પોપટભાઈએ એક મહિલાને તેની દિકરીને પોતાનાં ખોડા માં લઈ ઢસેડીને ભીખ માંગતા જોઈને ખૂબ જ દુઃખ થયું તરતજ પોપટભાઈને તે મહિલાની મદદ કરવાનું મન થયું પોપટભાઈ તરત જ તે મહિલા ની બાજુમાં જઈને બેસી ગયા અને તેમના દુઃખ વિશે જાણ્યું તેમની વેદના સમજીને તેમની મદદ કરવાનું નિશ્ચય કર્યુ.
તે મહિલાએ કીધું કે મારી દીકરીને ભણાવી ગણાવીને નોકરી કરાવીશ તેને ક્યારે પણ મારી જેમ આવું કામ નહીં કરવા દઉ આ સાંભળી પોપટભાઈનું હૈયું ભરાઈ આવ્યું અને તેમણે તે મહિલાની મદદ કરવા માટે તેમને હાથ ગાડી લઇ આપી જેથી તે મહિલા તેના પર બેસીને કામ કરી શકે અને તેમને પાંચ દસ રૂપિયા વાળા પડીકા વહેંચવા માટે કહ્યું જે તેમનું ગુજરાન ચલાવી શકે અને તેમને આ કામ કરવું ન પડે.
આ રીતે પોપટભાઈ એ આ મહિલાને પ્રોત્સાહન આપીને તેમને નવો માર્ગ બતાવ્યો ગુજરાતમાં આજે પોપટભાઈ અને ખજૂર ભાઈ આ બે ચમકતા તારલા ઓનું નામ ખૂબ જ ગુંજી રહ્યો છે જે ગુજરાત ભરમાં સામાજિક કલ્યાણના કામો કરી લોકોને મદદરૂપ થઇ રહ્યા છે ખરેખર તે ગરીબ માણસો માટે મસિહા બન્યા છે.