સામાન્ય રીતે જાદુગરો જાદુની કળા શીખવા માટે વર્ષો વિતાવી દે છે વર્ષોના અધ્યયન બાદ તે જાદુના કરતબો કરતા હોય છે ઘણા બધા જાદુગરો છે તેઓ પોતાના જાદુ થી ખૂબ જ નામના ધરાવે છે પરંતુ માત્ર 12 વર્ષની ઉંમરે સંકેત નામના નાના બાળકે માત્ર 2 કલાકમાં થી પોતાની અનોખી કળાથી લોકોને ચોંકાવી દીધા છે.’
ગોડંલના 12 વર્ષના સંકેત પોતાની અનોખી કળા થી આજે ચર્ચાઓ માં છવાયો છે સંકેત પોતાના આંખે પાટા બાંધીને ફોટામાં રહેલા ચહેરાને ઓળખી બતાવે છે તો નોટો હાથમાં પકડીને સીરીયલ નંબર પણ જણાવી દે છે આંખે પાટા બાંધીને તે સાયકલ ચલાવે છે અને કોઈપણ પુસ્તકો હાથમાં પકડીને તે વાંચન પણ કરવા લાગે છે.
ગોંડલના સંકેતે અનોખી કળાનું અધ્યયન કોરોના કાળમાં કર્યું હતું તે ઘણી બધી કળાઓમાં મહેર છે તે બંધ આંખે અનાજને સૂંઘીને અનાજનું નામ પણ જણાવી દે છે ગોડંલના વોરા કોટડા રોડ પર રહેતા અને ગૌશાળા ચલાવતા નાનજીભાઈ રુપારેલીયા નો 12 વર્ષ નો પુત્ર આંખે પાટા બાંધી ને સાઈકલ ચલાવે તો પુસ્તકો વાંચે માણસને ઓળખી બતાવે છે
તેના હાથમાં રોકડ રકમ આપો તો કેટલા પૈસા ની નોટ છે એ પણ કહી બતાવે છે અનાજની સુધીને જે તે અનાજનું નામ જણાવી દે છે સ્વાદની પરખ પણ કરી લે છે અને નવાઈની વાત એ છે કે નોટ પર રહેલો સિરિયલ નંબર પણ તે પણ કડકળાટ બોલી બતાવે છે ધોરણ છ માં અભ્યાસ કરતો સંકેત ઘણી બધી કળાઓમાં મહેર છે
ગૌશાળા થી તે પોતાના ઘેર આંખે પાટા બાંધીને સાયકલ ચલવી અને જાય છે જ્યારે કોરોના નો સમય ચાલુ હતો ત્યારે લોકડાઉન હતું આ સમયે સંકેત જાદુગરી કરવા પ્રોત્સાહિત થયો હતો અને તેને આ દરમિયાન ટ્રેનર પાસે જઈને તાલીમની રજૂઆત કરી હતી પરંતુ ટ્રેનરે તેને તાલીમ આપવાની ના પાડી દીધી હતી.
ત્યારબાદ સંકેત પોતાના ઘેર પ્રારંભિક તાલીમ મેળવી અને પરીવારજનો ને આ બાબતે વાત કરતા તેમને ટ્રેનરને વિનંતી કરી ટ્રેનર તેનો ટેસ્ટ લીધો તેમાં સંકેત પાસ થયો ટ્રેનિંગ બસ તેને ઘણી બધી કળાઓમાં સફળતા મેળવી પોતાના ફ્રી સમયમાં તે મોબાઇલમાં ગેમ રમવાની જગ્યાએ ગૌશાળા માં ગાયોની.
સેવામાં સમય વિતાવે છે તેના પિતા ગૌશાળા ચલવે છે જેમાં દોઢસોથી વધારે ગાયો છે કઠોર પરિશ્રમ અને સામાન્ય પરિસ્થિતિમાં રહીને પણ તે સંઘર્ષમાં જીવન થકી અનોખી કળા મેળવવામાં મહેર થયો છે જ્યારે બાળકો સોશિયલ મીડિયા પર ગેમ રમતા હોય છે ત્યારે સંકેત માત્ર કંઈક નવું શીખવાની.
ચાહત લઈને કાર્ય કરતો જોવા મળે છે પોતાની આ કળા સાથે તેને સંસ્કૃતમાં પણ ઘણું બધું નોલેજ છે તે ઘણા બધા સંસ્કૃતના શ્લોક કડ કળાટ મોઢે બોલે છે ગીત સંગીતમાં પણ સંકેત ખૂબ જ રુચિ ધરાવે છે બાર વર્ષનો સંકેત તબલા પણ ખુબ સરસ વગાડી બતાવે છે જ્યારે સંકેત વહેલી સવારે ઊઠે છે.
ત્યારે પહેલા ઈષ્ટદેવની આરાધના કરીને હવન કરે છે ત્યારબાદ પૂજા અર્ચના કરી અને ભજન અને ગીતના તાલે તબલા વાદન કરી અને પોતાના દિવસની શરૂઆત કરે છે ગાયોને ઘાસચારો ખવડાવ્યા બાદ તે પિતાના કાર્યમાં સહભાગી બને છે અને સાથે અભ્યાસ પણ કરે છે આજે બાર વર્ષના સંકેતની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થવા લાગી છે.