Cli

USAના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઈરાનને શું ચેતવણી આપવામાં આવી?

Uncategorized

ઈરાન યુદ્ધમાં સીસ ફાયરના એલાન વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને હવે નવી ધમકી આપવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જ્યાં સુધી ઈરાન સાથે કોઈ કાયમી કરારો નથી થતા ત્યાં સુધી ઈરાનની આસપાસ વહાણ લડાકુ વિમાન અને લશ્કરની ઘેરાબંધી ચાલુ જ રહેશે. તો બીજી તરફ ઇઝરાયેલ દ્વારા તેના પડોશી દેશ લેબનોન પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે

ઈરાને લેબનોનમાં જે ઇઝરાયેલ દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી છે તેને સીસ ફાયરનું ઉલ્લંઘન માનીને સ્ટેટ ઓફ હોરમુઝને હજુ સુધી ખોલી જ નથી તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ પશ્ચિમ એશિયામાં 39 દિવસના ભીષણ સંગ્રામ પછી ઈરાન અને અમેરિકા વચ્ચે સીસ ફાયર થયું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે ફરી એકવાર ઈરાનને ધમકી આપવામાં આવી છે અને આ માટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઈટ પર લખવામાં આવ્યું છે કે અમેરિકા ઈરાનની આજુબાજુ તેનો લશ્કરી ઘેરાબંધી ચાલુ જ રાખશે

આ લશ્કરી ઘેરાબંદીના ભાગરૂપે તમામ અમેરિકાના જહાજ લડાકુ વિમાન અને લશ્કરને વધારાના દારૂ ગોળા સાથે હાજર રાખવામાં આવ્યું છે જો કે ઈરાનની ક્ષમતા પહેલેથી જ ઓછી થઈ ચૂકી છે. આ લશ્કરી ઘેરાબંદી ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે જ્યાં સુધી ઈરાન સાથે કોઈપણ પ્રકારના કરારો સંપન્ન નથી થતા

જો કોઈ કારણોસર કરારો ના થઈ શક્યા તો ફરી એકવાર તેના મિલિટરી ઓપરેશન શરૂ થઈ જશે બે વસ્તુને લઈને સ્પષ્ટતા છે કે કોઈપણ પ્રકારના પરમાણુ હથિયારો ઈરાન પાસે નહીં હોય અને સ્ટેટ ઓફ હોરમુસ ખુલી જશે. આ તમામ સમયગાળા વચ્ચે અમેરિકાની સેના તેના બીજા વિજયની રાહ જોઈ રહ્યું છે આમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ ઈરાન પર ભારે દબાણ બનાવી રહ્યા છે

પરમ દિવસે એટલે કે શનિવારના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડીવાન્સ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકી હવે આ યુદ્ધને યુદ્ધમાં જે સીસફાયર સધાયું છે તેને લઈને હવે વાર્તાલાપ ઇસ્લામાબાદમાં કરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દુનિયાની નજર હવે પાક પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પર છે. વાત કરીએ વિશ્વના સૌથી મહત્વના ચોકપોઈન્ટ એવા સ્ટેટ ઓફ હોરમુઝની તો તે હજુ પણ બંધ છે. સ્વીસ ફાયરની જાહેરાત થયા પછી ત્યાંથી માત્ર ચાર જહાજ જ ગુજરી શક્યા છે ને તે પણ માત્ર ડ્રાય કાર્ગો હતા એટલે કે તેમાં કોઈપણ પ્રકારનું એલએનજી કે ક્રૂડ ઓઇલ નહતું. સીસફાયરની જાહેરાત પછી ઇઝરાયેલ દ્વારા લેબનોન પર ખૂબ ભીષણ હુમલો કરવામાં આવ્યો છે

આ હુમલો હેઝબોલ્લાના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો છે અને આ પછી ઈરાન દ્વારા લેબનોનમાં પણ સીસફાયરની માંગ કરવામાં આવી છે જો કે ઇઝરાયેલ દ્વારા આ બાબતને માનવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. ઇઝરાયેલ દ્વારા લેબનોનમાં જે જબરજસ્ત એર સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં ઓછામાં ઓછા 254 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ એક જ હુમલામાં 1000 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે. આમ એક તરફ અમેરિકા અને ઈરાન દ્વારા સીસ ફાયરની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ જમીની હકીકત કંઈક અલગ જ છે. ઇઝરાયેલના લેબનોન પર હુમલાઓ સતત ચાલુ છે અને સ્ટેટ ઓફ હોરમુસ બંધ છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ઇસ્લામાબાદ ટોક થકી બંને તરફ કયો નવો રસ્તો નીકળે છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *