Cli

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કઈ સિસ્ટમની અસર?

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ એ વાવાજોડું બને એવી સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી. વાવાજોડું બનતું તો એ અર્નભ નામ આપવામાં આવતું અને એ વાવાજોડું ક્યારે બનતું એની સ્થિતિ એવી હતી કે ડીપ સીમાં જઈને વાવાજોડું બને અને એ જતું તો પણ ઓમાન તરફ જતું એટલે ગુજરાતને કે પછી ભારતને એની સીધી અસર થાય એવી સંભાવનાઓ નહોતી. અત્યારે એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થઈ છે

અને ટ્રક જે ખેંચાઈને દરિયાકાંઠા તરફ આવ્યા છે દરિયાકાંઠા તરફ નજીકમાં બનતી સિસ્ટમો એટલી જલ્દી મજબૂત નથી થતી અને એ આગાહીકારો પણ કહી રહ્યા છે હવામાન નિશ્રાંતે પણ કોઈ આગાહી નથી કરી કે વાવાજોડું બની રહ્યું છે અત્યારે તો વેઇટ એન્ડ વોચ પર છીએ આપણે કે એ જો વાવાજોડું બને છે તો પણ ઓમાન તરફ જશે એટલે એની સ્થિતિ આપણને સીધી અસર કરે એવી નથી આપણે જેમ વાત કરી હતી કે અરબી સમુદ્રના ડીપસીમાં જઈને જો વધારે મજબૂત બને છે સિસ્ટમ તો પછી એવા વાવાજોડું બની શકે છે. અત્યારે જે એના ટ્રક ખેંચાઈને ગુજરાત તરફ આવી રહ્યા છે. દક્ષિણના દરિયાકાંઠાથી જે મહારાષ્ટ્ર તરફથી ટ્રફ ખેંચાઈને ઉપરની તરફ આવી રહ્યા છે. એના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે એટલે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદ પડે તેવી સ્થિતિ રહેવાની છે

. અહીંયા એ સિસ્ટમની અસર અને ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. દક્ષિણ ગુજરાતના જેટલા પણ નીચેના પ્રદેશ એટલે વલસાડ, વાપી, ડાંગ, આહવા આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે. મહારાષ્ટ્રથી ટ્રફ ખેંચાઈને આવ્યો છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે એટલે આ બાજુ અમરેલી ધારીમાં વરસાદની આગાહી છે સાવરકુંડલામાં વરસાદ પડશે. પાલીતાણામાં વરસાદ પડવાની સંભાવના છે પછી મહુવાથી લઈને દરિયાકાંઠાનો જે આખો પટ્ટો છે વિસાવદરમાં વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ આ બાજુ તમે જુઓ કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ સામાન્ય મધ્યમ પડવાનો છે છૂટો છવાયો પડવાનો છે જામનગર રાજકોટની આસપાસ વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારો પાસે વરસાદની સંભાવના છે એટલે દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડી શકે છે. પોરબંદરમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે

એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે સાથે જ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં એટલે વડોદરાની આસપાસ તમે જુઓ કે આ સિસ્ટમ દેખાઈ રહી છે એટલે આણંદ આસપાસ વરસાદની સંભાવના છે વડોદરામાં વરસાદ પડી શકે છે નડિયાદમાં વરસાદ પડશે કલોલમાં વરસાદ પડવાની સંભાવના છે ગોધરા દાહોદ છોટા ઉદયપુર વાળા વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે એટલે ગુજરાતમાં આજે શાંત સુધીમાં અનેક વિસ્તારોમાં ગાજવીસા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે અને ભીંડીમાં પણ એવું જ દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં દક્ષિણના ભાગો અને દરિયા કાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપેલું જ છે. ભીંડીમાં જોઈએ તો ખબર પડે કે 23 તારીખની આસપાસે વરસાદ એકદમ સામાન્ય પણ થતો દેખાશે. શાંત સુધીમાં ઘણા બધા વિસ્તારોને અસર કરશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એ ખૂબ વધારે અસર કરે તેવી સંભાવના છે. અત્યારે જે આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે કરી છે એ પ્રમાણે 21 તારીખથી લઈ અને 28 તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના છે એટલે આખું અઠવાડિયું જે છે એ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે. પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે પડતો વરસાદ છે. અરબી સમુદ્ર અને બંગાળની ઘાડીમાં બનેલી સિસ્ટમોની અસર છે.

વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમ પણ સતત પસાર થઈ રહી છે એટલે બદલાતા વાતાવરણમાં ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. 26 મીની આસપાસ વિધિવત રીતના કેરળથી ચોમાસુ જે છે આપણું એ પ્રવેશી જશે અને જ્યારે ચોમાસુ પ્રવેશ છે ધીરે ધીરે મહારાષ્ટ્ર કોકણના દરિયાકાંઠાથી આગળ વધે અને પછી ગુજરાતમાં પ્રવેશે એવી સંભાવના છે એટલે વહેલા પ્રવેશે એવી સંભાવનાઓ એટલી ઓછી છે કારણ કે જે મહારાષ્ટ્ર હોય છે ત્યાં મહારાષ્ટ્ર સુધી ચોમાસુ પહોંચે અને પછી ત્યાં એ મોન્સુન બ્રેક આવે

અને પછી અમુક દિવસ પછી ચોમાસુ ગુજરાતમાં વિધિવત રીતના પ્રવેશતું હોય છે એટલે મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચે એના પછી કેટલા દિવસ દિવસનું મોનસૂન બ્રેક છે કેટલા સમય પછી વિધિવત રીતના ગુજરાતમાં ચોમાસુ પહોંચે છે સંભવિત રીતના તો જે તારીખો છે એ તારીખોમાં જ પ્રવેશી જાય એવી સંભાવનાઓ છે એનાથી એક બે દિવસ વહેલા પણ પ્રવેશી શકે છે પણ અત્યારે તો કેરળમાં ચોમાસું ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે શરૂ થાય છે એના ઉપર બધો આધાર છે અત્યારે તો પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદ પડવાના છે તમારે ત્યાં આજે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો મારા વિડીયોડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *