ભવ્ય ગાંધીે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડવાનો નિર્ણય માત્ર એક કારણથી લીધો નહોતો. વર્ષો સુધી ટપુના પાત્રથી લોકપ્રિયતા મેળવ્યા બાદ ભવ્યને લાગવા લાગ્યું હતું કે હવે તેઓ એક અભિનેતા તરીકે પોતાને વધુ એક્સપ્લોર કરવા માંગે છે. શોમાં તેમનું પાત્ર લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતું, પરંતુ સમય જતાં તેમને પૂરતો સ્ક્રીન સ્પેસ મળતો ન હતો. મહિનામાં માત્ર ત્રણથી ચાર દિવસ જ શૂટિંગ હોવાના કારણે તેઓ પોતાના કરિયરમાં એક પ્રકારની સ્થિરતા અનુભવતા હતા.
તે સમય દરમિયાન ભવ્ય ગાંધીે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ પણ પગલું ભર્યું હતું. તેમને એક ગુજરાતી ફિલ્મ સાઇન કરી હતી, જેના શૂટિંગ માટે સતત ગુજરાતમાં રહેવું પડતું હતું. ફિલ્મોમાં નવા પ્રકારના રોલ અને અલગ અભિનય કરવાની તક મળતા તેઓ ટીવીની સીમિત છબીમાંથી બહાર આવવા ઇચ્છતા હતા. એક જ પાત્રમાં વર્ષો સુધી બંધાઈ રહેવાને બદલે તેઓ નવા પડકારો સ્વીકારવા માંગતા હતા.
રિપોર્ટ્સ મુજબ, ભવ્ય પોતાના કરિયર વિશે ખૂબ જ ગંભીર હતા અને તેઓ ઇચ્છતા હતા કે લોકો તેમને માત્ર ‘ટપુ’ તરીકે નહીં પરંતુ એક વર્સેટાઇલ એક્ટર તરીકે ઓળખે. આ કારણે જ તેમણે લોકપ્રિય શો છોડીને નવા પ્રોજેક્ટ્સ તરફ આગળ વધવાનો નિર્ણય લીધો હતો.