ગુજરાતમાં 18 મી તારીખથી ત્રણ દિવસનો ક મોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે 20 મી તારીખ સુધી ચાલવાનો છે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એટલે બની છે કેમ કે પશ્ચિમી રાજસ્થાન પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને બીજું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટરબન્સીસ આ બંને કારણોના લીધે ક મોસમી વરસાદ પડી રહ્યો છે અને આના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કૌ મોસમી વરસાદ આજે નોંધાયો છે
તો આજે આપણે વિંડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારાસ સમયમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ આજે તારીખ 19 છે ગુરુવાર છે તો આજે વિંડી આગાહી કરી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જે જૂનાગઢનો વિસ્તાર છે ગીર સોમનાથનો વિસ્તાર છે અને રાજકોટનો જે વિસ્તાર છે ત્યાં આજે વરસાદ પડી રહ્યો છે આ પછી
વાત કરીએ કે આવનારા સમયમાં એટલે કે આવતી કાલે વરસાદની સ્થિતિ શું હશે તો આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં જે સુરતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ક મોસમી વરસાદ વરસી શકે છે આ ઉપરાંત જે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે અરવલ્લીનો જે વિસ્તાર છે ત્યાં પણ ક મોસમી વરસાદ વરસી શકે છે આવતી કાલે આ પછી વાત કરીએ કે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ મધ્ય ગુજરાતમાં જે દાહોદ ગોધરાનો જે વિસ્તાર છે આ ઉપરાંત મહીસાગરનો જે વિસ્તાર છે ત્યાં પણ કૌ મોસમી વરસાદ પડવાની સંભાવના વિંડી મોડલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે
તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે અને આવતી કાલે ગુજરાતના કયા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે તો આ તમે જોઈ રહ્યા છો હવામાન ખાતાની આગાહી જેમાં આજે હવામાન ખાતાએ કચ્છ મોરબી આ પછી દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ અમરેલી જૂનાગઢ અને ગીરસોમનાથ અને ઉત્તર ગુજરાતમાં બનાસકા કાંઠા પાટણ અને સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ ઇશયુ કરેલું છે આ પછી વાત કરીએ ગુજરાતના અન્ય વિસ્તારોની તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર આ પછી ઉત્તર ગુજરાતમાં મહેસાણા ગાંધીનગર અરવલ્લી મધ્ય ગુજરાતમાં મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ ઇશયુ કરવામાં આવ્યું છે
અને આજે આપણે ઘણી બધી જગ્યાએ જોયું કે બપોરેચાર વાગ્યા પછી ભારે પવન સાથે કરા પડ્યા છે અને ઘણી બધી જગ્યાએ ધૂળની ડમરીઓનું રાજ પણ જોવા મળ્યું છે. હવે વાત કરીએ આવતીકાલની તો આવતી કાલે હવામાન ખાતાએ કયા જિલ્લાઓ માટે આગાહી કરી છે તો આવતી કાલે હવામાન ખાતા દ્વારા કચ્છ, અમરેલી, ભાવનગર આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદયપુર માટે પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
અને આ ઉપરાંત અરવલ્લીમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં ક મોસમી વરસાદનો આજે રાઉન્ડ શરૂ થયો છે તેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે કેમ કે ખેડૂતોનો જે પાક છે જેમ કે કચ્છમાં એરંડાનો પાક છે ઘઉંનો પાક છે તેની પર આ વરસાદ પડતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને આ ઉપરાંત નાના કચ્છમાં જે અગરિયાઓ છે તેમની પણ મુશ્કેલીમાં વધારો થયો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર