કુદરત જ્યારે રુઠે છે ત્યારે ચારેય તરફ માત્ર વિનાશ જ જોવા મળે છે, પરંતુ આ વિનાશની વચ્ચે પણ માની મમતાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને પથ્થર દિલ માણસ પણ રડી પડશે. વેનેઝુએલામાં આવેલા વિનાશકારી
ભૂકંપમાં અત્યાર સુધીમાં 920થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 3000 થી વધુ લોકો ઘાયલ છે.વેનેઝુએલાના પ્રખ્યાત ફૂટબોલર હેક્ટર બેલોની પત્ની એન્ડ્રિયાએ ભૂકંપ દરમિયાન પોતાની માસૂમ દીકરીનો જીવ બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી છે. ફૂટબોલરની પત્ની એન્ડ્રિયા અને તેમની નાની દીકરી કરાકાસ નજીકના એક એપાર્ટમેન્ટમાં હતા,
ત્યારે બે ભયાનક ભૂકંપ આવ્યા અને આખી બિલ્ડિંગ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ. જ્યારે બચાવ ટીમે કાટમાળ હટાવ્યો ત્યારે એન્ડ્રિયા મૃત હાલતમાં મળી આવી હતી, પરંતુ તેની નીચે તેની નાની દીકરી જીવતી અને સુરક્ષિત હતી.
એન્ડ્રિયાએ પડતી ઇમારતના કાટમાળ સામે પોતાની દીકરી પર ઢાલ બનીને તેને સુરક્ષિત રાખી હતી.હેક્ટર બેલોએ પોતાની પત્નીને શ્રદ્ધાંજલિ આપતા ઇન્સ્ટાગ્રામ પર અત્યંત ભાવુક પોસ્ટ લખી છે. તેમણે કહ્યું છે કે, માય લવ… હું આપણી દીકરીને કહીશ કે તે તેને કેવી રીતે બચાવી, તું એક એવી બહાદુર મહિલા હતી જેણે પોતાના અંતિમ શ્વાસ લેતી વખતે પણ આપણી દીકરીને ક્યારેય એકલી ન છોડી.