ઉત્તર ગુજરાતના જાણીતા ગાયક અને બનાસકાંઠાના જાબડીયા ગામના રહેવાસી અર્જુન ઠાકોર આજે તેમના ગળામાં સાપ લપેટીન વીડિયો બનાવ્યો હતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને વન વિભાગ એલર્ટ પર આવી ગયું. આ બનાવ ને પગલે ગાયક ની ધરપકડ કરવામાં આવી હતી અને સાથે અન્ય બેવ્યક્તિની ધરપકડ કરી હતી. સિંગર અર્જુન ઠાકોરે ગઈ કાલે ગુજરાતી સોંગ ઉપર ગિત ગાતા પોતાના ગળામાં કોબ્રા સાપ વીંટાળી ને એક વિડિઓ બનાવ્યો હતો અને ઇન્સ્ટાગ્રામ માં સેર કર્યો હતો એ વિડિઓ વાઇરલ થતા વન વિભાગ ના ફોરેસ્ટ અધિકારીઓ ભાળ મળતા તાત્કાલિક સિંગર ની ધરપકડ કરી હતી કારણ કે કોઈ પણ પશુ, પક્ષી કે જીવજંતુ ને હેરાન કરવું ગુજરાત સરકાર નિયમ 1972 વન્યવીભાગ ના કાયદા મુજબ એક ગુનો બને છે
સાપ સાથે નો વિડિઓ વાઇરલ થતા ફોરેસ્ટવિભાગ તાત્કાલિક સિંગર વિરુધ ગુનો દાખલ કર્યો હતો. આ ગુના માં સિંગર અર્જુન ઠાકોર અને અશોક વણઝારા ની ફોરેસ્ટ વિભાગે અટકાયત કરી હતી.આ સિંગર વિરુદ્ધ કલમ 2-1, 2-16, 6, 2-36, 9, 39, 50, 51, 52 સહિતની કલમ લગાવી મેં ગુનો નોંધ્યો હતો. આ રીતે બનાસકાંઠાના જાણીતા સિંગર ને કાયદાકીય કાર્યવાહી નો સામનો કરવો પડ્યો હતો અને ગાયકે સોસીયલ મીડિયા માં મોજ માટે વિડિઓ બનાવવો ભારે પડી ગયો હતો. તો તમે પણ જો આવા મોજ માટે અથવા છવાઈ જવા માટે વીડિઓ બનવવા ની ભૂલ મ કરવી નહીં તો કાયદેસર ની કાર્યવહી થઈ શકે છે