આલિયા ભટ્ટ અત્યારે તેમની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી લઈને ખુબજ ચર્ચામાં છે હાલમાં જ એમની ધમાકેદાર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું અહીં ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન સાઉથ સ્ટાર એનટીઆર ની આરઆરઆર ફિલ્મ બાદ અન્ય સાઉથ ફિલ્મમાં પણ જોવ મળશે તેની ચોખવટ કરી.
રિપોર્ટની માનીએ તો આલિયા ભટ્ટ આરઆરઆર ફિલ્મમાં એનટીઆર સાથે તો જોવા મળશે પરંતુ તેના બાદ અન્ય વધુ એક સાઉથની ફિલ્મમાં એનટીઆર સાથે રોમાન્સ કરતી જોવા મળશે જ્યારે તેલુગુ મીડિયાએ આલિયાને તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે સવાલ પૂછ્યો ત્યારે આલિયા ભટ્ટે કહ્યુ RRR મારી આવનાર ફિલ્મ છે.
પછી બીજો પણ પ્રોજેક્ટ છે પરંતુ હવે હું તેના વિશે વધુ વાત નથી કરવા માંગતી પરંતુ હું ખરેખર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં વધુ ફિલ્મો કરવા માટે ઉત્સુક છું RRR માટે શૂટિંગ કરતી વખતે મેં જુનિયર એનટીઆર સાથે ખુબજ સમય વીતાવ્યો છે તેના બદલે હું ડાયરેક્ટર કોરાતલ્લા સિવા સાથે પણ સંપર્કમાં છું જેમણે અત્યાર સુધી ઘણી શાનદાર હિટ ફિલ્મો આપી છે.