Cli

ઘર માટે કમાવા કતાર ગયો દીકરો…આજે કફનમાં ઘરે આવ્યો

Uncategorized

એક છોકરો ઘરનું ભવિષ્ય બદલવા માટે સાત મહિના પહેલા જ કતાર જાય છે પરંતુ પરંતુ આજે એ છોકરો પોતાના પગે નહી પણ કફનમાં લપેટાઈને પોતાના ઘરે પહોંચે છે. સુરતના ડુમ્મસ વિસ્તારમાં ભીમપોરમાં મોટા મોહલ્લામાં આજે એક અંતિમ ક્રિયા થઈ. એ અંતિમ યાત્રા જ્યારે નીકળી ત્યારે આખો મોહલ્લો જ નહીં આખું સુરત રડી રહ્યું હતું. સની પટેલ એનું નામ છે

પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે માતાપિતાને સુખી કરવા માટે એમનું ભવિષ્ય સુધારવા માટે પત્નીની ઈચ્છા માટે અને પત્નીને સારું ભવિષ્ય આપવા માટે એ છોકરો કતાર જાય છે. પરિવારનો સૌથી મોટો આધાર બની અને તે દિવસ રાત કતારમાં મહેનત કરતો હોય છે. પરંતુ કતારના ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટના કારણે ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે. બ્લાસ્ટ બાદ શરૂઆતમાં શની ગુમ થયાનો સામે આવે છે. પરિવાર સતત તેના ફોનની રાહ જોતો હોય છે. દરેક ક્ષણે એક જ પ્રાર્થના કરે છે કે શની સલામત હોય. પરંતુ સર્ચ ઓપરેશન દરમિયાન સનીનો મૃદદે મળે છે

અને ત્યારબાદ પરિવારની આશાઓ પડી ભાંગે છે અને બધું જ પાણીમાં ફેરવાઈ જાય છે. કતારમાં જ રહેતા તેના ભાઈ રવિ પટેલ હોસ્પિટલમાં જઈ અને મૃદદે જે છે એ જોવે છે ઓળખ કરે છે ત્યારબાદ શનીનો જીવ ગયો છે એવા સમાચાર સુરત સ્થિત તેના પરિવાર સુધી પહોંચે છે. એ સમાચાર સાંભળતા જ આખા પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હોય. અત્યાર સુધીમાં તો જે રીતના આટલા દિવસો જતા રહ્યા ભારતીય દૂતાવા સહયોગથી તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી આજે શનીનો પાર્થિવ દેહ એ હવાઈ માર્ગ દ્વારા કતારથી અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવે છે. અમદાવાદથી એમ્બ્યુલન્સમાં સુરતના ભીમપોર ગામમાં તેને લઈ જવામાં આવે છે.

જે દીકરો સાત મહિના પહેલા જ પરિવાર માટે કમાવવા ગયો હતો તે આજે કફનમાં લપેટાઈને પોતાના ઘરે પહોંચતો હોય ત્યારે શું સ્થિતિ હશે એની કલ્પના ન કરી શકીએ. ઘરના આંગણે જે સર્જાયેલા દ્રશ્ય હતા એ હૃદય કંપાવી દે એવા હતા પોતાના વાહલ સોયા દીકરાને જ્યારે માતા જોવે છે ત્યારે ચીસો આખા વિસ્તારમાં ગુંજી ઉઠે છે પતિને છેલ્લીવાર જોઈ અને પત્ની જે રીતના રડે છે એ જે આકર છે એ આપણે સાંભળી અને કલ્પના પણ ન કરી શકીએ કે પત્ની પર શું વીતી હશે પરિવારના દરેક સભ્ય માટે એ શ્રણ એ વિચારવા લાયક અને એવું લાગે કે એ સાત મહિના પહેલા ગયેલો દીકરો જે પોતાના પરિવારના ઉજવળ ભવિષ્ય માટે ગયો હતો એની ઉંમર પણ સાવ નાની હતી અને હજુ બહુ જ બધું જોવાનું બાકી હતું પણ અંતે આ થાય છે. શનીની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.

દરેક વ્યક્તિની આંખોમાં આંસુ હતા કારણ કે સૌએ એક એવા યુવાનને વિદાય આપી હતી જેના સપના મોટા હતા જેને પરિવારને આગળ લાવવાની ધગસ હતી અને જે એટલે જ વિદેશ ગયો હતો પોતાના પરિવારને મૂકીને કારણ કે એને ખબર હતી કે ભવિષ્ય સારું કરવું હશે તો અત્યારે મહેનત કરવી પડશે. પણ એ મહેનત અને બધા પછી પરિવારને શું મળ્યું તો એક દુઃખ અને શોક જે જીવનભર એ યાદ કરતા રહેશે કે મારા દીકરાને નો મોકલ્યો હોત અને અહીંયા હોત તો અત્યારે જીવતો હોત આજે એ જે દ્રશ્ય સામે આવ્યા છે એ ખૂબ કરુણ પણ છે અને ત્યાં જેટલા પણ લોકો પહોંચ્યા હતા એટલે હજારોની સંખ્યામાં એ અંતિમ યાત્રામાં લોકો પહોંચ્યા હતા તો ત્યાંથી જે દ્રશ્ય આવ્યા છે તેના પર કરીએ નજર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *