તમિલનાડુમાં સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, કારણ કે કોઈપણ પાર્ટીને પૂર્ણ બહુમતી મળી નથી. આ ચૂંટણીમાં સૌથી મોટો સરપ્રાઇઝ રહ્યો છે અભિનેતા થલપતિ વિજય ની પાર્ટી. પહેલીવાર ચૂંટણી લડીને તેમની પાર્ટી સૌથી મોટી બનીને સામે આવી છે અને લગભગ 105 બેઠકો પર આગળ છે.
AIADMK 72 બેઠકો પર આગળ છે, જ્યારે DMK સામે ભારે એન્ટી-ઇન્કમ્બન્સી જોવા મળી અને તે માત્ર 57 બેઠકો સુધી સીમિત રહી ગઈ છે.પુડુચેરીમાં, મુખ્યમંત્રી એન રંગાસ્વામી એ 4441 મતોથી જીત મેળવી છે. આ જીત NDA માટે સારા સંકેતો આપે છે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં NDA મજબૂત સ્થિતિમાં છે.
તમિલનાડુમાં નવા પ્લેયર તરીકે વિજયની પાર્ટી ઉભરી છે. જ્યારે કેરળમાં UDF સરકાર બનાવતી દેખાઈ રહી છે. વામ મોરચાની સરકાર હવે સત્તાથી બહાર જતી દેખાય છે અને પિનરાઈ વિજયન હવે મુખ્યમંત્રી નહીં રહે તેવી શક્યતા છે.
કૉંગ્રેસ સામે હવે પ્રશ્ન છે કે તેઓ મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરે — વી.ડી. સતીશન કે રમેશ ચેન્નિથલા. સાથે જ કે.સી. વેણુગોપાલ નું નામ પણ ચર્ચામાં છે.વિજયની જીત પર બોલીવૂડ સ્ટાર્સ તરફથી પણ અભિનંદન મળી રહ્યા છે. ટાઇગર શ્રોફ એ ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પાઠવી.
વિજયના કેમ્પેનમાં ટેક્નોલોજીનો ભારે ઉપયોગ થયો. હોલોગ્રામ દ્વારા પોતાની હાજરી દર્શાવવી, રોબોટ દ્વારા લોકો સુધી પહોંચવું અને પોતાના ચૂંટણી ચિહ્ન “કોલમ” ને લોકોના ઘરની બહાર રંગોળી રૂપે બનાવવાનું આહ્વાન — આ બધાએ યુવાનો અને મહિલાઓને ખાસ આકર્ષ્યા.તેમની સરળ સ્ટાઇલ — સફેદ શર્ટ અને ખાખી પેન્ટ — પણ ચર્ચામાં રહી. કેમ્પેન દરમિયાન અને પછી પણ તેમના સપોર્ટર્સ એ જ ડ્રેસમાં જોવા મળ્યા.
વિજયે એક અનોખો નિર્ણય પણ લીધો — પોતાના ડ્રાઇવરનાં દીકરાને ટિકિટ આપી. તે ઉમેદવાર હાલમાં આગળ ચાલી રહ્યો છે, જે તેમની અલગ રાજકીય દૃષ્ટિ દર્શાવે છે.આ રીતે નવા વિચારો અને ટેક્નોલોજીના ઉપયોગથી વિજયની પાર્ટી તમિલનાડુની રાજનીતિમાં એક મોટું પરિવર્તન લાવી રહી છે.