Cli

કોકપિટમાં કેપ્ટન સ્મિત પર હુ!મલો કરનાર કો-પાયલટ કોણ હતો? શું હતું પ્લાનિંગ?

Uncategorized

ઇઝરાયલ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઈટમાં પાયલટ સ્મિત મજાર પર જે રીતના હુમલો થયો હુમલો કરનાર કો પાયલટ જ હતા અને આખી કહાની હવે બધાને ખબર છે પણ એ કો પાયલટ ઓમાની નાગરિક હતા એ કોણ હતા કેમ આવું કરવામાં આવ્યું એ કઈ મંછાથી ત્યાં આવ્યા હતા અને આ હુમલો કેમ કર્યો એની માહિતી સામે નોતી આવી પણ હવે એ કો પાયલટની ઓળખ અને બધું જ સામે આવી ગયું છે. કો પાયલટની ઓળખ એ હમામ અલ હમામી તરીકે થઈ છે.

તે ઓમાનનો રહેવાસી છે સાઉદી અરેબિયાની ન્યુઝ એજન્સી અલ અરેબિયા ઇંગ્લિશે જે અહેવાલ પ્રસારિત કર્યો છે તે પ્રમાણે તે લાંબા સમય સુધી સીરિયામાં રહ્યો હતો. જ્યાં તેને કટ્ટરપંથી વિચારોનો પ્રભાવ પડ્યો હોય એવું સામે આવ્યું છે ઇઝરાયેલના ચેનલ 12 ના અહેવાલ મુજબ તપાસ કર્તાઓને તેના પર અલકાયદાની વિચારધારાથી પ્રભાવિત હોય એવા પુરાવા મળ્યા છે. બીજા કેટલાક ન્યુઝ ચેનલ્સ અને ન્યુઝ એજન્સીસ જે છે એ જે દાવા કરે છે એ પ્રમાણે પૂચપરચ દરમિયાન અલ હમામીએ જણાવ્યું છે કે વિમાનને ઇઝરાયેલમાં ક્રેશ કરવાનો પ્લાન હતો.

હુમલા પહેલા પણ તેના વલણને લઈને સવાલો ઉઠ્યા હતા. અહેવાલો મુજબ 2024 માં તેને ઓમાની રાષ્ટ્રીય એરલાઈનમાં પાયલટ તરીકેની તાલીમથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એરલાઈનમાં બીજી જવાબદારી સોંપવામાં આવી હતી. આશરે આઠ મહિના પહેલા તે ફ્લાઈ દુબઈમાં જોડાયો. 30 સપ્ટેમ્બરે તેણે ફ્લાઈટ દુબઈની જે ફ્લાઈટ હતી કોપાયલટ સ્મિત મછાર સાથે ઉડાન ભરી અને પછી સ્મિત મછાર પર હુમલો કર્યો. અલહમામીએ ઓમાનની બહાર ઘણો સમય વિતાવ્યો હતો અને સીરિયામાં પણ લાંબા સમય સુધી એ રહ્યો. એ જે અહેવાલો છે એ પ્રમાણે ત્યાં જ તે કટ્ટરપંથી વિચારોથી પ્રભાવિત થયો હોય એવું માનવામાં આવે છે. જે ચેનલ 12 છે એના અહેવાલ પ્રમાણે તપાસમાં તેના કેટલાક ધાર્મિક લોકો સાથે મુલાકાતની માહિતી સામે આવી છે એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે

કે ખરેખર કટ્ટરપંથી વિચારો સાથે પ્રભાવિત હતો અને એના કારણે એને આ કર્યું છે. ઓમાન એરે 2024 માં અલ હમામીને ફ્લાઈટમાંથી ઉતારી દીધો હતો. તેના દ્વારા કટ્ટરપંથી ઇસ્લામિક વેબસાઈટ જોવા જોઈ રહ્યો હતો અને એવી માહિતી મળી અને એના સામે પગલા લેવામાં આવ્યા હતા. અલહમામીના જે સામાન જે છે એમાંથી ફ્રી પેલેસ્ટાઇન જૂથના પત્રિકાઓ અને અલગ અલગ સમર્થન આપતી વસ્તુઓ પણ મળી છે. અહેવાલ મુજબ તે પેલેસ્ટીનના સમર્થનમાં ઇઝરાયેલના વિરોધમાં વાતો પણ કરતો હતો. તપાસ એજન્સી આ સમગ્ર ઘટના જે છે આ એના નિવેદન જે છે એ કથિત રીતના કટ્ટરપંથી છે કે કેમ એ આતંકવાદી હેતુથી આ કરી રહ્યો હતો કે કેમ એ બધાની તપાસ અત્યારે કરી રહી છે

પણ ચિત્ર હવે ધીરે ધીરે ક્લિયર થઈ રહ્યું છે. અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે ઇઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચે સંઘર્ષ એ કઈ વાતનો હતો અને કેમ એને સામ સામે જોવામાં આવે છે તો જમીન સ્વતંત્રતા પેલેસ્ટીન રાજ્ય જેરુસલેમ અને સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને દાયકાઓથી એ બંને વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યા છે. ફ્રી પેલેસ્ટાઇનનો અર્થ સામાન્ય રીતના પેલેસ્ટીન લોકોને સ્વતંત્રતા અધિકાર અને પોતાના રાજ્યની માંગ જે છે એના માટે વપરાતો આ શબ્દ છે પણ માત્ર આ નારો લગાવવાથી કોઈ વ્યક્તિ કટ્ટરપંથી નથી થઈ જતું આતંકવાદી બની નથી જતું પણ અત્યારે જે વસ્તુ એની પાસેથી મળી છે જે રીતના એના સીરયા કનેક્શન મળ્યા છે અલકાયદા સાથેના એ કનેક્શનની જે વાત થઈ રહી છે કે એના વિચારધારાથી પ્રભાવિત હતો તો પછી એની સામેની જે તપાસ જે છે એ વધારે કડક બને છે અને એના એ જે પણ વિચારો સાથે ત્યાં આવ્યો હતો એટલે જ્યારે કોઈ પાયલટ જે છે

એને કામ આપવામાં આવે છે કે ફ્લાઈટની ઉડાન લેતો હોય છે તો એના બહુ બધા ટેસ્ટ થતા હોય છે. એટલે તમે એ આખી ઘટના જુઓ તો એના ઓલરેડી આઠેક મહિના પહેલાથી જ્યારથી આમાં જોડાયેલો છે એની પહેલા એની બધી જ બધા જ ફિઝિકલ ટેસ્ટ મેન્ટલ બધા જ ટેસ્ટ થયેલા છે પણ આ લોકો ખૂબ હોશિયાર હોય છે આપણે માનવું પડે કે જ્યારે એ કોઈ વિચાર સાથે ક્યાંય આવતા હોય છે તો એ એટલા બધા બધાને બ્રેન વોશ કરવામાં માહેર હોય છે કે એમને સામેવાળું કોઈ પકડી નથી શકતું આઠ મહિના સુધી એને સામાન્ય રીતના બધું જ કામ કર્યું અને કોઈને ખબર ન પડી કે એ શું કરવા માટે અહીયા આવ્યો છે અને કઈ મંછાથી અહીંયા આવ્યો એટલે હવે ઇઝરાયેલ જતી એ ફ્લાઈટને એને નિશાનો કેમ બનાવ્યો એ કોનાથી પ્રેરિત હતો એ આગળની તપાસમાં સામે આવશે પણ ઓમાની એ નાગરિક એનું સીરિયામાં રહેવું અને સાથે જ કટ્ટરપંથી વિચારધારા સાથે જોડાયેલો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *