અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના આજે પણ આ દુર્ઘટનાને યાદ કરીએ ને તો પગ નીચેથી જમીન ખસી જાય એક સાથે 241 લોકોના મોત ઘણા બધા સવાલો એવા ઊભા થયા કે શું પાયલટ દ્વારા આ મુસાફરોનો જીવ બચાવવા માટે કોઈ પ્રયાસ નહીં કરવામાં આવ્યો હોય પણ હવે આ જ દુર્ઘટનાને લઈને એક મોટો ખુલાસો થયો છે અને જે લેબ આસિસ્ટન્ટ છે એમના જ દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો તેની વાત આ વીડિયોમાં નમસ્કાર હું હંસની અને તમે જોઈ રહ્યા નિર્ભય ન્યુઝ એક વર્ષ પહેલા અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી અને હવે એક રિપોર્ટ સામે આવ્યો છે પાયલટને લઈને આ વિષયને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદ પ્લેન ક્રેશના બાબતે પાયલટ સુમિત સભરવાલે છેલ્લે ઘડી સુધી દુર્ઘટના રોકવાના પ્રયાસ કર્યા હતા. એક વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી ભયાનક વિમાન દુર્ઘટના બાબતે બીજી એક રસપ્રદ માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલમાં એરક્રાફ્ટની ટેકનિકલ ખામી કે પાયલટની
ભૂલ અંગે પણ આશંકા વ્યક્ત કરાઈ હતી. જો કે હવે બીજો એક એવો અહેવાલ સામે આવ્યો છે જે આ દુર્ઘટનાની તપાસમાં મહત્વનો સાબિત થઈ શકે એમ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના શબઘરમાં પાયલટ કેપ્ટન જે સુમિત સભરવાલના મૃદદેને સૌથી પહેલા લેબ આસિસ્ટન્ટે જોયો હતો અને આ પ્રત્યક્ષદર્શીની જુબાની કેપ્ટન સભરવાલની કર્તવ્ય નિષ્ઠાની અજોડ કહાની બયા કરે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની પેથોલોજી લેબમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય રોમિન વહરાએ આ સમગ્ર મામલે જે દ્રશ્ય જોયા હતા એનું જ વર્ણન કર્યું છે. આ અકસ્માતમાં તેમના પોતાના પરિવારના ત્રણ સભ્યો છે એ પણ એમણે ગુમાવ્યા છે. તેઓ પરિવારની ઓળખ કરવા માટે જ્યારે શબઘરમાં ગયા હતા ત્યારે તેમને લાશોના ઢગલા જોવા મળ્યા હતા અને તેમના જણાવ્યા અનુસાર આ શબઘરમાં એ ખૂણામાં એર ઇન્ડિયાની ફ્લાઈટ 171 ના પાયલટ ઇન કમાન્ડ કેપ્ટન સુમિત સબરવાલનો મૃદદે પણ અલગ રખાયો હતો. કેપ્ટનના શરીરનો પાછળનો ભાગ બળી ગયો હતો
પરંતુ આગળનો ભાગ અકબંધ હતો તેમનો મૃદદે ખુરશીમાં બેઠા હોય એવી સ્થિતિમાં હતો. તેમના સફેદ શર્ટ પર ચાર ગોલ્ડન પટ્ટા જે તેમની સિનિયોરિટી દર્શાવે છે કાળી ટાય ટ્રાઉઝર અને શુઝ બધું જ વ્યવસ્થિત હતું. આશ્ચર્યની બાબત તો એ છે કે મૃત્યુ બાદ પણ કેપ્ટન સભરવાલના બંને હાથ વિમાનના સ્ટેરિંગ પર મજબૂત રીતે જોડાયેલા હતા. અકસ્માતની ટક્કરથી સ્ટેરિંગને નુકસાન થયું હતું અથવા તો પછી બચાવ કર્તાઓએ તેમને કાપીને બહાર કાઢ્યું હતું. હોસ્પિટલના એક ડોક્ટરે પણ રોમીનની આજે વાત છે તેને સમર્થન આપ્યું હતું અને જે ઉડયન નિષ્ણાંતો છે એ લોકોનું એવું કહેવું છે કે આ સ્થિતિ સાબિત કરે છે કે કેપ્ટન સભરવાલે વિમાન બચાવવા માટે છેલ્લી ઘડી સુધી ખૂબ જ પ્રયત્ન કર્યા હતા અને આ સમગ્ર મામલે તેઓ જજૂમ્યા પણ હતા. અકસ્માત રીટેક અકસ્માતના એક મહિના પછી એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા બહાર પડાયેલા એક અહેવાલમાં પણ જણાવવામાં આવ્યું હતું કે ટેકઓફ પછી તરત જ વિમાનના બંને એન્જિનોના ફ્યુલ સપ્લાય માત્ર એક સેકન્ડના અંતરે બંધ થઈ ગયા હતા. આ મુદ્દે તપાસ કર્તાઓએ આડકતરી રીતે સંકેત આપ્યો હતો કે પાયલટની ભૂલ હોઈ શકે છે.
આ દરમિયાન તપાસ કાર્યકર્તાઓએ કેપ્ટન સુમિત સભરવાલના 91 વર્ષના પિતા છે એમને ફોન કરીને તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે સવાલો પણ પૂછ્યા હતા અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા જો કે એ બાદ ઘણી બધી ઘટનાઓ છે ઘણા બધા ખુલાસા છે તે પણ સામે આવ્યા હતા. હવે રોમિન બોહરા જેવા પ્રત્યક્ષ દર્શીઓ જુબાની પરથી સ્પષ્ટ થાય છે કે કેપ્ટને વિમાનને શહેરમાં પડતું બચાવીને હાઈવે પર લેન્ડ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો જો તેમને વધુ 10 સેકન્ડ મળી હોત તો કદાચ તેઓ સેકડો લોકોના જીવ બચાવી શક્યા હોત એવી પણ માહિતી અત્યારે હાલ લોકો દ્વારા અને જે લેબ આસિસ્ટન્ટ છે એમના દ્વારા આપવામાં આવી રહી છે એટલે જે રીતે આખ્યા પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી હતી સવાલો પાયલટ ઉપર ઊભા થયા હતા પણ જો કદાચ તેમને 10 સેકન્ડ જેટલો સમય વધારે મળ્યો હોત તો કદાચ ઘણા બધા લોકોના જીવ બચી શક્યા હોત એવી પણ વાત આના ઉપરથી સ્પષ્ટ થાય છે. વધુમાં આ વિષયને લઈને જે લેબ આસિસ્ટન્ટ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળીએ. થી જે 11 મહિના પહેલા 12 જૂને ફ્લાઈટ ક્રેશ જે અમદાવાદની થઈ હતી એના બીજે દિવસે એટલે કે 13 જૂન 2025 એ મેં જે મોચ્યુરિટીમાં બધા બોડી જોયા હતા એના રિગાર્ડીંગ આજથી 15 20 દિવસ પહેલા કુલદીપ ઇસરાણીભાઈ એટલે કવિરાજભાઈ જે અમારા ફેમિલી મેમ્બર જેવા છે એમણે મારી થોડી એક સ્ટોરી મોજોમાંને એમાં થોડીક અપલોડ કરી હતી એમાંથી જે ઇન્ટરવ્યુ સિલેક્ટ થયું કે ભાઈ મેં પાયલોટની બોડી જે જોઈ હતી એના રિગાર્ડીંગ રાખવામાં આવ્યું છે શું પાયલોટની બોડી જોઈ હતી કઈ
રીતની સિચ્યુએશનમાં હતી કઈ રીતનું તમે દ્રશ્ય જોયું હવે મેં 13 જૂન ટાઈમ સાથે કહું છું કે 13 જૂને 12 વાગ્યાથી લઈને 2:00 વાગ્યા સુધી હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોજુરિટી વોર્ડના અંદર મારા સોર્સીસ રિગાર્ડીંગ હું એક પેરામેડિકથી બિલોંગ કરું છું મારા સોર્સીસ રિગાર્ડિંગ મેં અંદર હોસ્પિટલમાં એન્ટ્રી લીધી હતી એન્ટ્રી લીધા પછી અસલમાં મારા ફેમિલીના ત્રણ મેમ્બર છે આમાં એ ત્રણ મેમ્બરને શોધવા માટે હું અંદર ગયો હતો અંદર જ્યારે હું બોડી બધા જોતો હતો ત્યારે મેં કેપ્ટન સર સુમિત સુબ્રવાલ સરની એક બોડી સેપરેટ સાઈડમાં મૂકેલી હતી એક ટેબલ ઉપર જેમના હાથ વળેલા હતા પગ સીટિંગ પોઝીશનમાં હતા બોડી સુવાળેલું હતું પણ પગ અને હાથ બંને સીટિંગ પોઝીશનમાં હતા અને એમના હાથમાં સ્ટેરિંગ એટલે કે ફ્લાઈટ ચલાવવાનું જે સ્ટેરિંગ હોય ને એ પણ એમના હાથમાં હતું જે મારી આંખે મેં જોયેલું છે. છેલ્લા એક વર્ષથી અનેક પ્રકારે વાતો આવી રહી છે કે હજી સુધી ન્યાય નથી મળ્યો જેસ થયું ત્યારબાદ કેટલા લોકોએ સંપર્ક કર્યો હજી સુધી કયો ડેટા જે છે તે નથી મળ્યો અને એના માટે આપણે કેટલા મે હવે આજથી 11 મહિના પહેલા જે હાદસો બન્યો એ હાદસો બન્યા પછી અમે એર ઇન્ડિયામાં સતતર સંપર્ક કરવાની કોશિશમાં છે અમારા પાસે કોઈ એર ઇન્ડિયામાં કે ટાટા માંથી કોઈ માણસ મળવા માટે બી નથી આવ્યું કે પૂછવા માટે બી નથી આવ્યું હવે એ પછી બી અમને જ્યારે કોન્ટેક્ટ નંબર પ્રોવાઇડ કરવામાં આવ્યા ત્યારે અમે અત્યારે બી એ ફોન પર ફોન કરીએ છીએ તો કોઈ રિસીવ નથી કરતું અને અમને સીધો જ મેલ કરવામાં આવે છે કે તમે મેલથી વાત કરો બાકી અમારા સાઈટ અત્યારે એર ઇન્ડિયા અને ટાટા તરફથી કોઈ સપોર્ટ નથી ઝીરો %જ સપોર્ટ કહીએ ને તો બી ખરું કયા પ્રકારના ડેટા જે છે તે હજી જરૂરી લાગી રહ્યા છે કે આમાં તમને ન્યાયમાં મદદ હવે મેન વસ્તુ છે કે બ્લેકબોક્સના ડેટા જે અમારે મેન વસ્તુ અમારો મુદ્દો છે જે આગળ બી અમે ત્રણ ચાર વાર પ્રેસમાં કહી ચૂકેલા છે કે અમને મુદ્દો અમારો મેન આ જ છે કે અમને પ્રેસ પ્રેસ કોન્ફરન્સ થકી બી અમે કહ્યું છે કે અમને બ્લેક બોક્સના ડેટા આપવામાં આવે જે અમે મેલ થકી ગવર્મેન્ટમાં પણ મેલ કરેલા છે કાગળ પત્ર પણ લખેલા છે અને પ્રેસ તરફથી પત્રકાર મિત્રો તરફથી બી અમે જણાવવામાં આવેલું છે
પણ અત્યાર સુધી અમને એ તરફથી બી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. એને સિવાય જે અન્ય જે મુદ્દામાલ હતો જે રિકવરી નથી થઈ શક્યો નથી મળી શક્યો તેને લઈ આપે કોઈ મેલ કરેલા હોય હા હવે એના માટે પહેલામાં પહેલી વસ્તુ કે એ જે વસ્તુઓ આ લોકોએ જ્યારે ફ્લાઈટ ક્રેશ થયા પછી જે મુદ્દામાલ હતો જેવું કે બધાનું લગેજ હતું એ ઓલરેડી પેકિંગ પોઝીશનમાં હતું જે Instagram પર મે એનો વિડીયો બી જોયેલો છે કે જે બેગેજીસ પેક હતા એ બી એ લોકોએ ખોલી અને પોર્ટલ ઉપર ઓપન કરીને મૂકી દીધા હવે એ ઓપન કરવા માટે હાઈ સ્પીડ ઇન્ટરનેટ જોઈતું હતું જે ઘણા લોકો ઓપન નથી કરી શકતા. હવેઆઠ મહિના નવ મહિના પછી એ લોકોએ પોર્ટલ ઉપર મૂક્યું તોઆઠ મહિના જૂની વસ્તુ યાદ કોને હોય કપડાને એ બધું ઓપન કરીને મૂક્યું કોને યાદ હોય હવે બીજી વસ્તુ કે મારા ભાઈનો ફોન બી મને આપવામાં આવે એ બી તોડેલી હાલતમાં આપવામાં આવ્યો છે અને મિસ્ટર નિલય રંજન સાહેબ જે આના હેડ છે જે એમને બી એ દિવસે મે 31 માર્ચ 2026 ના રોજ મારા ભાઈનો ફોન મને આપવામાં આવ્યો એ ફોનમાં મે એમને ક્વેરી કરી કે ભાઈ તમે આઈએમઆઈ નંબર આઈફોન નો ટ્રેક કેમ નો કર્યો જો ફોન બંધ હાલતમાં છે તો બી એમણે મને ફોનનો ઓફર કર્યો કે તમારે અત્યારે અત્યારે ફોન જોયો તો હું ફોન ફોન આપી શકું છું પૈસા જોઈએ તો ઓન ટેબલ પૈસા આપું તો મે એમને એવું કહું ના મને મારા બ્રધરનો ફોન જ જોઈએ કારણ કે મારા ભાઈનું એક એવું કામ કરતો હતો કે જ્યારે બી હોય ફ્લાઈટમાં બેસે તો ટેકઅપ અને લેન્ડિંગ સમયે વિડીયો ઉતારતો હતો આઈ ડોન્ટ નો કે ફોન બ્રોકન કરીને વિડીયો ડિલીટ કરવાની કોશિશ કરવામાં આવી હોય ડેટા સાથે આપણે હવે આગળ શું માંગ છે અન્ય ફેમિલી સાથે પણ આપણે બનેલું છે
તેને લઈ શું પરિસ્થિતિ છે માંગ અમારા બધા ફેમિલી જે અમે 200 પરિવાર અત્યારે એક સાથે છે 200 પરિવારે બધાની એ માંગ એક જ છે કે અમને બ્લેક બોક્સના ડેટા આપવામાં આવે અને અમને કોન્ટેક્ટ પ્રોવાઈડ કરવામાં આવે કે જેથી અમારે ગમે ત્યારે જરૂર પડે તો અમે ટાટા કા તો એર ઇન્ડિયા સાથે સંપર્ક કરવાની કોશિશ કરીએ જેમાં મેલ અને કાગળ થકી બી એમને જણાવ્યું છે પણ એ લોકોનો સીધો જવાબ એક જ આવે છે કે તમારે કોઈ બી કોન્ટેક્ટ કરવો હોય તો તમે મેલ થકી જ કરો કોઈ કોન્ટેક્ટ નંબર પ્રોવાઈડ કરવામાં આવતો નથી. એર ઇન્ડિયાની સ્થિતિ અત્યારે હાલ કોઈ સંપર્ક થઈ શકે છે? એર ઇન્ડિયા ની સ્થિતિમાં હાલ અમારી સાથે કોઈ જ સંપર્ક નથી. જે બી સંપર્ક કરો ઓનમેલ કેર.પી કરીને એક વેબસાઈટ એ લોકોએ લોગીન મેલ બનાવેલું છે એના થકી જ કરો અને એમાં બી અમે આજે મેલ કરે તો 15 15 20 દિવસ પછી મેલનો રિપ્લાય આપે તો આપે બાકી નથી આપતા.
કમિલભાઈ પીડિતોના પરિવારને ટાટાએ સહાય જાહેર કરી હતી કે કેન્દ્ર સરકારે કરી હતી રાજ્ય સરકારે કરી હશે કોઈને કેટલું વળતર મળ્યું છે કોઈ ધ્યાનમાં છે કે કઈ કોઈને અમાઉન્ટ મળ્યું હોય બધાની ઇન્ફોર્મેશન હવે અમારા રિગાર્ડિંગમાં તો બધાની ઇન્ફોર્મેશન મારી પાસે નથી પણ મારી ફેમિલીમાં જે વળતર આપવાનું હતું એ ટાટા તરફથી એન ઇન્ડિયા તરફથી અને ગવર્મેન્ટ તરફથી આપવામાં આવ્યું છે પણ મેન વસ્તુ વળતર નથી મેન વસ્તુ ન્યાય છે કે અમને ન્યાય આપવામાં આવે જે અમે પહેલેથી લઈને અત્યાર સુધી એ જ માંગે છેને જ્યાં સુધી અમને ન્યાય નહી મળે ત્યાં સુધી અમે એના માટે લડત પણ લડીશું. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ એવું કીધું તું કે એકાદ મહિનામાં આનો જે રિપોર્ટ છે તે આવી જશે અને લોકોને ન્યાય મળ્યો છે આપને શું લાગી રહ્યું છે આપ શું કહેવા સોશિયલ મીડિયા તરફથી તો અમને જોવા મળે છે કે ભાઈ એક મહિનાના અંદર 12 જૂન પહેલા 12 જૂન 2026 પહેલા એ લોકો રિલીઝ કરશે ડેટા પણ એ તો અમને સ્યોરિટી છે નહી કે આપશે એ તો આયા પછી જ ખબર પડે કે આયા કે નહીં આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિરફાઈ ન્યુઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી નમસ્કાર