ક્યારે એવું થયું છે કે ગેસ સિલિન્ડર બુક કરવા ફોન લગાવો અને લાઈન સતત વ્યસ્ત જ આવ્યા કરે આ સમસ્યા લગભગ બધાએ અનુભવી હશે પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આજે આપણે તમારો એલપીજી સિલિન્ડર બુક કરવાની ચાર એકદમ સરળ અને ફાસ્ટ રીતો વિશે વાત કરીશું જુઓ ગેસની ડિમાન્ડ એટલી બધી છે કે ફોન લાઈનો તો વ્યસ્ત જ રહે છે અને એજન્સીઓ પર લાંબી લાંબી લાઈનો લાગેલી હોય છે અને એવામાં ઘરે સિલિન્ડર ખાલી થઈ જાય એટલે એટલે ટેન્શન વધી જાય ખરું ને પણ રાહતની વાત એ છે કે ટેકનોલોજીએ આનો ઉકેલ ખૂબ જ આસાન કરી દીધો છે.
તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં ગેસ બુકિંગની આ સમસ્યાને સમજીશું અને પછી એના ચાર સરળ ઉપાયો જોઈશું. WhatsApp, એસએમએસ અને મિસ્ડ કોલ અને મોબાઈલ એપ્સ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો સૌથી મોટી તકલીફ ક્યાં આવે છે કે જ્યારે આપણને સિલિન્ડરની તાત્કાલિક જરૂર હોય બસ ત્યારે જ ફોનથી બુકિંગ કરવાની જે જૂની રીત છે એ કામ નથી આવતી ફોન લાગતો જ નથી તો સવાલ એ છે કે હવે કરવું શું પણ જેમ મેં કહ્યું ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે ટેકનોલોજીને કારણે આપણી પાસે હવે એક નહીં બે નહીં પણ ચાર અલગ અલગ ઓપ્શનસ છે
અને એ પણ એવા કે મિનિટોમાં સિલિન્ડર બુક થઈ જશે તો ચાલો સૌથી પહેલાં વિકલ્પ પર નજર કરીએ તો આપણો પહેલો અને કદાચ સૌથી પોપ્યુલર ઉપાય છે WhatsApp જી હા એ જ WhatsApp જેનો આપણે બધા દિવસભર ઉપયોગ કરીએ છીએ હવે એનાથી જ ગેસ સિલિન્ડર પણ બુક થઈ શકે છે આ માટે બસ એક જ શરત છે તમારો મોબાઈલ નંબર ગેસ એજન્સીમાં રજીસ્ટર હોવો જોઈએ અને પ્રોસેસ તો જુઓ કેટલી સિમ્પલ છે જો તમે ઇન્ડિયન ગેસ વાપરતા હોવ તો સ્ક્રીન પર આપેલા નંબર પર ખાલી રીફીલ લખીને મોકલી દો અને જો એચપી કે ભારત ગેસના ગ્રાહક હો તો હાય અથવા બુક લખીને મોકલવાનું છે
બસ એક વાત ખાસ યાદ રાખવાની કે આ મેસેજ તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પરથી જ જવો જોઈએ બસ આટલું જ ઓકે તો WhatsApp તો થયું પણ માની લો કે ઇન્ટરનેટ નથી ચાલતો તો શું કોઈ ચિંતા નહીં એના માટે પણ આપણી પાસે બે જોરદાર વિકલ્પો છે એક છે એસએમએસ અને બીજો છે મિસ્ડ કોલ અને સૌથી સારી વાત એ છે કે આના માટે સ્માર્ટફોનની પણ કોઈ જરૂર નથી એસએમએસ થી બુકિંગ કરવું પણ એકદમ સહેલું છે. ઇન્ડિયા ના ગ્રાહકોએ ખાલી રીફીલ ટાઈપ કરીને 7718955 પર મોકલવાનું છે અને જો ભારત ગેસના ગ્રાહક હો તો એલપીજી લખીને આ આપેલા નંબર પર મોકલી દો. અહીં પણ એ જ નિયમ લાગુ પડે છે મેસેજ રજિસ્ટર નંબર પરથી જ મોકલવાનો છે અને હવે આવે છે કદાચ સૌથી સૌથી સહેલી રીત ખાલી એક મિસ્ડ કોલ હા સાચું સાંભળ્યું જો તમે ઇન્ડેન કે એચપી ગેસના ગ્રાહક છો તો બસ સ્ક્રીન પર દેખાતા નંબર પર તમારા રજીસ્ટર નંબરથી એક મિસ્ડ કોલ કરો બસ કોઈ મેસેજ ટાઈપ કરવાની ઝંઝટ નહીં કોઈ ઇન્ટરનેટની જરૂર નહીં
તમારું કામ થઈ ગયું ચાલો હવે આપણે આપણા આપણા ચોથા અને છેલ્લા વિકલ્પ પર આવીએ જે છે ડિજિટલ પેમેન્ટ એપ્સ આ રીત તો ખૂબ જ કન્વીનિયન્ટ છે અને એમાં બીજો ફાયદો એ છે કે ઘણીવાર તમને કેશબેક ઓફર્સ પણ મળી જાય છે મતલબ કે બુકિંગ પણ થાય અને પૈસા પણ બચે paytીmફે કે એમેઝોon પે જેવી એપ્સ તો મોટાભાગના લોકો વાપરતા જ હશે બરાબર તો બસ આ બધી જ એપ્સમાં એલપીજી સિલિન્ડર બુક કરવાનો ઓપ્શન હોય છે. એટલું જ નહીં જે સરકારી હ્યુમન એપ છે એનાથી પણ આ કામ થઈ શકે છે. એપ ખોલો એલપીજી બુકિંગ પર જાઓ અને બસ થોડાક જ સ્ટેપ્સમાં તમારું બુકિંગ કન્ફર્મ. તો આ હતી ચાર અલગ અલગ અને એકદમ સરળ રીતો. ચાલો હવે ફટાફટ આ બધી જ માહિતીને એક સાથે જોઈ લઈએ. જેથી બધું બરાબર યાદ રહી જાય. જુઓ આ સ્લાઇડ એટલે તમારું કામ એકદમ આસાન. આ એક ક્વીક રેફરન્સ ગાઈડ જેવું છે તમારું ગેસ પ્રોવાઇડર કયો છે અને તમારે કઈ રીતે બુકિંગ કરવું છે એ પ્રમાણે બધી જ ડિટેલ્સ અહી એક જ જગ્યાએ છે હું તો કહું છું કે આનો એક સ્ક્રીનશોટ પાડીને રાખી લો ભવિષ્યમાં બહુ કામ આવશે તો હવે ખબર પડી ગઈ ને કે સિલિન્ડર બુક કરવું કેટલું સહેલું છે હવે પછી જ્યારે પણ સિલિન્ડર ખાલી થાય ત્યારે એ પહેલા વ્યસ્ત ફોન લાઈનનું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી બસ આ ચારમાંથી જે પણ રીત તમને ફાવે એનો ઉપયોગ કરો અને મિનિટોમાં તમારો સિલિન્ડર બુક કરી લો અને હા તમારો કીમતી સમય પણ બચાવો.