15 વર્ષ બાદ TMC સત્તામાંથી બહાર; હારથી ભડકેલા મમતાએ કહ્યું- ‘આ અનૈતિક જીત છે, ભાજપે ચૂંટણી પંચ અને સેન્ટ્રલ ફોર્સ સાથે મળીને 100 થી વધુ બેઠકો લૂંટી લીધી છે.’
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. 15 વર્ષ સુધી બંગાળ પર રાજ કરનાર મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની કારમી હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઐતિહાસિક અને જંગી બહુમતી મેળવી છે. પ્રારંભિક આંકડાઓ મુજબ ભાજપ 207 બેઠકો પર જીત તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે TMC માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ શરમજનક હાર વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુરક્ષા માટે તૈનાત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે. મમતાએ દાવો કર્યો છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમના કાર્યકરોને મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા.
મમતા બેનર્જી ખૂબ ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે, “બપોરે 3 વાગ્યાથી તેઓ અમને માર મારી રહ્યા છે. CRPF ના જવાનોએ મને ધક્કો માર્યો અને લાત મારી. તેમણે મતગણતરી કેન્દ્રોના CCTV કેમેરા બંધ કરી દીધા અને અમારા એક પણ એજન્ટને અંદર જવા ન દીધો.”
તેમણે આગળ કહ્યું, “હું પોતે 5 મિનિટ માટે અંદર ગઈ હતી અને વિનંતી કરી હતી કે અમારા એજન્ટને અંદર આવવા દો. તેમણે મને ખાતરી આપી હતી, પણ પછી કોઈ ફરક પડ્યો નહીં. મેં મુખ્ય અધિકારી અને મનોજ અગ્રવાલને ફરિયાદ કરી, પણ કોઈ કાર્યવાહી ન થઈ.
પોતાની હાર પચાવી ન શકતા મમતા બેનર્જીએ આ પરિણામોને ‘અનૈતિક’ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, “ભાજપે 100 થી વધુ બેઠકો લૂંટી લીધી છે. ચૂંટણી પંચ ભાજપની કઠપૂતળી બનીને કામ કરી રહ્યું છે. વડાપ્રધાન, ગૃહમંત્રી, ચૂંટણી પંચ અને કેન્દ્રીય દળોએ સાથે મળીને જે કર્યું છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આ કોઈ જીત નથી, આ ખુલ્લી લૂંટ છે, લૂંટ છે.” જોકે, અંતમાં તેમણે ચેતવણીના સૂરમાં એમ પણ કહ્યું કે, “અમે પાછા ઉછળીશું, હું ચોક્કસ પાછી ફરીશ.”
આ બધા આરોપો-પ્રત્યાક્ષેપો પહેલા એક બીજી મોટી ઘટના બની હતી. ભાજપની જીત નક્કી થતા જ લોકોના એક ટોળાએ મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને પહોંચીને જોરશોરથી “જય શ્રી રામ” ના નારા લગાવ્યા હતા. આ ઘટના બાદ ચૂંટણી પંચે તાત્કાલિક એક્શન લઈ ત્યાં સુરક્ષા વધારી દીધી હતી. એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, “અમે કાયદો અને વ્યવસ્થામાં કોઈ ખલેલ ઈચ્છતા નથી. ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે. જે કોઈ પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તેની સામે આકરી
ઉલ્લેખનીય છે કે, જે બંગાળ ભાજપના વૈચારિક સ્થાપકનું મૂળ છે, ત્યાં પાર્ટી ક્યારેય સત્તામાં આવી શકી નહોતી. પરંતુ 2026 ની આ ચૂંટણીમાં પીએમ મોદીના સુવ્યવસ્થિત ચૂંટણી તંત્રએ આખો ઈતિહાસ બદલી નાખ્યો છે.