મિત્રો અમેરિકા સપનાઓનો દેશ પોતાના સંતાનને વિદેશ મોકલવા અને ત્યાં સેટલ કરવા માટે ભારતમાં બેઠેલા માં બાપ પોતાનું સર્વસ્વ જમીન જાયદાત અને ઘરેણા સુધી લૂંટાવી દેતા હોય છે પણ શું એ અમેરિકન ડ્રીમ હંમેશા એટલું જ રૂપાળો હોય છે ક્યારેક ડોલરની આ આંધળી દોડ અને ચમક પાછળ એવો ભયાનક અંધકાર છુપાયેલો હોય છે જે લોહીના સંબંધોને પણ ગળી જાય છે આજે હું તમારી સમક્ષ જે કહાની લઈને આવ્ આવ્યો છું તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે અને આંખોમાંથી આંસુ રોક્યા નહીં રોકાય. આ કોઈ સામાન્ય ઘટના નથી પણ વિદેશની ધરતી પર બનતી એક એવી કાળી વાસ્તવિકતા છે જેની બહુ ઓછા લોકોને ખબર છે. આ કહાની છે ધર્મજ ગામના એક આદર્શ પિતા દિનેશભાઈની. જેઓ પુરા 15 વર્ષના લાંબા વિરહ પછી અનેક સપનાઓ આંખમાં આંજીને પોતાના લાડકવાયા દીકરા કરણને મળવા શિકાગો જાય છે પિતાને એમ છે કે દીકરો મોટો માણસ બની ગયો છે.
હવે જિંદગીના બાકીના વર્ષો સુખમાં અને દીકરાની સેવામાં વીત છે પણ દીકરાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું એક એવી ભયાનક અને રાક્ષસી લાલચ જેણે એક 68 વર્ષના બીમાર બાપને શિકાગોના ખતરનાક વિસ્તારમાં આવેલા એક ગેસ સ્ટેશન પર બંદુકની અણીએ મજૂરી કરવા મજબૂર કરી દીધા.
તો ચાલો મિત્રો જાણીએ ગેસ સ્ટેશનની એ કાળી રાતોનું એવું ભયાનક સત્ય જેણે એક પિતાને જીવતે જીવ મારી નાખ્યા. કહાનીના અંતમાં આવતો વળાંક તમારા હૃદયને હચમચાવી મુકશે માટે વીડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો. ધર્મજ ગામની એ ઢળતી સાંજ અને જૂના લાકડાના હીંચકાનો ચીચૂડ ચીચૂડ અવાજ દિનેશભાઈના જીવનની શાંતિનો લય બની ગયો હતો 35 વર્ષ સુધી હાઈસ્કૂલમાં ગણિતના શિક્ષક તરીકે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનાર આ માણસના ચહેરા પર ઉંમરની કરચલીવો ચોખ્ખી દેખાતી હતી. સફેદ જભ્ભો માથે ગાંધી ટોપી અને આંખ પર જાડા કાંચના સચમાં ડાયાબિટીસની બીમારીને કારણે તેમનું શરીર હવે થોડું લેવાઈ ગયું હતું. ઘૂંટણમાં દુખાવો રહેતો હતો પણ તેમની આંખોમાં એક ચમક કાયમ રહેતી પોતાના દીકરા કરણની પ્રગતિની ચમક પોતાની આખી જિંદગીની જમા પૂજી પત્નીના ઘરેણા અને ગામના પાદરે આવેલું નાનકડું ખેતર વેચીને તેમણે પૂરા 15 વર્ષ પહેલા કરણને અમેરિકા ભણવા અને સેટલ થવા મોકલ્યો હતો. આ 15 વર્ષમાં એક પણ દિવાળી એવી નહોતી ગઈ.
જ્યારે દિનેશભાઈ અને નિર્મળાબેને દીકરાના આવવાની રાહ ન જોઈ હોય શરૂઆતમાં બીજાના સેટિંગ અને પછી ગ્રીન કાર્ડની દોડધામના બહાને કરણ ક્યારેય પાછો ભારત ફર્યો જ ન હતો. 15 વર્ષના આ લાંબા સમયગાળામાં તેણે ત્યાં જ એક છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને પોતાની સિટીઝનશીપ પાકી કરીને ગેસ સ્ટેશનનો બિઝનેસ ઊભો કરી લીધો હતો. બાપ દીકરાનો સંબંધ માત્ર ફોનની સ્ક્રીન પૂરતો સીમિત રહી ગયો હતો એક સાંજે દિનેશભાઈના હાથમાં રહેલા સ્માર્ટફોનની સ્ક્રીન જબકી કરણનો વિડીયો કોલ હતો હીંચકો થંભી ગયો દિનેશભાઈના ધ્રુજતા આંગળાએ લીલું બટન દબાવ્યું પપ્પા કેમ છો .
સામેથી કરણનો અવાજ આવ્યો હું મજામાં છું બેટા તું કેમ છે એક બાપની નજર સ્ક્રીન પર પોતાના એ દીકરાને શોધી રહી હતી જેને તેણે 22 વર્ષના જુવાન જોધ તરીકે વિદાય આપી હતી અને આજે આજે એજ 40 ની આસપાસ પહોંચેલો એક અમીર વેપારી લાગી રહ્યો હતો. કરણ થોડો ઉદાસ દેખાતો હતો. પપ્પા બિઝનેસ બહુ વધી ગયો છે બે ત્રણ ગેસ સ્ટેશન લીધા છે પણ અહીં કોઈના પર ભરોસો કરી શકાય એવું નથી. માણસો બહુ હેરાન કરે છે અને મને અહીં બહુ એકલું લાગે છે પપ્પા 15 વર્ષ થઈ ગયા હવે તમે અહીં આવી જાવ ને તમારી છત્રસાયા અને માર્ગદર્શન હશે તો મને શાંતિ રહેશે હવે મારે તમારી સેવા કરવી છે સેવા કરવી છે આ ત્રણ શબ્દોએ દિનેશભાઈના હૃદયમાં જાણે અમૃત રેડી દીધું તેમની આંખોની કોર ભીની થઈ ગઈ પાછળ ઉભેલા નિર્મળાબેને પોતાના સાડીના છેડાથી આંસુ લૂછયા દિનેશભાઈએ ગદગદીત અવાજ કહ્યું અરે ગાંડા એમાં એમાં મૂંઝાય છે શું તારો બાપ હજી જીવતો બેઠો છે 15 વર્ષનો આપણો વનવાસ હવે પૂરો તું કાગળિયા મોકલ હું આવતા મહિને જ પહોંચી જઉં છું વિદાયનો દિવસ આવ્યો ત્યારે આખું ગામ તેમને વળાવવા આવ્યું હતું નિર્મળાબેને જૂની વીઆઈપી સૂટકેસમાં કરણ માટે ડબ્બો ભરીને સુખડી ટેપલા અને થોડા અથાણા પેક કર્યા હતા સાથે દિનેશભાઈના ગરમ કપડા જે ગામડાની સાધારણ ઠંડી માટે હતા શિકાગોની કાતિલ હિમવર્સા માટે નહીં અને છ મહિના માટેચ ચાલે એટલી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની ગોળીઓ મૂકી હતી.
20 22 કલાકની એ કમરતોડ હવાઈએ મુસાફરીએ 68 વર્ષના દિનેશભાઈના શરીરને નીચોવી નાખ્યું હતું. પગમાં ભયંકર સોજા આવી ગયા હતા પણ શિકાગોના ઓ હેર એરપોર્ટ પર ઉતરતા જ તેમનો બધો થાક હવામાં ઓગળી ગયો. સ્વયં ચંચાલિત કાચના દરવાજા ખુલ્યા અને શિકાગોની કડકડતી ઠંડી હવાનો એક સુસવાટો તેમના પાતળા સ્વેટરને વિંધીને સીધો હાડકા સુધી પહોંચ્યો. દિનેશભાઈ ધ્રુજી ઉઠ્યા પણ તેમની નજરો અધીરાયતી ભીડમાં પોતાના લોહીને શોધી રહી હતી. થોડે દૂર એક કદાવર યુવાન ઉભો હતો. કાળા રંગનું મોંઘું બ્રાન્ડેડ લેધર જેકેટ કાનમાં બ્લુટૂથ ઈયરફોન અને નજર મોબાઈલની સ્ક્રીન પર દિનેશભાઈને એક પળ માટે તો ઓળખવામાં પણ મુશ્કેલી પડી કે આ એ જ કરણ છે જેને પોતે ખંભા પર બેસાડીને મેળે લઈ જતા 15 વર્ષમાં અમેરિકાની આબોહવા અને ડોલરની ભૂખે તેનો આખો દેખાવ બદલી નાખ્યો હતો કરણ મારો દીકરો કહીને દિનેશભાઈએ પોતાના બંને હાથ ફેલાવ્યા તેમને આશા હતી કે 15 વર્ષના લાંબા વિરહ છી મળતો દીકરો બધું જ ભૂલીને સીધો તેમને છાતીએ વળગી પડશે તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા પણ કરણે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો અને પિતાને ગળે લગાડવાને બદલે માત્ર તેમનો હાથ પકડ્યો તેના ચહેરા પર પિતાને મળ્યાનો કોઈ ઉત્સાહ નહતો માત્ર એક વ્યવહાર ઉતાવળ હતી.
પપ્પા તમે બહુ વાર લગાડી અંદર ચાલો જલ્દી મેં ગાડી નો પાર્કિંગમાં ઊભી રાખી છે અને અહીં પાર્કિંગના કલાકના 15 ડોલર ચાર્જ લાગે છે દિનેશભાઈના ફેલાયેલા હાથ હવામાં જ રહી ગયા અને પછી અત્યંત લાચારીથી ધીમેથી નીચે સરકી ગયા 15 વર્ષનો પ્રેમ 15 વર્ષની પ્રતીક્ષા માત્ર 15 ડોલરના પાર્કિંગ ચાર્જ સામે હારી ગઈ હતી છાતીમાં એક ઝીણી અદ્રશ્ય પીડાનો સળવળાહટ થયો પણ એક બાપનું હૃદય હંમેશા પોતાના સંતાનના ના બચાવમાં તર્ક શોધી લેતું હોય છે. તેમણે જાતને મનાવી લીધી. અમેરિકા છે ભાઈ 15 વર્ષથી અહીં રહ્યો છે એટલે રીતભાત બદલાઈ ગઈ હશે. કર્ણની નવી નકોર bmw ગાડીમાં બેઠા પછી દિનેશભાઈએ આજુબાજુ હાથ ફેરવ્યો. બેટા ગાડી બહુ ફર્સ્ટ ક્લાટસે હોમ. 15 વર્ષની તારી મહેનત રંગ લાવી. તારી મમ્મીએ તારા માટે સુખડીંગ હજી દિનેશભાઈ વાક્ય પૂરું કરે ત્યાં જ કરણે આંગળી હોઠ પર મૂકીને તેમને ચૂપ રહેવા ઈશારો કર્યો. કાનમાં ભરાવેલા ઈયરફોન પર તે કોઈની સાથે અંગ્રેજીમાં ગુસ્સાથી વાત કરી રહ્યો હતો. આખો રસ્તો દિનેશભાઈ ચૂપચાપ બારીની બહાર શિકાગોની ગગનચુંબી ઇમારતો જોતા રહ્યા. એક અજીબ શૂન્યતા અને મોન ગાડીમાં છવાયેલું હતું. ગાડી એક શાંત આલીશાન સબર્ન વિસ્તારમાં આવેલા મોટા ઘર પાસે ઊભી રહી. ઘરમાં પ્રવેશતા જ રસોડામાંથી વહુ શ્વેતા બહાર આવી. 15 વર્ષ પહેલા પહેલી વાર પોતાના સસરાને રૂબરૂ જોતી વહુએ પગે લાગવાનું તો દૂર માત્ર એક કૃત્રિમ સ્મિત આપીને કહ્યું હાય પપ્પા જર્ની સારી રહીને હું ઉપર મીટિંગમાં છું પછી મળીએ આટલું કહીને જતી રહી દિનેશભાઈ ગેસ્ટ રૂમમાં જઈને હજી તો પોતાની જૂની સૂટકેસ ખોલવા નીચે નમ્યા જ હતા .
ત્યાં કરણ રૂમમાં દાખલ થયો પપ્પા કરણે દરવાજો બંધ કરતા ધીમા અવાજે કહ્યું શું છે બેટા કઈ તકલીફ છે દિનેશભાઈ તરત ઊભા થઈ ગયા પપ્પા એક બહુ મોટી મુસીબત આવી ગઈ છે મારું ડાઉનટાઉન વાળું જે ગેસ સ્ટેશન છે ને ત્યાંનો મારો નાઈટ શિફ્ટનો માણસ આજે જ નોકરી છોડીને જતો રહ્યો છે જો આજે રાત્રે એ ગેસ સ્ટેશન બંધ રહે તો કંપની મને હજારો ડોલરની પેનલ્ટી ફટકારશે મારી પાસે બીજો કોઈ ભરોસાપાત્ર માણસ નથી કરણે પિતાના ખંભા પર હાથ મૂક્યો એ સ્પર્શમાં પ્રેમ ઓછો અને ગણતરી વધારે હતી પપ્પા તમારે બસ કાઉન્ટર પાછળ બેસવાનું છે બુલેટ પ્રૂફ કાચ છે તમે એકદમ સેફ છો સવારે 6 વાગ્યે હું તમને પાછો લઈ જઈશ પપ્પા તમારા દીકરાની 15 વર્ષની મહેનત અને આબરૂનો સવાલ છે દિનેશભાઈનું શરીર 24 કલાકની મુસાફરીથી ભાંગી પડ્યું હતું આંખો ઊંઘથી ઘેરાતી હતી પણ સામે દીકરાની 15 વર્ષની કમાણી જોખમમાં હતી ધર્મજની એ શાળામાં આખી જિંદગી પ્રમાણિકતા જીવનાર શિક્ષક પોતાના દીકરાને ના કેવી રીતે કહી શકે તેમણે હોઠ પર એક નબળું સ્મિત લાવીને કહ્યું અરે ગાંડા તારા માટે જ તો મેં મારી આખી જિંદગી આપી દીધી તો આ એક રાત કઈ મોટી વાત છે ચાલ હું તૈયાર છું રાત્રે 10 વાગ્યે થાકથી છૂર થઈ ગયેલું એક વૃદ્ધ શરીર શિકાગોની એ બિહામણી અને અજાણી રાતમાં પોતાના દીકરા પાછળ ઢસડાઈ રહ્યું હતું તેમને સહેજે ખ્યાલ નહતો કે 15 વર્ષ પછી મળેલો તેમનો દીકરો તેમને કઈ ખુરશી પર બેસાડવા નહીં પણ જીવતા જીવ એક કબરસ્તાનમાં ધકેલવા લઈ જઈ રહ્યો હતો શિકાગો શહેરના ડાઉન ટાઉનથી દૂર દક્ષિણ દિશામાં આવેલો આ વિસ્તાર કોઈ ભૂતિયા નગરથી કમ ન હતો કરણની ગાડી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ ગગનચુંબી ઇમારતોની રોશની અદ્રશ્ય થતી ગઈ અને રસ્તા પરના ખાડા દિવાલો પર ચિતરેલી ભયાનક ગ્રાફિટી અને રસ્તાના ખૂણે કચરાપેટી પાસે તાપણું કરીને બેઠેલા અજાણીયા અને ડરામણા ચહેરાઓ દેખાવા લાગ્યા ગાડીની હીટર વાળી કેબિનમાં બેઠા બેઠા હોવા છતાં બહારનું વાતાવરણ જોઈને દિનેશભાઈના શરીરમાં એક લખું પસાર થઈ ગયું.
રાતના સા:30ાદ વાગ્યા હતા ગાડી એક ભેંકાર ક્રોસ રોડ પર આવેલા જૂના જબકતી નિયોન લાઈટવાળા ગેસ સ્ટેશન પાસે ઊભી રહી હવામાં પેટ્રોલની તીવ્ર ગંધ અને સસ્તા દારૂની વાસ ભળેલી હતી ચાલો પપ્પા ફટાફટ ઉતરો આ વિસ્તારમાં ગાડી બહાર ઊભી રાખવી સેફ નથી કરણે ઉતાવળથી કહ્યું અને પિતાને લગભગ ખેંચીને સ્ટોરની અંદર લઈ ગયો સ્ટોરની અંદર વચ્ચે ખાવા પીવાની વસ્તુઓની લાઈનો હતી અને છેવાળે એક નાનકડી 10 / 10 ફૂટની કેબિન હતી જે ચારુ બાજુથી જાડા પારદર્શક બુલેટપ્રૂફ કાચથી મઢેલી હતી. કરણે પિતાને એ કેબિનની અંદર મોકલ્યા અને એક નાનકડી બારી બતાવી જો પપ્પા આ સ્લાઇડિંગ બારીમાંથી જ પૈસા લેવાના ગ્રાહક બહાર જ રહે છે અને આ નીચેનું બટન છે કંઈ પણ થાય ગમે તેટલો અવાજ આવે અંદરનો આ મેઈન દરવાજો ખોલતા જ નહીં હું સવારે 6 વાગ્યે આવીશ દિનેશભાઈ હજી કંઈક પૂછવા જતા હતા કે મારે બાથરૂમ જવું હોય તો ક્યાં જવાનું પણ તે પહેલા જ કર્ણ કેબિનનો દરવાજો બહારથી લોક કરીને કોઈ અજાણીયા મજૂરને ગોંધી રાખ્યો હોય તેમ ઉતાવળા પગલે ગાડીમાં બેસીને અંધકારમાં ઓગળી ગયો. હવે દિનેશભાઈ સાવ એકલા હતા. એક નાનકડી કેબિન તેમને હવે રક્ષાત્મક કિલ્લાને બદલે શ્વાસ રુંધાવી નાખતી કાચની પેટી જેવી લાગવા માંડી હતી.
માથા પર ફરતો પંખો વિચિત્ર અવાજ કરતો હતો અને સામે રહેલા મોટા રેફ્રિજરેટરમાંથી આવતો અવાજ રાતની નીરવ શાંતિને વધુ ડરામણી બનાવતો હતો. બહાર તાપમાન -4 ડિગ્રી હતું લાકડાના પાતળા ફ્લોરિંગમાંથી નીચેની જામી ગયેલી બરફની ઠંડક સીધી દિનેશભાઈના પગના તળિયાને વિંધી રહી હતી 24 કલાકની મુસાફરીથી સૂજી ગયેલા પગ હવે વજન સહન કરી શકતા નહોતા કાઉન્ટરની પાછળ કોઈ ખુરશી નહોતી કરણે માત્ર એક ઊંચું સ્ટૂલ રાખ્યું હતું જેના પર પૂરો ટેકો દઈને બેસી શકાતું નહતું 68 વર્ષના બીમાર પિતાને કરણે 10 કલાક ઊભા રહેવાની સજા આપી દીધી હતી રાતના 12 વાગ્યા દિનેશભાઈના પેટમાં ભૂખનો સખત ખાડો પડ્યો હતો ડાયાબિટીસને કારણે હાથ ધ્રુજવા લાગ્યા હતા તેમની બેગ ઘરમાં જ રહી ગઈ હતી જેમાં નિર્મળાબેને આપેલી સુખડી હતી તેમણે આજુબાજુ નજર કરી સ્ટોરમાં ચિપ્સ અને બિસ્કિટના પેકેટ લટકતા હતા પણ કરણે કડક ચૂસના આપી હતી કે બધું ઇન્વેન્ટરીમાં ગણતરીમાં છે પપ્પા કોઈપણ વસ્તુ કાઢતા નહીં નહીંતર મારે હિસાબમાં ગરબડ થશે એક અબજપતિ દેશમાં માં હજારો ડોલર કમાતા દીકરાના સ્ટોરમાં ઉભેલો બાપ આજે પોતાના જ દીકરાના ડરથી પાંચ સેન્ટનું બિસ્કિટ ખાતા પણ ડરી રહ્યો હતો. તેમણે માત્ર પોતાની થેલીમાંથી પાણીની બોટલ કાઢીને બે ઘૂટણા પીધા અચાનક બહારથી એક જોરદાર અવાજ આવ્યો કચરા પેટીને કોઈએ લાત મારીને ઊંધી વાળી દીધી હતી. એક કદાવર છ ફૂટ ઊંચો ફાટેલા કાળા જેકેટ અને ગળામાં જાડી ચા પહેરેલો શખસ લથડિયા ખાતો કાચની કેબિન પાસે આવ્યો.
તેની આંખો નશાથી લાલ ગુમ હતી અને ચહેરા પર ભયાનક નિશાન હતા તેણે કાચ પર જોરથી મુક્કો માર્યો એ ઓલ્ડ મેન મારે સિગરેટ જોઈએ છે દરવાજો ખોલ દિનેશભાઈના હૃદયના ધબકારા એગમ વધી ગયા શ્વાસ ગળામાં ડૂચો બનીને અટકી ગયો ધર્મજની ચાળામાં ક્યારેય ઊંચા અવાજે વાત ન કરનાર શિક્ષક આજે એક અજાણીયા દેશના નશાખોરની ગાળોનો સામનો કરી રહ્યો હતો તેમણે ધ્રુજતા હાથે પહેલી નાની સ્લાઈડિંગ વારી થોડીક જ ખોલી નો ઓપન પ્લીઝ ફ્રોમ હિયર પહેલો શખસ વધુ ઉસ્કેરાયો તેણે કાચ પર બે ત્રણ લાતો મારી યુ ડમ ફક ગિવ ઈટ ટુ મી તેણે બારીમાંથી હાથ અંદર નાખવાનો પ્રયાસ કર્યો દિનેશભાઈએ તરત જ બારી બંધ કરી દીધી પહેલો માણસ કાચ પર ગંદી ગાળો બોલતો થૂંકતો અને ધમકી આપતો 10 મિનિટ સુધી ત્યાં જ ઊભો રહ્યો અને પછી બબડતો અંધારામાં ગાયબ થઈ ગયો દિનેશભાઈ પરસેવે રેબજેબ થઈ ગયા હતા શિયાળાની કાતિલ ઠંડીમાં પણ તેમના કપાળ પર પરસેવાના ટીપા બાજી ગયા હતા. તેમણે દિવાલનો ટેકો લીધો અને જમીન પર બેસી પડ્યા. રાતના 2:30 વાગ્યા ડાયાબિટીસની સિદ્ધિ અસર મૂત્રાશય પર થઈ રહી હતી. દિનેશભાઈને અત્યંત તીવ્ર પેશાબની આજત થઈ હતી. તેમણે કેબિનમાં ચારે બાજુ જોયું ક્યાંય ચોસાલય ન હતું. શૌચાલય સ્ટોરના પાછળના ભાગમાં હતું જેના માટે આ કેબિનનો દરવાજો ખોલીને બહાર જવું પડે તેમ હતું .
પણ દરવાજો તો બહારથી કરણે લોક કર્યો હતો દિનેશભાઈએ કાપતા આંગળાથી કિસ્સામાંથી ફોન કાઢ્યો અને કરણને ફોન લગાવ્યો પહેલી રિંગ બીજી રિંગ ફોન કપાઈ ગયો તેમણે ફરી લગાવ્યો દસમી વખત ફોન લગાવ્યા પછી સામેથી કરણનો અત્યંત ચીડાયેલો અવાજ આવ્યો પપ્પા શું છે હું માંડ સૂતો છું શું કોઈ કસ્ટમર ર આવ્યો છે ના બેટા કષ્ટ પર નથી પણ મને મને બહુ જ પેશાબ લાગી છે બેટા મારા પેટમાં સખત દુખાવો ઉપડ્યો છે આ કેબિનનો દરવાજો ક્યાંથી ખુલશે મને જરા બાથરૂમ જઈ આવવા દેને દિનેશભાઈનો અવાજ કરગરતો અને પીડાથી ભરેલો હતો શું પપ્પા તમે પણ મેં તમને કહ્યું હતું ને કે દરવાજો ના ખોલતા જો તમે એ લોક ખોલીને પાછળ જશો અને કોઈ ગ્રાહક આવી ગયો હતો અને જો પાછળથી કોઈ સ્ટોરમાં ઘૂસી ગયું તો મારો હજારો ડોલરનો માલ ચોરાઈ જશે એરિયા બહુ ખરાબ છે તમે મોટા છો થોડીવાર કંટ્રોલ કરી લો સવારે છ વાગ્યે હું આવીશ ત્યારે જજો ઘરણે સાવ ભાવહીન અવાજે કહી દીધું બેટા મારાથી કંટ્રોલ નથી થતો મારી કિડનીમાં દુખાવો થાય છે બેટા પ્લીઝ કોકને મોકલ અહીં દિનેશભાઈ લગભગ રડી પડ્યા હતા પપ્પા અહીં કોઈ મારું નોકર નથી બેઠું કે રાત્રે બે વાગ્યે તમારી પાછળ આવે તમારે એડજસ્ટ કરવું પડશે હવે ફોન મૂકો મારી ઊંઘ બગડે છે કહી કહીને કરણે સીધો ફોન કાપી નાખ્યો. ફોન કપાઈ જવાનો આવતો એ અવાજ દિનેશભાઈના અસ્તિત્વના કટકે કટકા કરી રહ્યો હતો. પેડુના ભાગમાં અસહ્ય પીડા ઉપડી હતી. તેમની આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યા હતા. જે દીકરો નાનપણમાં પથારીમાં પેશાબ કરી દેતો તો પોતે આખી રાત તેને સૂકા ભાગમાં સુવડાવીને ભીનામાં સૂતા હતા. એ દીકરાને આજે પોતાના બાપની આ લાચારી પર જરાય દયા નહોતી આવતી. દિનેશભાઈથી હવે સહન નહોતું થતું તેઓ ઊભા પણ નહોતા રહી શકતા .
તેમણે કેબિનના એક અંધારા ખૂણામાં એક ખાલી પડેલી પ્લાસ્ટિકની ડોલ જોઈ જેમાં કચરો અને ફાટેલા કાગળો પડ્યા હતા એક 68 વર્ષનો શિક્ષક જેની આખી જિંદગી એક ગરિમા અને સન્માન સાથે વીતી હતી તેને આજે પોતાના જ દીકરાના પૈસા બચાવવા માટે કાચની એ પારદર્શક કેબિનમાં કચરાની ડોલમાં પોતાની હાજત પૂરી કરવા મજબૂર થવું પડ્યું. જ્યારે તેઓ એ ડોલ પાસે નમ્યા ત્યારે તેમના આત્માએ જાણે ચીસ ભાળી દીધી તેમની ધોતી ભીની થઈ ગઈ હતી આખું શરીર શરમ અપમાન અને લાચારીથી થર થર કાપી રહ્યું હતું ભગવાન આના કરતાં તો તે મને ધર્મ જમાં જ ઉપાડી લીધો હોત તેમના મોઢામાંથી એક ડુસકું નીકળી ગયું રાતના 3:45 થયા હતા શારીરિક થાક અને માનસિક આઘાતે દિનેશભાઈને અડધા મૃત સમાન કરી દીધા હતા તેઓો જમીન પર એ ડોલથી થોડે દૂર બે ઘૂટણ વચ્ચેમા માથું નાખીને બેઠા હતા. બધું જ શાંત હતું પણ આ શાંતિ કોઈ ભયાનક વાવાજોડા પહેલાની હતી. અચાનક પાછળના સ્ટોરેજ રૂમ તરફથી એક ધબકાર સંભળાયો. જાણે કોઈએ લોખંડના દરવાજા પર કંઈક ભારે વસ્તુ પછાડી હોય. દિનેશભાઈએ ચમકીને માથું ઊંચું કર્યું.
કાઉન્ટર પર રાખેલા સીસીટીવીના જૂના અને ધૂંધળા મોનિટરમાં તેમણે જોયું. પાછળની ગલીમાં બે કાળા પડછાયા ઊભા હતા. તેમના મોહ પર કાળા માસ્ક હતા અને એકના હાથમાં કોઈ લાંબો અને ચળકતો લોખંડનો સળિયો હતો તેવો પાછળનો દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ જોઈને દિનેશભાઈના નસોમાં લોહી થીજી ગયું તેમણે ફરીકરણનો નંબર ડાયલ કરવા માટે ફોન હાથમાં લીધો પણ એ જ વખતે પાછળના દરવાજાનો લોક એક ભયંકર કડાકા સાથે તૂટવાનો અવાજ આખા ગેસ સ્ટેશનમાં ગુંજી ઉઠ્યો લુટારુઓ અંદર ઘૂસી ચૂક્યા હતા પાછળના લોખંડી દરવાજાનો નો કડાકો એટલો ભયાનક હતો કે દિનેશભાઈના હાથમાંથી ફોન છટકીને જમીન પર પડી ગયો. ફોનની સ્ક્રીન પર હજુ પણ કરણનો નંબર ડાયલ થયેલો હતો પણ એ નિર્જીવ યંત્રમાંથી હવે કોઈ અવાજ આવવાનો ન હતો.
બહાર કાતિલ પવનના સુસવાટા અને અંદર બારેખમ બૂટના ડગલા લાકડાના ફ્લોર પર પડતું દરેક પગલું દિનેશભાઈની છાતી પર હથોડાની જેમ વાગતું હતું. કાઉન્ટરની નીચે પોતાના જ મૂત્રની દુર્ગંધ વાળી પેલી કચરાની ડોલ પાસે 68 વર્ષનો એક આબરૂદાર બાપ પોતાના ઘૂંટણમાં માથું છુપાવીને થર થર કાંપી રહ્યો હતો. ડાયાબિટીસને લીધે તેમનો ગળો સાવ સુકાઈ ગયું હતું જીભ તાળવે ચોંટી ગઈ હતી, આંખો ફાટી ગઈ હતી અને શ્વાસ એટલો ઝડપી થઈ ગયો હતો કે જાણે હૃદય પાંસળીઓ તોડીને બહાર કૂદી પડશે. બહારના સ્ટોરમાં તોડફોડ શરૂ થઈ ગઈ હતી. કાચની બોટલો જમીન પર પછાડવાનો અને કુરકુરે ચિપ્સના સ્ટેન્ડ તૂટી પડવાનો અવાજ આવતો હતો લુટારવો કંઈક શોધી રહ્યા હતા થોડી જ સેકન્ડોમાં એ બે કદાવર પડછાયા કાસની પહેલી પારદર્શક કેબિનની બરાબર સામે આવીને ઊભા રહી ગયા તેમના ચહેરા પર કાળા રંગના માસ્ક હતા જેમાં માત્ર તેમની ક્રૂર લાલચોળ આંખો દેખાતી હતી તેમના વરસાદ અને બરફથી પલળેલા મોટા જેકેટમાંથી ભીના કુતરા જેવી અને સસ્તા ડ્રગ્સની દુર્ગંધ છેક કેબીનની અંદર સુધી આવી રહી હતી અંદર કોઈ છે એક લુટારૂએ કેબીનની નીચે સંતાળેલા દિનેશભાઈની સફેદ ધોતી જોઈને બરાડી ઉઠ્યો બીજા લુટારુએ પોતાના હાથમાં રહેલો એક ઝાડો જટિલ લોખંડનો સળિયો સીધો કાચની કેબીનના એલ્યુમિનિયમના દરવાજાના લોક પર પૂરી તાકાતથી ઝીક્યો ભલે કાચ બુલેટ પ્રૂફ હતો .
પણ દરવાજાની ફ્રેમ સાધારણ હતી પહેલા જ કામા દરવાજાનો હેન્ડલ વળી ગયું દિનેશભાઈએ પોતાના બંને હાથ કાન પર મૂકી દીધા અને આંખો ખો મીચી લીધી ભગવાન મારા કરણને સાચવજે એનું અમેરિકાનું સપનું તૂટવા ન દેતો મોતને સાવ સામે જોઈને પણ એ નિર્દોષ પિતા પોતાના સ્વાર્થી દીકરા માટે જ જપ કરી રહ્યો હતો બીજો ઘા ત્રીજો ઘા અને છેવટે એલ્યુમિનિયમની ફ્રેમ ચીરાઈ ગઈ દરવાજો ધડાકા ભેર ખુલી ગયો શિકાગોની એ થીજવી દેતી હવાની સાથે મોત કેબિનમાં દાખલ થઈ ગયું.
6 ફૂટ અને 4 ઇંચ ઊંચા એક લુટારુંએ નીચે નમીને સીધો દિનેશભાઈ ના જબ્બાનો કોલર પકડ્યો. 68 વર્ષના નબળા બીમાર દિનેશભાઈને તેણે એક ઝાટકે કોઈ નિર્જી પૂતળાની જેમ હવામાં અધ્ધર કરી દીધા. દિનેશભાઈના પગ નીચેથી જમીન વેત ઊંચા થઈ ગયા હતા. તેમના ગળામાં શ્વાસ રંધાવા લાગ્યો. પૈસા ક્યાં છે? ગલ્લો ખોલ લુટારોની ગર્જનાથી આખી કેબિન ધ્રજી ઉઠી. દિનેશભાઈના હોઠ પપડતા હતા પણ અવાજ ન હતો નીકળતો. તેમણે માત્ર આંસુ ભરેલી આંખે કાંપતી આંગળીથી કોમ્પ્યુટરની સ્ક્રીન નીચે રાખેલા કેસગલ્લા તરફ ઈશારો કર્યો તેમને જમીન પર પછાડવામાં આવ્યા તેમના ઘૂંટણ સીધા ટાઈલ્સ પર અફળાયા જેમાંથી કસકસથી પીડા ઉપડી ત્યાં જ બીજા લુટોરુંએ પોતાના લેધરના જેકેટમાંથી એક ભારે કાળા રંગની પિસ્તોલ બહાર કાઢી તેણે બંદૂકનો સેફટી કેચ હટાવ્યો ક્લિકનો એ નાનકડો અવાજ એ રાતના સન્નાટામાં કોઈ બોમ્બ ફાટવા જેવો ભયાનક હતો તેણ તેણે બંદૂકની ઠંડી નળી દિનેશભાઈના જમણા નમણે બરાબર આંખની બાજુમાં દબાવી ધાતુઓનો એ બરફ જેવો સ્પર્શ થતા જ દિનેશભાઈનું આખું શરીર જણઝણી ઉઠ્યું બંદૂકની એ ઠંડક સીધી તેમના મગજની નસોને થીજાવી રહી હતી ખોલ નહીંતર તારું ભેજું ઉડાવી દઈશ દિનેશભાઈ માંડ માંડ ઊભા થયા તેમના હાથ એટલા ધ્રુજતા હતા કે ગલ્લાના બટર પર આંગળીઓ ટકતી નહોતી .
ડાયાબિટીસને કારણે નબળાઈ અને ડરના કારણે આંખે અંધારા આવી રહ્યા હતા પસીનાના રહેલા તેમના ચશ્માના આકાશ પર પડી રહ્યા હતા થોડા માઈલ દૂર હેટળવાળા નરમ ગાદલા પર સૂતેલો તેમનો દીકરો કરણ કદાચ અત્યારે મીઠા સપના જોઈ રહ્યો હશે અને અહીં અહીં તેનો બાપ એક એક સેકન્ડ માટે મોતના ભીખ માંગી રહ્યો હતો તેમણે જેમ તેમ કરીને કોમ્પ્યુટર પર પાસવર્ડ નાખ્યો ટિંગ અવાજ સાથે ગલ્લો બહાર આવ્યો અંદર 10 20 અને 50 ડોલરની નોટોની થોકડીઓ પડેલી હતી લુટારોએ ભૂખ્યા વરુની જેમ ગલ્લા પર તરાપ મારી એક બંદૂક દિનેશભાઈના લમડે જ દબાવી રાખી જ્યારે બીજાએ ફટાફટ નોટો કાઢીને પોતાની ડફલ બેંકમાં ભરવા માંડી ગલ્લામાં આશરે 1000 ડોલર હતા દિનેશભાઈને થયું કે હવે આ લોકો પૈસા લઈને જતા રહેશે અને પોતાનો જીવ બચી જશે પણ ગુનાખોરીમાં અંધ થયેલા નશાખોરોને આટલાથી સંતોષ ન હતો શું આટલા જ છે બંદૂકવાળાએ વધુ ઉશ્કેરાઈને પૂછ્યું દિનેશભાઈએ બે હાથ જોડી દીધા. ઓલ ઓલ મની પ્લીઝ ગો તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. લુટારુએ દિનેશભાઈના જબ્બાના કિસ્સામાં હાથ નાખ્યો. તેમના કિસ્સામાંથી થોડા સિક્કા ડાયાબિટીસની ગોળીઓનું પત્તું, એક નાની હનુમાન ચાલીસા અને પત્ની નિર્મળાબેનનો એક જૂનો લીમિનેટ કરેલો પાસપોર્ટ સાઈઝનો ફોટો જમીન પર પડ્યો. પૈસા ન મળતા લુટારો ગુસ્સે ભરાયો. તેણે ગાળ બોલીને જમીન પર પડેલા સામાન પર પોતાનું કાદવ વાળો ગંદો બુટ ઘસી દીધો એ બુટ બરાબર નિર્મલાબેનના ફોટા પર પડ્યો હતો. પોતાના જીવની પણ પરવાહ કર્યા વિના જે બાપ અત્યાર સુધી ચૂપ હતો તેનાથી અચાનક એક આક્રોશ ભરી ચીસ નીકળી ગઈ નો નો મારી નિર્મળા દિનેશભાઈએ લૂટારૂના પગ તરફ પોતાનો હાથ લંબાવ્યો અને એ ફોટો બચાવવા માટે નીચે નમ્યા તેમની આ નાનકડી હિલચાલ લૂંટારુને પોતાનો પ્રતિકાર લાગી.
તેણે સહેજ પણ વિચાર કર્યા વિના પોતાની ભારેખમ બંદૂક ઊંધી પકડી અને બંદૂકનો લોખંડી જાડો કુંદો પૂરી તાકાતથી દિનેશભાઈના માથાના પાછળ ભાગ પર ઝીંકી દીધું અવાજ જાણે કોઈ સૂકું લાકડું તૂટ્યું હોય એવો આવ્યો એક અત્યંત દર્દનાક કાળજું ચીરી નાખે તેવી ચિસ દિનેશભાઈના ગળામાંથી નીકળી અને શિકાગોના એ બરફીલા પનમાં ક્યાંક વિલીન થઈ ગઈ તેમનું માથું સીધું કાઉન્ટરની ધાર સાથે અથડાયું અને પછી તેઓ નિર્જીવ લાશની જેમ ટાઈલ્સ પર ફસળાઈ પડ્યા માથાના પાછળના ભાગમાં પડેલા ઊંડા ઘામાંથી ગરમ લાલ લોહીની એક ધાર ફૂટી નીકળી જે જોત જોતામાં તેમના ના સફેદ જબ્બાના કોલરને ભીંજવીને જમીન પર રેલાવા લાગી. લૂટારૂઓ ત્યાંથી સિગારેટના કેટલાક કાર્ટન અને દારૂની બોટલો ઉઠાવીને ગાળો બબડતા બબડતા પાછલા તૂટેલા દરવાજેથી અંધારામાં ફરાર થઈ ગયા. ગેસ સ્ટેશનમાં હવે મોત જેવો સન્નાટો છવાઈ ગયો હતો. બહાર કાચ પર પડતા બરફના ટુકડાઓનો ટપટપ અવાજ આવતો હતો અને અંદર દિનેશભાઈના માથામાંથી જમીન પર ટપકતા લોહીનો લઈબદ્ધ અવાજ દિનેશભાઈ અર્ધબેભાન અવસ્થામાં હતા માથાની પીડા એટલી અસહ્ય હતી કે તેમને લાગતું હતું કે કોઈ તેમના મગજમાં ખીલા ઠોકી રહ્યું છે
ડાયાબિટીસને કારણે લોહી જામવાની પ્રક્રિયા ધીમી હતી એટલે લોહી સતત વહી રહ્યું હતું તેમની આંખો સામે અંધારા છવાઈ રહ્યા હતા તેમણે પોતાના ધ્રુજતા લોહીવાળા હાથથી જમીન પર પડેલો નિર્મળાબેનનો એ કચડાયેલો ફોટો ઉઠાવ્યો અને પોતાની છાતી સરસો ચાંપી દીધો તેમની બંધ થતી આંખો સામે અત્યારે માત્ર એક જ આશા તરવરી રહી હતી કરણ મારો દીકરો એ સવારે આવશે એ મને આ હાલતમાં જોશે એટલે રડી પડશે એ મને હોસ્પિટલ લઈ જશે બાપની મમતા હજુ પણ દીકરાના ભ્રમમાં જીવી રહી હતી ઘડિયાળના કાંટા ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા રાતના ચાર વાગ્યા 4ડાચ ચાર પાંચ ઠંડી લાદી પર પડેલા દિનેશભાઈનું શરીર ધીમે ધીમે થીજી રહ્યું હતું પણ સવારે જ્યારે કર્ણ આવશે ત્યારે જે પ્રતિક્રિયા આપવાનો હતો તે આ શિકાગોની ઠંડી કરતાં પણ લાખો ગણી વધારે થીજવી દે તેવી અને ભયાનક હોવાની હતી શિકાગોના આકાશમાં ધીમે ધીમે રાખોડી ઉજાસ પથરાઈ રહ્યો હતો બહાર બરફ વર્ષા હવે થંભી ગઈ હતી પણ રાતની ભયાનકતા હજુ એ ગેસ સ્ટેશનની હવામાં જામી ગઈ હતી કેબિનની અંદર અત અત્યંત ઠંડી લાદી પર દિનેશભાઈનું શરીર લગભગ અડધું થીજી ગયું હતું. માથામાંથી વહેલું લોહી હવે ફ્લોર પર કાળાશ પડતા લાલ રંગના એક મોડા ધબ્બામાં ફેરવાઈ ગયું હતું અને તેમના સફેદ જબ્બા સાથે ચોંટી ગયું હતું. છેલ્લા ત્રણ કલાકથી તેઓ એ જ અર્ધબેભાન અવસ્થામાં પડ્યા હતા. ડાયાબિટ