અમેરિકાના શિકાગો શહેરના થીજાવી દેતા બરફીલા પવનો અને માઇનસ ડિગ્રી તાપમાન વચ્ચે જેનીલ શાહ અને તેની ધર્મપત્ની પ્રિયલ પોતાનો એક નાનકડો પણ અત્યંત સુખી અને સંતોષી સંચાર ચલાવતા હતા ગુજરાતમાં ભાવનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાલીતાણાના એક સાવ સામાન્ય પરંતુ અત્યંત સંસ્કારી જૈન વાણીયા પરિવારમાંથી આવતો જેનીલ વર્ષો પહેલા પોતાના ના અને પોતાના પરિવારના અનેક રૂડા સપનાઓને સાકાર કરવા અમેરિકાની ધરતી પર આવ્યો હતો પાલિતાણા એટલે ગિરિરાજ શત્રુંજયની પવિત્ર ભૂમિ જ્યાં કણ કણમાં ધર્મ અને ભક્તિનો વાસ છે આવા પવિત્ર વાતાવરણમાં ઉછરેલા જેનીલના લોહીમાં જૈન ધર્મના સંસ્કારો અને વાણીયાની વ્યાપારિક કોઠાસુજ બંને જન્મજાત ભળેલા હતા તેના પિતા પાલીતાણાની બજારમાં એક નાની કપડાની દુકાન ચલાવતા હતા અને આખો દિવસ કાળી મજૂરી કરીને તેમણે જેનીલને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું જેનીલ નાનપણથી જ ભણવામાં અત્યંત તેજસ્વી હતો અને ચાર્ટર્ડ અકાઉન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ્યારે તેણે અમેરિકા જવાની તક મળી ત્યારે આખા પરિવારે પેટે પાટા બાંધીને તેને વિદેશ મોકલવાની વ્યવસ્થા કરી હતી. શરૂઆતના દિવસો શિકાગો જેવા અજાણીયા અને અતિશય મોંઘા શહેરમાં તેણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યો હતો શરૂઆતમાં ભાડાના એક નાના રૂમમાં પાંચ અન્ય ભારતીય વિદ્યાર્થીઓ સાથે રહીને તેણે દિવસ રાત એક કર્યા હતા ક્યારેક કોલેજની ફી ભરવા માટે રાત્રે કરકડતી ઠંડીમાં પેટ્રોલ પંપ પર કામ કરવું પડતું તો ક્યારેક હાઈવે પર આવેલી મોટેલમાં નાઈટ શિફ્ટમાં ઉજાગરા કરવા પડતા હતા પરંતુ હિંમતે મરદા તો મદદે ખુદા અને વાણીયાનો દીકરો એટલે નાનપણથી જ હિસાબ કિતાબમાં પાક્કો હોવાથી તેણે ક્યારી હાર માની ન હતી પોતાની સખત મહેનત અખૂટ ધીરજ અને વ્યવસાયિક કુનેહના બળે તેણે શિકાગોમાં ધીમે ધીમે પોતાની ઓળખ ઊભી કરી અને થોડા જ વર્ષોમાં શાહ એન્ડ એસોસિએટસ નામની પોતાની એક મોટી ટેક્સ કન્સલટન્સી પેઢી ઉભી કરી દીધી આજે શિકાગોમાં તે એક અત્યંત પ્રતિષ્ઠિત અને ભરોસાપાત્ર ટેક્સ એડવાઇઝર તરીકે ઓળખાતો હતો અને અનેક મોટી ભારતીય અને અમેરિકન કંપનીઓ તેના ક્લાયન્ટ લિસ્ટમાં સામેલ હતી આ સંઘર્ષના વર્ષો દરમિયાન તેના લગ્ન પાલીતાણાના જ એક અત્યંત ધર્મનિષ્ઠ અને પ્રતિષ્ઠિત પરિવારની દીકરી પ્રિયલ સાથે થયા હતા પ્રિયલ પણ ખૂબ જ સમજદાર સંસ્કારી અને ધર્મના માર્ગે ચાલનારી યુવતી હતી તે માત્ર ઘરની ચાર દિવાલો પૂરતી સીમિત ન રહેતા પોતાના પિતાના ખભે ખભો મિલાવીને ચાલવામાં માનતી હતી અમેરિકા આવ્યા પછી શરૂઆતમાં પ્રિયલને વતનની ખૂબ યાદ આવતી હતી પરંતુ તેણે પોતાની જાતને વ્યસ્ત રાખવા અને અમેરિકામાં રહેતા તથા શુદ્ધ શાકાહારી ભોજન માટે વલખા મારતા ભારતીય પરિવારો અને ખાસ કરીને જૈન વિદ્યાર્થીઓ માટે ઘરેથી જ શુદ્ધ જૈન ભોજનની ટિફિન સેવા શરૂ કરી હતી
પ્રિયલના હાથમાં જણે અન્નપૂર્ણાનો વાસ હતો તેના હાથનું શુદ્ધ સાત્વિક અને જૈન વિધિ મુજબ બનેલું ભોજન શિકાગોના ભારતીય વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું આ બંનેના લગ્નને લગભગ નવ વર્ષ વીતી ચૂક્યા હતા ભલે સંતાન સુખ હજુ પ્રાપ્ત નહતું થયું પરંતુ તેમના દાંપત્ય જીવનમાં પ્રેમ અતૂટ વિશ્વાસ અને એકબીજા પ્રત્યેનું નું સમર્પણ એટલું ઊંડું હતું કે તેમને ક્યારેય કોઈ શારીરિક કે માનસિક ખોટ વર્તાઈ ન હતી તેઓ એકબીજાના ગાઢ મિત્ર સાચા માર્ગદર્શક અને મુશ્કેલીના સમયમાં સૌથી મોટો સહારો હતા શિકાગોની આ અત્યાધુનિક ભૌતિકવાદી અને સતત પૈસા પાછળ દોડતી દુનિયામાં રહેવા છતા તેઓ પોતાના મૂળ સંસ્કાર અને જૈન ધર્મની પ્રાણલીને જરાય ભૂલ્યા ન હતા તેમના વિશાળ ડ્રોઈંગ રૂમના એક શાંત અને પવિત્ર ખૂણામાં લાકડાનું એક અત્યંત સુંદર અને કલાત્મક દેરાસર બનાવેલું હતું જેમાં શંખેશ્વર પ્રાશ્વનાથ દાદાની મનોહર અને તેજસ્વી પ્રતિમા બિરાજમાન હતી રોજ સવારે ઓફિસ જતા પહેલા જેનીલ ફરજિયાત પણે 10 મિનિટ દાદા સમક્ષ બેસીને નવકાર મંત્રનો પાઠ અચૂક કરતો અને પોતાના વ્યવસાયમાં કોઈની સાથે અન્યાય ન થઈ અને દિવસ સારો જાય તેવી શુદ્ધ ભાવના સાથે પ્રાર્થના કરતો પ્રિયલ પણ રોજ સંધ્યાકાળે દેરાસરમાં દીવો પ્રગટાવીને ભક્તિપૂર્વક સ્તુતિ કરતી અને શક્ય હોય તો ત્યાં સુધી બંને પતિ પત્ની રાત્રિ ભોજનનો ત્યાગ કરીને છ વિહાર કરવાનું પાલન કરતા હતા જીવન ખૂબ જ શાંતિથી અને ધારીયા મુજબ પસાર થઈ રહ્યું હતું થોડા મહિનાઓ પહેલા જ તેમની વર્ષોની મહેનત રંગ લાવી હતી અને તેમને શિકાગોના ના એક અત્યંત પોષ અને શાંતપરા વિસ્તારમાં પોતાના સપનાનું નવું અને વિશાળ ઘર ખરીદ્યું હતું. આ ઘર ભલે બેંકની મોટી લોન પર હતું પરંતુ બંનેને પોતાની મહેનત અને દાદાની કૃપા પર પૂરો વિશ્વાસ હતો કે તેઓ બધું જ સારી રીતે સંભાળી લેશે ભવિષ્ય માટે તેમણે અનેક રૂડા સપનાઓ સેવ્યા હતા જેમાં સૌથી મોટું સપનું આવતા વર્ષે ભારતમાં રહેતા પોતાના વૃદ્ધ માતાપિતાને અમેરિકા બોલાવીને તેમને પોતાનું નવું ઘર બતાવવાની અને અમેરિકાની સફર કરાવવાની મોટી યોજના પણ સામેલ હતી બધું જ એકદમ કલ્પના મુજબ એક સુંદર અને સીધા માર્ગ પર આગળ વધી રહ્યું હતું આ સમયગાળા દરમિયાન જેનીલના વ્યવસાયમાં એક મોટો વણાક આવ્યો હતો જ્યારે એક મોટી કોર્પોરેટ કંપનીના ટેક્સ એડિટમાં અને નાનકડી ભૂલના કારણે તેની પઢક પેઢી પર મોટી કાનૂની મુસીબત આવી પડી હતી તે સમયે શિકાગોની કડક કાનોની વ્યવસ્થા સામે જેનીલ સાબ એકલો પડી ગયો હતો અને તેની આખી પેઢી બંધ થઈ જાય તેવી નોબત આવી હતી પરંતુ તે કપરા સમયમાં પણ પ્રિયલે જેનીલનો સાથ નહતો છોડ્યો અને બંને પતિ પત્નીએ શંખેશ્વર દાદા પર અતૂટ શ્રદ્ધા રાખીને આખી રાત નવકાર મંત્રના જાપ કર્યા હતા અને ચમત્કારિક રીતે બીજા જ દિવસે એડિટની ભૂલ એ કંપનીના જ એક અન્ય ડિપાર્ટમેન્ટની હોવાનું નું સાબિત થયું હતું અને જેનીલ સન્માનભેર આ મુસીબતમાંથી બહાર આવી ગયો હતો આ ઘટનાએ બંનેના હદીમાં ધર્મ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને હિમાલય જેવી અડક બનાવી દીધી હતી પરંતુ ઘણીવાર કાળમુખી પરિસ્થિતિ માણસને કલ્પના બહાર દસ્તક દેતી હોય છે અને માણસ જ્યારે ભવિષ્યના સૌથી સુંદર સપનાઓ જોતો હોય ત્યારે જ નીતિ પોતાનો સૌથી કઠોર પાસો ફેંકતી હોય છે એપ્રિલ મહિનાઓ ચાલી રહ્યો હતો જે અમેરિકામાં કોઈપણ અકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટ માટે ટેક્સ રિટર્ન ભરવાનો સૌથી વ્યસ્ત થકાવી નાખનારો અને ભયંકર તણાવપૂર્વક સમય માનવામાં આવે છે શિકાગોમાં આ સમયે પણ કાતિલ ઠંડીનો કહેર ચાલુ જ હતો એક સામાન્ય લાગતી ગુરુવારની સાંજ હતી બહાર આકાશ ગોરભાયેલું હતું અને કાતિલ બરફનો વરસાદ શરૂ થઈ ગયો હતો હતો હાઈવે પર ટ્રાફિક જામ હતો અને રસ્તા ઉપર બરફની ચાદર પથરાઈ ગઈ હતી રાત્રે લગભગ 10 વાગ્યે જનીનલ પોતાની ઓફિસેથી કાર ચલાવીને મહામહેનતે ઘરે આવ્યો છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેના પર કામનું અસહ્ય અને અમાનવીય દબાણ હતું ક્લાયન્ટસની લાંબી લાઈનો ફાઈલોના ઢગલા અને સરકારની ટેક્સ ડેડલાઈન પૂરી થવાના ચક્કરમાં તેને રોજ 15 16 કલાક કામ કરવું પડતું હતું તેના ભોજનનો કોઈ સમય નિશ્ચિત ન હતો અને ઊંઘ તો જાણે તેની આંખોમાંથી જ ગાયબ થઈ ગઈ હતી રોજ ઘરે આવીને પણ તે મોડી રાત સુધી લેપટોપ પર આંકડાઓ સાથે માથાકૂટ કરતો રહેતો પ્રિયલે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે અંદર પ્રવેશતા જેનીલને જોઈને તેને અંદરથી એક અજાણીયો ફાળ પડ્યો તેણે તરત જ નોંધ્યું કે જેનીલનો ચહેરો સાવ ફીકો પડી ગયો ગયો હતો તેની આંખો ઊંડે ઊંડી ઉતરી ગઈ હતી અને ચહેરા પર અસાધારણ નિસ્તેજતા છવાયેલી હતી રોજ ઘરે આવતા જ પ્રિયલને જોઈને મીઠું સ્મિત આપતો અને આખા દિવસની વાતો કરતો જેની લાજે અસામાન્ય રીતે શાંત ગંભીર અને જાણે કોઈ ભારે બોજ નીચે દબાયેલો લાગતો હતો પ્રિયલે તેનો કોટ અને બ્રીફ કેસ હાથમાંથી લેતા અત્યંત ચિંતાતુર સ્વરે પૂછ્યું કે બધું બરાબર તો છે ને આજે તમારો ચહેરો કેમ આવો નિસ્તેજ અને થાકેલો લાગે છે ત્યારે જેનીલે સોફા પર ઢળી પડતા માંડ એટલો જ જવાબ આપ્યો કે આજે કામના ભારણના લીધે થાક ખૂબ વધારે લાગે છે અને બરફના તોફાનમાં ડ્રાઈવિંગ કરવાથી માથું ભયંકર રીતે ફાટી રહ્યું છે પ્રિયલે વિચાર્યું કે કદાચ સતત કમ્પ્યુટરની સ્ક્રીન સામે બેસી રહેવાથી ઊંઘ પૂરી ન થવાથી અને બહારની કડકડ તી ઠંડીના કારણે જ આવું થાકનું પ્રમાણ વધ્યું હશે તેણે જેનીલને શાંતિથી આરામ કરવાનું કહ્યું અને તરત જ રસોડામાં જઈને તેને તેના માટે ગરમાગરમ મસાલાવાળો છૂપ બનાવી લાવી પ્રિયલ જ્યારે ગરમાગરમ મસાલાવાળો છૂપ લઈને ડાઈનિંગ ટેબલ પર આવી ત્યારે તેણે જોયું કે જેનીલ હજુ પણ તે જ અવસ્થામાં સોફા પર આંખો બંધ કરીને પડ્યો હતો અને તેના ચહેરા પરની થાકની રેખાઓ વધુ ઘેરી બની ગઈ હતી પ્રિયલે અત્યંત પ્રેમથી તેના માથે હાથ ફેરવીને તેને ડાઈનિંગ ટેબલ સુધી આવવા કહ્યું અને ટેબલ પર બંને જણા સામ સામે બેઠા બહાર શિકાગોની એ કાળામુખી રાતમાં બરફનું તોફાન સતત વધી રહ્યું હતું અને બારીના કાચ પર પવનના સુછવાટા સંભળાઈ રહ્યા હતા. ઘરમાં હીટર ચાલુ હોવાથી વાતાવરણમાં ઉફાળું હતું પરંતુ જેનીલના ચહેરા પર એક અજીબ પ્રકારની બેચેની વરતા રહી હતી તેણે માંડ બે ચમચી સૂપ લીધો હશે ત્યાં જ અચાનક તેણે પોતાના ડાબા હાથથી પાછળની છાતીએ એકદમ મજબૂત રીતે પકડી લીધી અને તેના ચહેરા પર અસહ્ય પીડાના સ્પષ્ટ ભાવ ઉપસી આવ્યા તેણે છૂપની સમી ટેબલ પર મૂકી દીધી અને ધીમા રુંધાયેલા અવાજમાં પ્રિયલને કહ્યું સાતીમાં કોઈએ મોટો પથ્થર મૂકી દીધો હોય એવું ભયંકર દબાણ અને ભારે અનુભવ થઈ રહ્યો છે શરૂઆતમાં બંનેએ એમ જ વિચાર્યું કે કદાચ આખા દિવસના ઉજાગરા સતત બેસી રહેવાથી થતી અપછાની સમસ્યા અને ટેક્સ સીઝન દરમિયાન અનિયમિત જમવાના કારણે ઉદભવેલી આ કોઈ સામાન્ય ગેસ કે એસીડીટીની તકલીક હશે કારણ કે અમેરિકાની ભાગદોડ ભરેલી જિંદગીમાં અને ખાસ કરીને બેઠાડું જીવન જીવતા આઈટી પ્રોફેશનલ્સ અને ચાર્ટરડ અકાઉન્ટસમાં આવી નાની મોટી પાછ પાછનની સમસ્યાઓ અત્યંત સામાન્ય માનવામાં આવતી હતી વાણીયાના ઘરની દીકરી હોવાથી પ્રિયલને ઘરગથ્થું ઉપચારોનું સારું એવું જ્ઞાન હતું એટલે તેણે તરત જ રસોડામાં જઈને અજમા અને સંચાવાળું ગરમ પાણી તૈયાર કર્યું અને જેનીલને તે પેવડાવીને સોફા પર થોડીવાર માટે આડો પડવા કહ્યું જેનીલ ધીમે ધીમે છાલીને સોફા પર પહોંચ્યો અને આંખો બંધ કરીને સુવાનો પ્રયાસ કરવા લાગ્યો પરંતુ આગામી 15 મિનિટમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુ બહાર જતી રહી અને કોઈ ભયંકર આફતની એંધાણી વર્તાવવા લાગી બહાર માઇનસ ડિગ્રી તાપમાન હતું અને ઘરમાં હીટર પૂર જોશમાં ચાલુ હોવા છતાં ચેનીલના કપાળ પર પરસેવાના મોટા રેલા ઉતરવા લાગ્યા જોતા જોતામાં તેનું આખું શરીર પરસેવે રેબજેબ થઈ ગયું અને તેનું શટ પણ પલળી ગયું તેણે ભારે અને ધ્રુજતા અવાજે પ્રિયલને બોલાવીને કહ્યું કે હવે તેને શ્વાસ લેવામાં પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે જાણે ફેફસામાં હવા જ પહોંચી રહી ન હોય તેવો ગભરામણનો અનુભવ થઈ રહ્યો છે અને ડાબા હાથમાં ખભાથી લઈને આંગળીઓ સુધી એક ભયંકર ચણચણાટી અને ખાલી ચડવાની શરૂઆત થઈ ગઈ છે પ્રિયલના ના મનમાં અચાનક ભઈનું એક મોટું અને અજાણીયું મોજું ફરીવળ્યું. તેનું મગજ શૂન્ય પડવા લાગ્યું. પરંતુ તેણે પોતાની જાતને સંભાળી અને તરત જ પોતાના મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ પર આ લક્ષણો વિશે ઝડપથી તપાસ કરી. જેમ જેમ તે ગૂગલ પર માહિતી વાંચતી ગઈ. તેમ તેના પગ નીચેથી જમીન સરકવા લાગી. અને તેના હાથ પગ ભઈથી કાંપવા લાગ્યા. સાતીમાં મધ્યમાં અસહ્ય પીડા અને દબાણ અચાનક કારણ વગર પરસેવે છૂટવા ડાબા હાથમાં ખાલી ચડવી અને ઝડબા સુધી દુખાવો ફેલાવવો તેના શ્વાસ લેવામાં તકલીક પડવી આ બધું જ માયોકાર્ડીયકલ ઇન્ફે ઇન્ફ્રેક્ચલ એટલે કે અત્યંત ગંભીર હાર્ટ એટેકના સીધા સ્પષ્ટ અને જેવલિયન્ડ સંકેતો હતા તેણે જેલ જેનીલને તરત જ હોસ્પિટલ જવા માટે ઊભા થવા કહ્યું પરંતુ જેનીલ હજુ પણ આ ભયાનક વાસ્તવિકતાનો સ્વીકાર કરવા તૈયાર ન હતો અને પરિસ્થિતિને સામાન્ય ગણાવવાનો નબળો પ્રયાસ કરી રહ્યો હતો અને હાફતા અવાજે કહેતો હતો કે આ માત્ર ગેસ છે અને થોડીવારમાં બધું સારું થઈ જશે પરંતુ પછી તરત જ એક એવી ભયંકર ઘટના બની જેણે પ્રિયલના હૃદયના ધપકારા અનેક ગણા વધારી દીધા અચાનક જેનીલનો ચહેરો સાવ ભીડો અને નિર્જીવ પડી ગયોતે તેના હોઠનો રંગ બદલાવવા લાગ્યો અને તે સોફા પરથી ધીમે ધીમે જમીન પર સરકી ગયો તે સંપૂર્ણપણે બેભાન ન હતો પરથયો પરંતુ તેની આંખોના ડોળા ઉપર ચડવા લાગ્યા હતા અને સ્પષ્ટ દેખાતું હતું કે તે અસહ્ય અને જીવલેણ પીડામાંથી પસાર થઈ રહ્યો છે અને તેનું શરીર હવે સાથ છોડી રહ્યું છે પ્રિયલે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર જમીન પર બેસીને જેનીલનું માથું પોતાના ખોળામાં લીધું અને પોતાના ધ્રુજતા હાથથી સીધો 91 11 પર ઇમર્જન્સી ફોન લગાવ્યો ફોન પરની અમેરિકન મહિલા કોરપરેટરે અત્યંત પ્રોફેશનલ અને શાંત અવાજમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો પ્રિયલ પાસેથી લક્ષણોની વિગત લીધી અને તેને ધીરજ રાખવાનું કહીને તરત જ એમ્બ્યુલન્સ રવાના કરી હોવાની જાણ કરી આગામી પાંચ મિનિટ પ્રિયલ માટે જણે પાંચ જન્મ જેટલી લાંબી આકરી અને પીડાદાયક તે જેનીલું માથું પોતાના ખોળામાં રાખીને આંખો બંધ કરીને સતત નવકાર મંત્રનો અને ઉવસગરહ સ્ત્રોતનો જાપ કરી રહી હતી
તેના હાથ ધ્રુજી રહ્યા હતા આંખોમાંથી શ્રાવણ ભાદરવાની જેમ સોધરા આંસુ વરસી રહ્યા હતા અને સામે તેના જીવન સાથીની હાલત પળ પળ બગડી રહી હતી એક પત્ની તરીકે તે સાવ લાચાર અને નિસહાય બની ગઈ હતી થોડા જ સમયમાં શિકાગોના બરફની સફેદ ચાદર ઓઢેલા શાંત અને નિર્જન રસ્તાઓને છીરતી સાયરેન વગાડતી એક અત્યાધુનિક એમ્બ્યુલન્સ તેમના ઘરની બહાર આવીને ઊભી રહી પેરામેડિકલ સ્ટાફના ત્રણ સભ્યો પોતાના ઇમર્જન્સી મેડિકલ કીટ સાથે ઝડપથી દરવાજો ખોલીને અંદર આવ્યા અને તેમણે જમીન પર પડેલા જેનીલની પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી મશીન પર દેખાતા ધબકારા ઓક્સિજન લેવલ અને બ્લડ પ્રેશરના આંકડા જોઈને તેમના ચહેરા અત્યંત ગંભીર અને ચિંતાતુર બની ગયા તેમણે તરત જ પોર્ટેબલ એસીજી મશીન લગાવ્યું અને તેમાં દેખાતી લાઈનો જોઈને તેઓ સમજી ગયા કે આ અત્યંત ગંભીર પ્રકારનો હાર્ટ એટેક છે તેમણે એક પણ સેકન્ડ બગાડ્યા વિના જેનીલના ચહેરા પર ઓક્સિજન માસ્ક લગાવ્યો તેને આઈવી લાઈન આપી અને અત્યંત ચાવછેતી પૂર્વક સ્ટ્રેચર પર લઈને એમ્બ્યુલન્સ તરફ દોટ મૂકી પ્રિયલ પણ પોતાનો કોઠ પહે પહેરીને ઘરને લોક કર્યા વિના જ એમ્બ્યુલન્સમાં તેમને પાછળ બેસી ગઈ શિકાગોની વિશાળ અને અત્યાધુનિક હોસ્પિટલ તરફ એમ્બ્યુલન્સ તરફ બરફના તોફાનને ચીરતી પૂરપાટ ઝડપે દોડી રહી હતી. એમ્બ્યુલન્સની અંદરનું દ્રશ્ય અત્યંત હૃદય દ્રાવક હતું. પેરામેડીટિક્સ સતત જેનીલના જીવને બચાવવા માટે મેડિકલ પ્રોસીજર કરી રહ્યા હતા. અને પ્રિયલ એક ખૂણે સંકોચાઈને બેઠી બેઠી શંખેશ્વર દાદાને પોતાના પતિના શ્વાસ બક્ષવા માટે આજીજી કરી રહી હતી હોસ્પિટલ પહોંચતાની સાથે જ પહેલેથી જ તૈયાર ઉભેલી મેડિકલ ટીમે જેનીલે સીધો ઇમર્જન્સી આઈસીયુ વિભાગમાં ખસેડ્યો હોસ્પિટલની તેજસ્વી સફેદ લાઈટો ચારે તરફ દોડતા ડોક્ટરો અને નર્સો મશીનોનો બીપ બીપ કરતા ડરામણા અવાજો અને ફિનાઈલ તથા દવાઓની તીવ્રવાસ વચ્ચે પ્રેયલનું મન ભય આઘાત સાથે અનિશ્ચતતાથી શૂન થઈ ગયું હતું તેને બહારના વેટિંગ એરિયામાં અકેલી બેસાડી દેવામાં આવી હતી જ્યાં તે સતત ઘડિયાળના કાંટાઓ અને આઈસીયુના બંધ દરવાજા તરફ તાંકી રહી હતી લગભગ પોણો કલાકની અત્યંત સધન તપાસ લોહીના અનેક રિપોર્ટસ અને એન્જીયોગ્રાફી પછી હૃદય રોગના અત્યંત અનુભવી નિષ્ણાંત ડોક્ટર ડેવિડ બહાર આવ્યા અને તેમના ચહેરા પરની ગંભીરતા જોઈને પ્રિયલના હૃદયના ધબકારા જાણે થોડીવાર માટે થંબી ગયા ડોક્ટરે પ્રિયલને કાઉન્સલિંગ રૂમમાં બોલાવી અને અત્યંત ધીમા પણ સ્પષ્ટ અને ભારે અવાજે પરિસ્થિતિની ભયાનકતા સમજાવતા કહ્યું કે પ્રિયલ આ કોઈ સામાન્ય એટેક નથી પરંતુ તમારા પતિને મેસિવ કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે અને તેમના હૃદયની મુખ્ય ધમનીઓમાં 90 90 ટકાથી વધુ જીવલેણ બ્લોકેજ છે સ્થિતિ ખૂબ જ ક્રિટિકલ છે અને અમારે તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે પણ મારે તમને વાસ્તવિકતા જણાવવી રહી કે આ સરજ સાજરીમાં જીવનું મોટું જોખમ છે અને બચવાની શક્યતાઓ બહુ જ ઓછી છે જો સમયસર સારવાર ન મળે તો ગણતરીની મિનિટોમાં તેમનો જીવ જઈ શકે છે અને આગામી 24 કલાક તમારા અને તમારા અમારા અને તમારા મારા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે આ શબ્દો સાંભળતા જ પ્રેયલના પગ નીચેથી શિકાગોની જમીન ખસી ગઈ અને તેને લાગ્યું કે જાણે તેનું આખું અસ્તિત્વ એક ભયાનક અને કાળી ખીણમાં ગરકાવ થઈ ગયું છે પ્રિયલના પગ નીચેથી જાણે શિકાગોની ધરતી સંપૂર્ણપણે ખસી ગઈ અને તેને લાગ્યું કે તેનું આખું અસ્તિત્વ એક ભયાનક કાળી અને ઊંડી ખીણમાં ગરકાઉ થઈ ગયું છે આંખો સામે અંધારા છવાઈ ગયા અને હોસ્પિટલની એ તેજસ્વી લાઈટો પણ તેને સાવ ઝાંખી લાગવા માંડી ડોક્ટર ડેવિડના એ નિર્ણય પર વાસ્તવિક શબ્દો તેના કાનમાં ઓળગેળા શીસાની જેમ રેડાઈ રહ્યા હતા કે જેનેરા બસવાની શક્યતાઓ બહુ જ ઓછી છે એક પત્ની માટે આનાથી મોટો કોઈ આઘાત હોઈ જ ન શકે થોડા કલાકો પહેલા જ જે માણસ સાથે તે ભવિષ્યના સુંદર સપનાઓ ગુંથી થી રહી હતી હસી મજાક કરી રહી હતી અને આવનારા વર્ષે માતા-પિતાને અમેરિકા બોલાવવાની યોજનાઓ બનાવી રહી હતી તે જ માણસ અત્યારે અચાનક જીવન અને મૃત્યુ વચ્ચેની સૌથી ભયાનક લડાઈ લડી રહ્યો હતો ડોક્ટર ડેવિડે અત્યંત ગંભીરતાથી પ્રિયલના હાથમાં ઓપરેશન માટેનું સંમતિ પત્રક એટલે કે કન્સેન્ટ ફોર્મ પકડાવ્યું અને કહ્યું કે અમારે તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરી શરૂ કરવી વી પડશે અને આ કાગળ પર તમારી સહી અત્યંત જરૂરી છે કારણ કે સર્જરી દરમિયાન જો કંઈ પણ અઘટિત બને તો હોસ્પિટલની કોઈ જવાબદારી રહેશે નહીં આ સાંભળીને પ્રિયલના હાથ એટલી હદે ધ્રુજવા લાગ્યા કે પેન પકડવી પણ તેના માટે મુશ્કેલ થઈ ગઈ તેણે આંખો બંધ કરી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કર્યું અને કાપતા હાથે તે કાગળ પર સહી કરી આપી સહી સહી કરતા જ જાણે તેણે પોતાના પતિના જીવનની ડોર ઈશ્વર અને ડોક્ટરોના હાથમાં સોપી દીધી હોય તેવી લાચારી અનુભવી ડોક્ટરોની એક આખી વિશેષ ટીમ તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં દોડી ગઈ અને થિયેટરની બહારનો એ ભયાનક લાલ બલ્બ ચાલુ થઈ ગયો જે દર્શાવતો હતો કે અંદર એક માણસ પોતાના શ્વાસ ટકાવી રાખવા માટે મોત સામે જંગ લડી રહ્યો છે. બહાર વેટિંગ એરિયામાં સાવ એકલી નિરાધાર અને લાચાર બેઠેલી પ્રિયલને હવે અમેરિકાની આ ધરતી સાવ પારકી અને અજાણી લાગવા માંડી વિદેશની ધરતી પર જ્યાં કોઈ પોતાનું લોહીનું સગું ન હતું
ત્યાં આજે તેને પોતાના વતનની માતા પિતાની અને પોતાના પાલીતાણા ગામના લોકોની સખત ખોટ ચાલી રહી હતી અમેરિકામાં ભલે અત્યારે મધરાતનો સમય હતો પરંતુ ભારતમાં સવાર પડી પડી ચૂકી હતી પ્રિયલે ભારે હૈએ અને રડતા અવાજે ભારતમાં પાલીતાણા ફોન કર્યો બંને પરિવારોને જ્યારે આ ભયાનક સમાચાર મળ્યા ત્યારે પાલીતાણાના એ શાંત અને ધર્મમય ઘરમાં આજે કોઈએ જીવતો બોમ્બ ફેંક્યો હોય તેવો આઘાત છવાઈ ગયો આકરંદ અને રોકડો વાતાવરણ સર્જાઈ ગયું માવતર માટે તો પોતાનો જુવાન જોધ દીકરો સાત સમંદર પાર આટલી ગંભીર હાલત માં હોય અને પોતે કોઈ કરી જ ન શકે તે લાચારી અસહ્ય હતી જેનીલના માતાપિતા ફોન પર કૃસ્કે ને કૃષ્કે રડી પડ્યા હતા અને સતત ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા પ્રિયલના પિતાએ પોતાની દીકરીને હિંમત આપવાનો નબળો પ્રયાસ કર્યો અને કહ્યું કે બેટા ધીરજ રાખજે અને દાદા પર ભરોસો રાખજે આપણે જેનીલ એમ તેમ બહાર આવી જશે પરંતુ વાસ્તવમાં અંદરથી સૌના જીવ પડી ડીકે બંધાયા હતા અને સૌ કોઈ જાણતા હતા કે પરિસ્થિતિ કેટલી નાજુક છે ફોન મૂક્યા પછી પ્રિયલ હોસ્પિટલના લાંબા અને શાંત કોરિડોરમાં ધીમે પગલે ચાલવા લાગી તેનું મન ભય અને ચિંતાના ભયંકર વાવાજોડામાં ફસાયેલું હતું તે હોસ્પિટલના એક ખૂણામાં આવેલા નાના પ્રાર્થના કક્ષમાં ગઈ ત્યાં ભલે કોઈ હિન્દુ કે જૈન દેવી દેવતાની મૂર્તિ ન હતી પરંતુ શ્રદ્ધાને કોઈ બાહ્ય આંડબરની જરૂર ન હતી તેણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોઈતળીએ બેસીને પોતાની આંખો બંધ કરી તેણે પોતાના હૃદયના ઊંડાણમાંથી પોતાના ઈષ્ટદેવ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા અને 24માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું અત્યંત ભાવપૂર્વક સ્મરણ કર્યું તેના હૈયામાંથી એક સાચો પવિત્ર અને વેદનાથી ભરેલો આરતનાદ નીકળી ગયો તેણે બે હાથ જોડીને સતત વહેતા આંસુઓ સાથે ઈશ્વર ને આજીજી કરી કે હે મારા શંખેશ્વર દાદા મારા જીવનમાં મેં ક્યારેય તમારી પાસે કોઈ ભૌતિક સુખ સંપત્તિ કે પૈસાની માંગણી નથી કરી આજે હું પારકા દેશમાં સાવ એકલી નિરાધાર અને નિસહાય પડી ગઈ છું મારા જેનીલના શ્વાસ હવે માત્ર અને માત્ર તમારા હાથમાં છે વિજ્ઞાન અને ડોક્ટરો ભલે ગમે તે કહે પણ મને તમારા પરગજા પર પૂરો વિશ્વાસ છે મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી કોઈ આશરો નથી જો તમે મારા પતિને આ કાળમુખા સમયમાંથી એમખેમ બહાર કાઢી લેશો અને તેને નવું જીવન બક્ષશો તો અમે બંને પતિ પત્ની અમેરિકાથી સીધા પાલીતાણા આવીશું અને આપણે ત્યાં ગિરિરાજ શંત્રુજયની 99 યાત્રા ખુલ્લા પગે કરીશું અને જીવનભર તમારા અનંત ઉપકારના ઋણી રહીશું આ એક માનતા કોઈ માત્ર કોઈ શોદો ન હતો પરંતુ એક પત્નીનો ઈશ્વર પરનો સૌથી મોટો અતુટ અને નિસ્વાર્થ વિશ્વાસ હતો. આ હૃદય દરાક પ્રાર્થના પછી પ્રિયલના અશાંત અને ભયભીત મનમાં અચાનક એક અજાણી અને ભવ્ય શાંતિ ઉતરી આવી તેની અંદરથી એવો અહેસાસ થવા લાગ્યો કે ક્યાંકને ક્યાંક આશાનું એક નાનકડું કિરણ જન્મ્યું છે
અને દાદાએ તેની અરજ સાંભળી લીધી છે તે પ્રાર્થના કક્ષમાંથી બહાર આવીને ફરીથી આઈસીયુની બહાર રાખવામાં આવેલી ખુરશી પર બેસી ગઈ અને હાથમાં નવકાર માળી લઈને ને સતત જાપ કરવા લાગી આ તરફ ઓપરેશન થિએેટરમાં ડોક્ટર ડેવિડ અને તેમની નિષ્ણાત સર્જરીના આખી ટીમ જેનીલનો જીવ બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી હતી છાતી ખોલીને હૃદયની બંધ પડી ગયેલી નળીઓને સાફ કરવાનું અને બાયપાસ કરવાનું કામ અત્યંત જટિલ અને જોખમી હતું કલાકો પસાર થતા ગયા સમય જાણે ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યો હોય તેવું પ્રિયલને લાગતું હતું દરેક પસાર થતી સેકન્ડ તેના માટે વર્ષો જેટલી ભારે હતી આ દરમિયાન શિકાગોના સ્થાનિક જૈન સમાજના આગેવાનો અને ચેનલના કેટલાક અત્યંત નજીકના ગુજરાતી મિત્રોને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓો કડકડતી ઠંડી અને બરફના તોફાનની પરવાહ કર્યા વગર અડધી રાત્રે હોસ્પિટલ દોડી આવ્યા પ્રિયલને આ મુશ્કેલ અને એકલવયા સમયમાં પોતાના દેશવાસીઓ અને સમાજના લોકોને જોઈને થોડી હિંમત મળી કોઈએ તેને પાણી પીવડાવ્યું તો કોઈએ તેના ખભે હાથ મૂકીને સાત્વતના આપી વાણીયા સમાજની એકતા અને એકબીજાને મદદ કરવાની ભાવના આ કપડા સમયે સ્પષ્ટ દેખાઈ રહી હતી આર્થિક ચિંતા પણ હવે એક મોટા કાળા નાગની જેમ ફૂફાડા મારી રહી હતી અમેરિકામાં આવી ગંભીર સર્જરી અને આઈસીયુ નો ખર્ચ લાખો ડોલરમાં પહોંચી જતો હોય છે
જેનીલ પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ તો હતો પરંતુ આવા અચાનક આવી પડેલા સંકટમાં કવરેજની મર્યાદાઓ કેટલી હશે તે કોઈ જાણતું ન હતું છતાં પ્રેયલ માટે અત્યારે પૈસા કરતાં જેનીલનો જીવ લાખો ગણો વધુ કીમતી હતો તેણે પોતાના મનને મક્કમ કરી લીધું હતું કે જરૂર પડે તો પોતાની તમામ જીવનભરની બચત વાપરી નાખશે ઘર વેચી દેશે પણ જેનીલને કંઈ નહીં થવા દે આખરે લગભગપાંચ કલાકની ની અત્યંત લાંબી થકવી નાખનારી અને જીવલેણ જટિલ સર્જરી પછી ઓપરેશન થિએેટરનો લાલ બલ્બ બંધ થયો અને ડોક્ટર ડેવિડ પરસેવે રેબજેબ થયેલી હાલતમાં બહાર આવ્યા તેમના ચહેરા પર થાક હતો પણ સાથે એક નાનકડી રાહત પણ હતી પ્રિયલ અને ત્યાં ઉપસ્થિત તમામ મિત્રો તરત જ તેમની આસપાસ વીંટળાઈ ગયા ડોક્ટરે ધીમા અવાજે કહ્યું કે સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ અને અમે બ્લોકેજ દૂર કરીને બાયપાસ કરવામાં સફળ રહ્યા છીએ પરંતુ પરિસ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર છે જેનીલનું શરીર ખૂબ જ નબળું પડી ગયું છે અને અમે તેને અત્યારે લાઈફ સપોર્ટ સિસ્ટમ એટલે કે વેન્ટિલેટર પર રાખ્યો છે આગામી 48 થી 72 કલાક તેના જીવ માટે સૌથી વધુ મહત્વના અને જોખમી છે
જો તેનું હૃદય જાતે પૂરતા પ્રમાણમાં પમ્પિંગ કરવાનું શરૂ નહીં કરે તો અમે કંઈ જ કહી શકીએ નહીં આ સમાચાર સાંભળીને પ્રિયલને થોડી રાહત તો મળી કે ઓપરેશન ટેબલ પર જેનીલનો જીવ બચી ગયો છે પરંતુ ભવિષ્યનો ડર હજુ પણ તેના મનમાં ઝડબે સલાક ઘર કરી ગયો હતો થોડા સમય પછી પ્રિયલને આઈસીયુમાં જેનીલને મળવા જવાની મંજૂરી આપવામાં આવી કાચના એ અત્યાધુનિક રૂમમાં અસંખ્ય વાયરો બીપ બીપ કરતા મોનિટર અને શ્વાસ લેવા માટે લગાવેલા મોટા મશીનો વચ્ચે નિસ્તેજ અને બેબન હાલતમાં પડેલા જેનીલને જોઈને પ્રિયલનું કાળજું ચિરાઈ ગયું તે ધીમે પગલે તેની પાસે ગઈ અને તેના ઠંડા પડી ગયેલા હાથને પોતાના હાથમાં લઈને સતત અશરુધારા વહાવતી રહી અને મનોમન નવકાર મંત્રની ધૂન ગુંજવા લાગી આવનારા દિવસો અને રાતો પ્રિયલ માટે આંખના પલકારા વિના પસાર થવાના હતા તેનું આખું વિશ્વ હવે આ હોસ્પિટલના આઈસીયુ રૂમ પૂરતું સીમિત થઈ ગયું હતું જ્યા