Cli

ઈરાને બંધ કર્યું “હોર્મુઝ”ફરી એકવાર સર્જાશે પેટ્રોલ સંકટ?

Uncategorized

પશ્ચિમ એશિયામાં તણાવ ફરી એકવાર ચરમ સીમાએ પહોંચી ગયો છે અમેરિકાએ થોડાક સમય અગાઉ ઈરાનના કેટલાય મોટા શહેરો પર ખૂબ ભયાનક હુમલા કર્યા છે આ હુમલાના જવાબમાં ઈરાને મિસાઈલ હુમલા પણ શરૂ કરી દીધા છે. ઈરાનની સેના આઈઆરજીસીનું નિવેદન સામે આવ્યું છે કે જ્યાં સુધી દુશ્મન તેની આક્રમક હરકતો ચાલુ રાખશે ત્યાં સુધી અમારું ઓપરેશન ચાલુ જ રહેશે તો આ તરફ ઈરાનના વિવિધ શહેરો તહેરાનથી લઈને કરાજ બોમ્બ ધડાકાના અવાજથી ધરુજી ઉઠ્યા છે રાવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આજે દાવો કરવામાં આવ્યો છે કે તેમના દ્વારા ઈરાનની અંદર કેટલાય સૈન્ય ઠેકા કાણાઓ ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે.

આ હુમલામાં ઈરાનની સેના આઈઆરજીસીના સર્વેલન્સ કમ્યુનિકેશન અને એર ડિફેન્સને અમેરિકાએ પ્રિસીજન હથિયારો વડે નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર આ કાર્યવાહી કરવા પાછળનું એક કારણ પણ આપવામાં આવ્યું છે આ કારણ બતાવવામાં આવ્યું છે આત્મરક્ષા આત્મરક્ષા એટલે કે સેલ્ફ ડિફેન્સ આ ક્ષેત્રમાં અમેરિકન સેના અને સાથે જ અમેરિકાના કેટલાય વાણિજ્યિક એટલે કે કમર્શિયલ હિતોને ઈરાનની આક્રમકતા સામે જોખમ છે આવું જગત જમાદાર અમેરિકાનું કહેવું છે. આ સમગ્ર મામલે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ પણ સામે આવી છે. દર્શક મિત્રો આપણે સૌપ્રથમ એ સત્તાવાર ટ્વીટ પર નજર કરીએ તો તો દર્શક મિત્રો અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આ ટ્વીટ કરીને જે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો છે તેની સત્તાવાર જાણકારી તેમના દ્વારા આપવામાં આવી છે એમના દ્વારા એક હુમલાનો સત્તાવાર વિડીયો પણ તેમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે અમેરિકા દ્વારા બે મહત્વના શબ્દો અહિયા એમના દ્વારા લખવામાં આવ્યા છે

પહેલું યુએસએસ માઈકલ મરફી આ જહાજપ પરથી તેમના દ્વારા ટોમાહોક ક્રુઝ મિસાઈલોને લોન્ચ કરવામાં આવી હતી અને આ ટોમાહોક ક્રુઝ મિસાઈલો વડે ઈરાનના જે વિવિધ શહેરો છે તેની પર પ્રસીઝન સ્ટ્રાઇક અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવી હતી. સૌપ્રથમ અહીંયા આપણે બે શબ્દોનું મહત્વ સમજીએ. તો પહેલો શબ્દ છે પ્રિસીઝન સ્ટ્રાઇક. પ્રિસીઝન સ્ટ્રાઇક નો મતલબ થાય છે કે આજુબાજુના વિસ્તારને નુકસાન પહોંચાડ્યા વગર નક્કી કરેલા ટાર્ગેટ પર સચોટ પ્રહાર કરવો અને આ માટે અમેરિકાએ ટોમાહોક ક્રુઝ મિસાઈલનો ઉપયોગ કર્યો છે આપણે ટોમાહો ક્રુઝ મિસાઈલની જાણકારી પ્રાપ્ત કરીએ તો આ એક ટોમાહોક ક્રુઝ મિસાઈલ આપણે જણાવી દઈએ કે મિસાઈલોના મુખ્યત્વે બે પ્રકાર હોય છે

એક તો બેલેસ્ટિક મિસાઈલ અને એક છે ક્રુઝ મિસાઈલ બેલેસ્ટિક મિસાઈલની ખાસિયત એ હોય છે કે તે વાતાવરણની બહાર જઈને પાછી વાતાવરણમાં પ્રવેશ કરે છે અને પછી તે ટાર્ગેટ પર એક સચોટ હુમલો કરે છે જ્યારે ક્રુઝ મિસાઈલની ખાસિયત એ છે કે તે જમીનથી ખૂબ ઓછા અંતરે ઉડીને સીધું જ તે પોતાના ટાર્ગેટ પર હુમલો કરી દેશે તો અમેરિકા મોટાપાએ આ ટોમાહોક મિસાઈલોનો ઉપયોગ કરતું આવ્યું છે. આ ટોમાહોક ક્રુઝ મિસાઈલની વાત કરીએ તો અમેરિકન લોંગ રેન્જ જેટ પાવર ક્રુઝ જેટ પાવરથી સજ એક ક્રુઝ મિસાઈલ છે ટોમાહોક મિસાઈલોને 1970 ના દાયકામાં જનરલ ડાયનેમિક કંપની દ્વારા બનાવવામાં આવી હતી અને આ પછી ઘણી કંપનીઓએ તેના ઉત્પાદનમાં ફાળો આપ્યો છે હાલમાં 1995 ના વર્ષથી આજે રાયધીયન નામની જે કંપની છે તે આ મિસાઈલોનું ઉત્પાદન કરી રહી છે. હાલમાં અમેરિકા સિવાય આ ક્રુઝ મિસાઈલો ઓસ્ટ્રેલિયા યુનાઇટેડ કિંગડમ અને નેધરલેન્ડ પાસે છે અને અમેરિકાએ ભૂતકાળમાં જેમ કે 1991 નું પહેલું ખાડી યુદ્ધ હોય તેમાં પણ તેણે ઉપયોગ કરેલો છે

આ પછી જ્યારે અમેરિકા દ્વારા ઈરાક પર હુમલો કરવામાં આવ્યો ત્યારે પણ તેના દ્વારા આ ક્રુઝ મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે વાત કરીએ આપણે ઈરાનની તો આ દર્શક મિત્રો આ તમે પશ્ચિમ એશિયાનો મેપ જોઈ શકો છો અને પશ્ચિમ એશિયામાં ઉપર તરફ આ રહ્યું ઈરાન અને નીચે આ ખાડી દેશો આવેલા છે અમેરિકાએ ઈરાનના ઘણા બધા શહેરો પર ખૂબ મોટાપાએ બોમ્બ વર્ષા પણ કરી છે નકશાની મદદથી સમજીએ તો અમેરિકાએ ઈરાનમાં સ્ટેટ ઓફ હોરમુસની નજીક આવેલા શહેરો જેમ કે અહિયા આ સ્ટેટ ઓફ હોરમુસ છે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે અને સ્ટેટ ઓફ હોરમુસ ની નજીક ઘણા બધા ઈરાનના શહેરો આવેલા છે જેમ કે બંદર અબ્બાસ મિનાબ સિરીક જાસક અને કેશમ ટાપુઓ ઉપર ખૂબ ભયંકર હુમલા કરેલા છે. તો હવે ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે અમે આ સ્ટ્રેટ ઓફ હુરમુઝને ફરી એકવાર બંધ કરી દઈએ છીએ. તો બીજી તરફ ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકન સેનાના બેસ અલ અજરાક એટલે કે મુઆફક અલ સલતી એરબેસ પર ખૂબ મોટાપાએ બેલેસ્ટિક મિસાઈલો વડે આજે હુમલો કરી દીધો છે. તો દર્શક મિત્રો આ રહ્યું જોર્ડન અને જોર્ડન પણ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનું પશ્ચિમ એશિયામાં ખૂબ મહત્વનું ભાગીદાર રહ્યું છે

અને હવે ઈરાન દ્વારા જોર્ડનમાં જે અમેરિકન બેઝ આવેલો છે તેની પર ખૂબ મોટાપાએ બેલેસ્ટિક મિસાઈલો વડે હુમલો કરી દીધો છે. જોર્ડનમાં આ બેઝનું નામ છે મુઆફક અલસલટી બેઝ અને આ બેઝ પશ્ચિમ એશિયામાં અમેરિકન સૈન્ય અભિયાનો માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ તેને માનવામાં આવે છે આમ પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે આ અગાઉ લેબનોનમાં ઇઝરાયેલના હુમલાઓ ચાલુ હતા અને તે પછી ઈરાને ઇઝરાયેલ પર એટેક કરી દીધો હતો ઇઝરાયલે પણ ઈરાન પર એટેક કર્યો હતો અને હવે અમેરિકા દ્વારા ઈરાન પર ખૂબ મોટાપાએ હુમલા કરવામાં આવ્યા છે ક્રુઝ મિશ મિસાઈલોનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે માટે જોવાનું એ રહે છે કે આગામી 24 થી 48 કલાકમાં જે તણાવ વધ્યો છે તે કયો નવો વણાંક લેશે અપેક્ષા રાખીએ ફરી એકવાર બંને દેશો વચ્ચે એટલે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંવાદ શરૂ થઈ જાય અને ફરી એકવાર પરમાણુ કરારો માટે પણ તેઓો સંવાદ હાથ ધરે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો WhatsApp ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *