બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર અત્યારે એમની આવનાર ફિલ્મોમાં માટે લગાતાર કામમાં લાગ્યા છે એવામાં અક્કીની આવનાર ફિલ્મ બચ્ચન પાંડે હવે ટૂંક સમયમાં સિનેમા ઘરોમાં રિલીઝ કરવાની તૈયારીઓ થઈ રહી છે જણાવી દઇએ બચ્ચન પાંડે ફિલ્મ 18 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.
પરંતુ અહીં ફિલ્મ રિલીઝ થયા પહેલા ફેન ફિલ્મના ટ્રેલર રિલીઝ થવાનું ખુબ રાહ જોઈ રહ્યા છે હવે તેને લઈને માહિતી આવી છે એક રિપોર્ટ મુજબ આવતા મહિનાની 18 તારીખના રોજ બચ્ચન પાંડે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે પિન્કવીલાની એક રિપોર્ટ મુજબ ફિલ્મનું ટ્રેલર 18 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.
જણાવી દઈએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાના એક મહિના પછી એટલે કે 18 માર્ચના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળશે ફિલ્મનું ટ્રેલર 18 ફેબ્રુઆરીએ રિલીઝ થવા પાછળ અહીં બે કારણો બતાવાઈ રહ્યા છે પહેલું કારણ ફિલ્મનિર્માતા સાજિદ નડિયાદવાલાનો જન્મદિવસ છે અને બીજુ કારણ 18 નંબર અક્ષય કુમારનો લકી નંબર પણ છે.