ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના. સૌથી પહેલા વાત કરીએ શિક્ષકોને સોંપાયેલી નવી કામગીરી વિશે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ ચાણક્યનું આ વાક્ય શિક્ષકનું માન કેટલું ઊંચું છે તેનું પ્રમાણ આપે છે પરંતુ આપણે ત્યાં સરકારી તંત્ર શિક્ષકોને સાધારણ સમજે છે અને વિદ્યાર્થીઓના ભણતરને પણ સામાન્ય સમજે છે શિક્ષકો પાસે મન ફાવે તેવા કામ કરાવાય છે શિક્ષકોને ફાલતુ કામો કરાવવાનો સિલસિલો હજુ પણ યથાવત છે હજુ તો શિક્ષકોને શ્વાન ગણવા મોકલવાનો વિવાદ શાંત થયો ત્યાં વધુ એક વિવાદિત પરિપત્ર રાજકોટ ડીડીઓએ કર્યો છે રાજકોટના જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષકોને નવી કામગીરી સોંપી છે અધિકારીએ શિક્ષકોને કહ્યું છે કે હવે તમે પાનની ગલ્લાવાળાઓ જે છે તેમને દંડ કરો. પહેલા આખો પરિપત્ર શું છે તે અમે તમને જણાવીએ. ત્યારબાદ આખા પરિપત્રનું વિશ્લેષણ કરીશું. સિગારેટસ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટની કલમ 6એ અંતર્ગત 18 વર્ષથી નીચેની વહની વ્યક્તિઓને તમાકુના વેચાણ તેમજ ખરીદ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે તેમજ આ અધિનિયમની કલમ 6બી મુજબ કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓની 100મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારના તમાકુની બનાવટનું વેચાણ કરવું કાનૂની ગુનો બને છે. આ અધિનિયમની કલમચાર અન્યવે અધિનિયમના
ઉલ્લંઘન સામે દંડ કરવા અને દંડને એકત્રિત કરવા માટે શાળાના આચાર્યો તથા શિક્ષકોને અધિકૃત કરવામાં આવેલ છે આ અધિનિયમ અન્વયવે રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી તમામ શાળાઓના આચાર્યશ્રીઓએ શાળાની 100મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચાણ પ્રતિબંધિત કરવા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાની રહેશે તથા વેચાણ કર્તા સામે આ અધિનિયમની જોગવાઈ અન્યવે દંડાત્મક કાર્યવાહી કરવાની રહેશે વધુમાં તમામ ગ્રામ પંચાયતો અંતર્ગત આવતી તમામ શાળાઓની આસપાસ તમાકુના ઉત્પાદનો વીજથી દુકાનો કાર્યરત ન રહે તે આશ્ચર્યશ્રીઓ અને સરપંચશ્રીઓ દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે આ બાબતે શાળાઓની આકસ્મિત મુલાકાત દરમિયાન આવી કોઈ બાબત ધ્યાને આવશે તો જેથી શાળાના મુખ્ય શિક્ષક તેમજ સરપંચશ્રી સામે કાર્યવાહી કરવામાં આવશે એટલે હવે શિક્ષકોને ભણાવવાનું નહીં પણપ પાનના ગલ્લે બેસી રહેવું પડશે
પાનના ગલ્લાવાળાઓ સાથે તકરારો કરવાની અને દંડ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો છે. પોલીસને બોલાવવાની અને પોલીસ જ્યાં સુધી ના ફાવે ન આવે ત્યાં સુધી બેસી રહેવાનું ટૂંકમાં શિક્ષકો તમે બહાર સમય બગાડો શાળામાં તમારું કંઈ કામ નથી કારણ કે અધિકારીઓને નથી લાગતું કે તમારે ભણાવવું જોઈએ બાળકો તો શાળામાં જાતે જ અભ્યાસ કરી લેશે કારણ કે ઘણી શાળાઓમાં તો માળ એક જ શિક્ષક છે જો તે પણ પાનના ગલ્લા પર જતા રહેશે તો શાળામાં ભણાવશે કોણ જિલ્લા વિકાસ અધિકારીના આવા વિચિત્ર પરિપત્રને લઈ શિક્ષકોમાં માં રોષ વ્યાપ્યો છે. શિક્ષકોએ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ મામલે વિરોધ વ્યક્ત કર્યો અને સાથે પોતાનો રોષ પણ પ્રગટ કર્યો છે. તો અમારું કામ બાળકોને ભણાવવાનું છે અમારે દંડ ઉઘરાવવા નથી જવાનું અને આ વિચિત્ર પ્રકારનો પરિપત્રને હિસાબે અમારે ગામ લોકો હારે સંઘર્ષ થાય છે કે જે લોકો અમે અહીયા સર્વિસ કરી છે તો એ અમારા જાણીતા હોય તો અમને એમને કહેવા જાય ત્યારે અમારે હરે સંઘર્ષમાં ઉતરે છે. તો અમને અમે સરકારને એટલું જ કહીશ અધિકારીને કે આવા પરિપત્ર પાછા ખેંચે જો પરિપત્ર પાછો નહી ખેચે તો અમે ગાંધીજીયા માર્ગે આંદોલન પણ કરીશું. બીજું ખાસ કે 30% એવી શાળાઓ છે કે જ્યાં બેનો છે. તો શું આ બેનો છે એ ત્યાં પાનના ગલે જઈ અને વિરોધ કરશે એનો દંડ ઉઘરાવશે આ અમારું કામ નથી આ પોલીસનું કામ છે પંચાયતનું કામ છે તો એમને આ કરવાનું હોય અમને છોકરાઓને ભણાવવા દયો. અ શિક્ષકોની જે મૂળભૂત કામગીરી છે એ મૂળભૂત કામગીરીને બાજુએ મૂકી અને અન્ય કામગીરીઓ જ્યારે આપવામાં આવે છે ત્યારે શિક્ષક સંઘ મારફત રાજકોટ જિલ્લાના તમામ શિક્ષકો આવી કામગીરીનો છે એ વિરોધ કરશે મૂળભૂત કામ અમારું જે ભણાવવાનું છે તો એમાં મહદ અંશે શિક્ષક છે
વર્ગખંડમાં રહે અને બાળકોને ન્યાય આપે એવા કામ છે એ અમારા અંદર રાષ્ટ્રીય હિતની કામગીરી છે તો એ કામ બાબત માટે અમે હર હંમેશ તૈયારી હોય છે કે એસઆઈઆર હોય ચૂંટણી હોય મત ગણતરીની હોય વસ્તી ગણતરી હોય તો એ કામ માટે શિક્ષકો બંધાયેલા છે અને એ કામગીરી કરશે. શિક્ષકોની આત્મા વેચાઈ રહી છે અને સરકારી અધિકારીઓ જાણે તેમની મજા લઈ રહ્યા છે જે શિક્ષકો બાળકોને અક્ષરજ્ઞાન વિચાર શક્તિ આપે છે તેમનામાં સ્વપ્નોનું બીજ રૂપે છે એ જ શિક્ષકોને હવે પાન મસાલાના ગલ્લા પર પોલીસ ઇન્સ્પેક્ટર બનાવી દેવાયા છે. એસી ઓફિસમાં મોજ કરતા અધિકારીઓએ શિક્ષકને મલ્ટીપર્પસ મશીન બનાવ્યા છે. એક તો રાજ્યની શાળાઓમાં પહેલેથી જ શિક્ષકોની સંખ્યા ઓછી છે. તેવામાં શિક્ષકોને ભણતરના કામના બદલે બીજા કામો સોંપી દેવામાં આવ્યા છે જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ વધારે બગડી રહ્યું છે. શિક્ષકની આબરૂ સન્માન અને તેમની શૈક્ષણિક ક્ષમતા બધુ જ તમારા મલ્ટીટાસ્કિંગના નામે કચડાઈ રહ્યું છે.
બાળકોના ભવિષ્ય સાથે મોટી રમત રમાઈ રહી છે. શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓના સપના પણ પાનની પિચકારીઓમાં ખોવાઈ રહ્યા છે અને એટલે જ હવે શિક્ષકો કહી રહ્યા છે કે અમે વિદ્યાર્થીઓના જીવનનો ઉજાસ છીએ તેમના ભવિષ્યના નિર્માતા છીએ અને તમે અમને પાનના ગલ્લાના ચોકીદાર બનાવી દો તો કેવી રીતે ચાલે ખરેખર આ સ્વીકારી ન શકાય એ રીતની કામગીરીનો પરિપત્ર કરવામાં આવ્યો છે કારણ કે મૂળ જે વાત છે એ આમાં સંઘર્ષ થવાનો બહુ ભયસ્થાન રહે અને કાલ સવારે બીજા ડિપાર્ટમેન્ટ પણ આ જે પરિપત્ર છે એને ધ્યાને લઈને એમ કે કે ભાઈ શાળાની બહાર જે દબાણ છે એ પણ શિક્ષકોની જવાબદારી છે. એટલે આ રીતે તર્ક આપણને ઘડે ઉતરે નહી એ રીતની સાહેબ દ્વારા પરિપત્ર થયો છે. તો આપણે વિનંતી કરીએ વહીવટી તંત્ર અને સત્તા તંત્રને કે આ પ્રકારની કામગીરીથી શિક્ષકોને ખાસ કરીને મુક્ત રાખે. સંઘ દ્વારા એવી વિચારણા ચાલે છે કે અમે ગાંધીજીને માર્ગે આંદોલન કરશું અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અરજ છે કે જે ડિપાર્ટમેન્ટ માનો પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે વહીવટી તંત્ર ગ્રામ પંચાયતના મંત્રી છે એ ડ્રાઈવ કરે અને એને એવી જોગવાઈ આપી દે કે ભાઈ દંડ તમારે લેવો તો અમારા માટે ઘણું સરળ થઈ જાય પાનના ગલ્લા શૈક્ષણિક સંસ્થાઓથી દૂર રહે તે જોવાની જવાબદારી તો તંત્રની છેફૂડ ઇન્સ્પેક્ટર હોય કે પછી પોલીસ દંડ કરવાની કામગીરી એમને સોંપવામાં આવે તો ઠીક પરંતુ શિક્ષકોને આવી કામગીરી સોંપીને અધિકારીએ જાણે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું લાગી રહેવું છે. શિક્ષકને ભણાવવાના બદલે પાનગલ્લા પર મોકલનાર તમારા જેવા અધિકારીઓના કારણે આજે સરકારી શાળાના બાળકો ભણવામાં પાછળ રહી ગયા છે. આજે કોઈપણ ડિપાર્ટમેન્ટની કામગીરી શિક્ષકો પર થોપી દેવામાં આવે છે.
શિક્ષકો ક્યાં સુધી આ બધું સહન કરશે તે પણ એક મોટો સવાલ છે કારણ કે આવી એક કામગીરી શિક્ષકો નથી કરતા શિક્ષકો માટે દર મહિને કોઈને કોઈ નવો ફતવો બહાર પાડવામાં આવતો હોય છે. ક્યારેક તેમને શ્વાન ગણવા મોકલી દેવાય છે. આવી તો 56 પ્રકારની બિનશૈક્ષણિક કામગીરીઓ છે. અધિકારીઓએ શિક્ષકોને આવી કામગીરીઓ સોંપવાના બદલે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ કથળતું જઈ રહ્યું છે. ડ્રોપઆઉટ રેશિયો તમે જોશો તો તમને સમજાશે કે શિક્ષણની સ્થિતિ કેટલી ખરાબ છે. વર્ષ 2024 માં ગુજરાતમાં 54,541 વિદ્યાર્થીઓએ શાળાને અલવિદા કહી દીધું છે. જ્યારે વર્ષ 202526 માં આંકડો 2 4 લાખ પર પહોંચી ગયું છે એટલે કે સરકારી તંત્રે પાનના ગલ્લાઓની ચિંતા કરવાના બદલે બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર છે પાનના ગલ્લા નજીક હોવાથી વિદ્યાર્થીઓના માણસ ઉપર નકારાત્મક અસર થાય તેવા સાચી છે પણ તેનો ઉકેલ એ શિક્ષકો નથી પાનના ગલ્લાવવાળાઓને દંડ કરવાની જવાબદારી પણ શિક્ષકોની નથી આ કામગીરી સંલગ્ન વિભાગોને સોંપવી જોઈએ જેથી એ પણ થોડું ઘણું કામ કરી લે