વાવ થરાદ, ભાભર, સુઈગામ અને ગુજરાતની અંદર ફેમસ જે કોમેડી સ્ટાર છે લવગુરુ ચંદન રાઠોડ એમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. શું છે કારણો એમની છેલ્લી પોસ્ટમાં એમણે શું કહ્યું હતું આ તમામ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ. કોમેડી સ્ટાર અને પોતાની આગવી ભાષામાં લોકોને હસાવતા ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવગુરુ છે
એ ભાબર પાસેથી પસાર થઈ રહ્યા હતા હરિધામ ગૌશાળા પાસે અકસ્માત થયો એમના બાઈકનો અને એમનું મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા એમના જે ચાહકો છે એ નિરાશ થયા છે એમને જ્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં એમના ચાહકોનો જમાવડો છે એ એકત્રિત થયો છે ઉત્તર ગુજરાતમાં એ બહુ જ મોટો ખ્યા જાતનામ ચહેરો ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર YouTube પર એમના 10 લાખ સબ્સ્ક્રાઇબર Instagram પર 1.8 મિલિયન એમના ફોલોવર્સ અને એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જ્યારે પોતાની છેલ્લી પોસ્ટ કરે છે આ ઘટના બની એ પહેલા એમના સોશિયલ મીડિયા પર એ પોસ્ટમાં એ કહી રહ્યા છે કે જિંદગીનો કોઈ જ ભરોસો નથી
અને એના ચાર પાંચ કલાક પછી જ એમનું તરત અકસ્માત થાય છે અને ભાબર પાસેની હરિધામ ગૌશાળા પાસે અકસ્માતમાં એમનું મૃત્યુ થઈ જાય છે. એ પહેલા પણ ગઈકાલે પણ એમની સોશિયલ મીડિયા પર પોસ્ટ એ પ્રકારની આવી હતી કે બાય બાય મિત્રો અને આજ પોસ્ટ છે એના આધારે શંકા ઘેરી બની રહી છે કે આ માત્ર અકસ્માત હતો કે પછી આ બીજું કોઈ કારણ હતું. એમની જે છેલ્લી પોસ્ટ આવી રહી છે એના કારણે શંકા છે એ ઉપજી રહી છે સામાન્ય પરિવારમાંથી આવતો આ ચહેરો ચંદન રાઠોડ જે પોતાની પ્રતિભાના જોરે સોશિયલ મીડિયા પર પોતાનું એક આખું ઇન્ફ્લુએન્સ ઊભું કરે છે અને એના આટલા બધા ફોલોવર્સ છે એ મળે છે Instagram અને YouTube ના માધ્યમથી એના લાખો ચાહકો છે એ ગુજરાતમાં બને છે. ગુજરાતીમાં કોમેડી વિડીયો બનાવે છે અને બનાસકાંઠા પંથકની લોક બોલીમાં એ પોતાના વિડીયો છે એ પ્રસ્તુત કરે છે
અને વર્તમાન હકીકતોને પણ લોકો સુધી એ પહોંચાડતા હતા એમની લોકપ્રિયતા છે એ માત્ર વાવથરાત બનાસકાંઠા કે ઉત્તર ગુજરાત પૂરતી સીમિત નથી આખા ગુજરાતમાં એમના ચાહકો છે અને જેવા સમાચાર સામે આવ્યા કે એમના ચાહકો છે એ હતાહત થયા છે નિરાશ થયા છે ચંદન રાઠોડ છે એમના Instagram પર મિલિયનમાં ફોલોવર્સ છે અને ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં પણ એમણે કામ કરેલું છે. ભાબર પાસે હરિધામ ગૌશાળા પાસે અકસ્માત થયો અને એમનું મૃત્યુ થયું છે. અત્યારે હાલ પોલીસ છે એ કાર્યવાહી કરી રહી છે પણ તમારા સોશિયલ મીડિયા પર લાખો કે મિલિયનમાં ફોલોવર્સ હોવા અને YouTube પર લાખો સબ્સ્ક્રાઇબર હોવા શું એ સ્થિતિ છે એ તમારા મનની અંદર શું ચાલી રહ્યું છે?
તમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો શું એ બધું જ કરી શકે છે તો એનો જવાબ ના છે એમણે જે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે એ છેલ્લી પોસ્ટમાં એ કહી રહ્યા છે કે જિંદગીનો કોઈ જ ભરોસો નથી અને એ આગલી પોસ્ટમાં એવું કહી રહ્યા છે કે બાય બાય મિત્રો આ બધી જ પોસ્ટ છે એ કઈ તરફ ઈશારો કરી રહી છે એ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે પણ સૌથી મોટા સમાચાર એ છે કે જે વ્યક્તિ પોતાની કોમેડીથી ગુજરાતના લોકોને હસાવતો હતો એ અત્યારે એ ચહેરો અત્યારે આ દુનિયામાં નથી રહ્યો અકસ્માત થયો છે અને એમનું મૃત્યુ થઈ ગયું છે તપાસ પછી સાચું કારણ છે એ સામે આવશે હાલ આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર