જામનગરના સાંસદ પૂનમ માડમ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે કેમ કે સાંસદ પૂનમ માડમના માતૃશ્રી દીનાબેન હેમંતભાઈ માડમનું 78 વર્ષની વય અવસાન થયું છે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા જ સમગ્ર હાલાર પંથક માડમ પરિવાર તેમજ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે સાંસદ પૂનમ માડમે તેમની માતાની નનામીને કાંધ આપી છે અને રૂઢી ચુસ્ત પરંપરાને તોડી છે
તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ જામનગર પંથકમાં શોકની લાગણી ફરીવળી છે કેમ કે સાંસદ પૂનમબેન માડમના માતા દીનાબેન હેમંતભાઈ માડમનું 78 વર્ષની વયે અવસાન થયું છે. દીનાબેન માડમ લાંબા સમયથી જામનગરના સામાજિક અને પારિવારિક વર્તુળોમાં આદરણીય સ્થાન ધરાવતા હતા તેમના નિધનના સમાચાર મળતા જ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક તેમજ પ્રદેશ કક્ષાના નેતાઓ કાર્યકરો અગ્રણીઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. સાંસદ પૂનમ માડમ અને તેમના પરિવારને શાંતવના પાઠવવા માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. સ્વદીનાબેન હેમંતભાઈ માડમની અંતિમ યાત્રા તેમના જામનગર સ્થિત નિવાસસ્થાન નવાગામ ઘેડ ખાતેથી નીકળી હતી.
આ અંતિમ યાત્રામાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકીય સામાજિક આગેવાનો વ્યાપારીઓ અને મોટી સંખ્યામાં સમર્થકો અને નાગરિકોએ જોડાઈને સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ અંતિમ યાત્રામાં રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પૂર્વ મંત્રી મૂડ બેરા ધારાસભ્ય દિવ્યેશ અકબરી પૂર્વ એમપી ચંદ્રેશ પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા આ અંતિમ યાત્રામાં જોડાયા છે. પૂનમ માડમના માતૃશ્રીની અંતિમ યાત્રા માડમફળ નવાગામ ઘેડથી નીકળીને સોનાપુરી સ્મશાન ખાતે પહોંચી છે. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા છે.
સામાન્ય રીતે સામાજિક પરંપરા મુજબ પુરુષો જ નશ્વરદયને કાંધ આપતા હોય છે પરંતુ સાંસદ પૂનમબેન માડમે રુજીચુસ્ત પરંપરાઓને બાજુ પર મૂકી અશરુભીની આંખો સાથે પોતાની માતાની અર્થીને કાંધ આપીને દીકરી તરીકેની ફરજ નિભાવી છે ગમગીન વાતાવરણમાં યોજાયેલી અંતિમ યાત્રામાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના પરિવારજનો પણ જોડાયા છે તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે જામનગરથી સામે આવ્યા છે [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] માડમ પરિવારે જામનગર અને હાલારના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે
આવા કપડા સમયે સમગ્ર જામનગરની જનતા અને ભાજપ પરિવાર સાંસદ પૂનમબેન માડમ અને તેમના પરિવારની પડખે ઊભો છે ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે