોતાના.

પરીવારને તેમને માત્ર 15 વર્ષની ઉંમરે છોડી દિધો હતો અને માનવતાનો માર્ગ અપનાવ્યો હતો તેમના બે ભાઈઓ આજે ડોકટર બની સેવા આપે છે ત્યારે 15 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી ને તેઓ બેંગ્લોર ગયા સાયકોલોજી એમ એ અને બી એસસી નો ઉચ્ચતર અભ્યાસ કર્યો પરંતુ તેઓ નોકરીઓ ની ઓફરો ઠુકરાવી ને તેઓ ગુજરાત પરત ફર્યા અને.

લોક કલ્યાણ ની ભાવનાઓને વશ થઈને ડીશા તાલુકાના જુના ડિશા પાસે આવેલ રાધે ક્રિષ્ના ગૌશાળામાં તેઓ આવી ગયા તેમને ગાયોની સંભાળ રાખવી ગાયોની રક્ષા કરવી આજુબાજુના લોકોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી માનવતાની મહેક પ્રસરાવી રાસાયણિક ખેતીની થતી આડ અસરો થી જાગૃત કર્યા ઉચ્ચતર અભ્યાસ કરવા છતાં.

પણ તેઓ સામાન્ય કપડાઓ માં રહેતા તેઓ સાંસારિક જીવન નો ત્યાગ કરી માત્ર માનવતા ના પગલે પરોપકારી જીવન જીવવા માગંતા હતા તેઓ એ કારણે પાલનપુર હાથીદરા શિવમંદિર ના નિરંજની અખાડાના મહંતશ્રી દયાલપુરી ના આર્શીવાદ મેળવી દિક્ષા મેળવવાની કસોટી આપવા લાગ્યા માનવતાના કાર્યો સમાજ પ્રત્યે ની લાગણીઓ.

ગાયો પ્રત્યે નો પ્રેમ જીવદયા ભાવ અને ઉચ્ચતર સંસ્કાર નેં જોતા તેમને મહંત થયા દયાલપુરીએ દિક્ષાની અનુમતી આપી સાંસારિક મોહ માયા થી દુર ગાયોનું સંરક્ષણ માનવતા ના કાર્યો અને ધર્મ અને સંસ્કૃતિ ના જતન માટે તેમને દીક્ષા નો માર્ગ અપનાવ્યો આ શુભ પ્રસંગમાં અનેક સાધુ સંતો મહંતો આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા.

આ નિમિત્તે મહંત ભરતપુરી બાપુએ જણાવ્યું હતુ કે જીવદયા પ્રેમીઓ અને લોકો ગાયોના મહત્વ ને સમજે ગાયોનું પાલન કરે અને રસ્તા પર રઝડતી ગાયો બંધ થાય એ માટે અવીરત હું કાર્યશીલ રહીશ સાથે તેમને જણાવ્યું કે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને રોગમુક્ત બને એ માટે હું હંમેશા હું કાર્યો કરતો.

રહીશ મહંત શ્રી ભરતપુરી ને દીક્ષા આપનાર મહંત ગુરુ શ્રી દયાળ પુરીએ જણાવ્યું હતું કે ભરત પુરી પાસે કોઈ આધાર હોવાના છતાં પણ 150 ગાયોનુ જતન કરતા હતા જીવદયા પ્રત્યે તેમની લાગણી જોતા લોકો પણ તેમને મદદ કરતા હતા જેનાથી હું પ્રભાવિત થયો છું અને તેમને દીક્ષા આપીને ધન્યતા અનુભવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *