યુદ્ધના વિમાનો ઉડે આકાશમાં છે પણ એનું ભારણ સહન કરે છે ધરતી જ્યાં એકસાથે નાની નાની કબરો ખોદાય છે ઈરાનનું મિનાબ શહેર આજે શોકમાં ગરકાયેલું છે અહીં 100 થી વધુ નાની કબરો ખોદાઈ રહી છે આકાશમાંથી લેવામાં આવેલી એ તસ્વીર જમીન પર ચોરસ આકારના જે નિશાન દેખાય છે એ જાણે ધરતી તી પર કોઈ બીજી દુનિયાની બારીઓ ખોલતી હોય એવા દ્રશ્ય છે આ કબરો છે
એ બાળકીઓની જેના મૃત્યુ આ યુદ્ધમાં થયા છે 28 ફેબ્રુઆરીની સવાર હતી જ્યારે વર્ગખંડમાં પાઠ ચાલી રહ્યા હતા અચાનકથી મિસાઈલનો અવાજ આવે છે અને મિસાઈલ શાંતિને ચીરી અને શાળાની ઇમારતને ધ્વસ્ત કરી નાખે છે શરૂઆતમાં પાંચનો આંકડો આવ્યો એના પછી 85 નો ત્યારબાદ 108 અને અંતે ખબર પડી કે 165 જેવી નાની નાની ફૂલ જેવી બાળકી ના આમાં મૃત્યુ થયા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જેમાં તેમણે લખ્યું કે હુમલાબાદ બાળકીઓના શરીર ટુકડા ટુકડા થઈ ગયા હતા. ઈરાનના રાષ્ટ્રપતિએ પણ કહ્યું કે
આ બરબર કૃત્ય છે અને અપરાધોના કાળા પાના તરીકે પણ એને વર્ણવ્યું ઈરાને યુએનમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી છે દાવો કર્યો છે કે નાગરિક સ્થળને જાણી જોઈ અને નિશાનો બનાવવામાં આવ્યો છે. બીજી તરફ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઇઝરાયેલે જાહેરમાં સ્વીકાર્યું છે કે તેમણે શાળાને નિશાન બનાવી છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેમને નાગરિક નુકસાનની માહિતી થઈ છે. મામલાની સમીક્ષા કરી રહ્યા છીએ તપાસ ચાલુ છે અને નાગરિકોની સુરક્ષા એ સર્વોચ્ચ છે
એટલે એકની ટોપી બીજા પર અને હવે કારણો શોધવામાં આવશે કે કેમ ત્યાં મિસાઈલ ફેંકવામાં આવી ત્યાં હુમલો કેમ કરવામાં આવ્યો એના જવાબો મળી જશે પણ એ બાળકીઓના સવાલોનું શું? ભલે એવું કહેવાઈ રહ્યું છે કે એવરીથિંગ ઇસ ફેર ઇન વોર પણ એવું નથી હોતું.આઈ ટઓઆ એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક આર્ટીકલ મુજબ યુદ્ધ દરમિયાન શાળાઓ અથવા નાગરિક વિસ્તારો પર હુમલો કરવો આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે અને એ હ્યુમન રાઇટ્સ વિરુદ્ધ પણ હોય છે યુદ્ધમાં તમે કોઈપણ પક્ષમાં હોવ એમાં તમારે ત્રણ વસ્તુઓનું પાલન કરવું પડે છે પ્રથમ નિયમ એ છે
કે સૈનિક અને નાગરિક ઠેકાણા વચ્ચે સ્પષ્ટ ભેદ હોવો જોઈએ એટલે કયા સૈનિક ઠેકાણાઓ છે અને ક્યાં નાગરિકો રહી રહ્યા છે શાળા હોસ્પિટલ જેવી નાગરિક સુવિધા ઓ જે છે નાગરિક સામાન્ય રીતના ઉપયોગ કરે ત્યાં હુમલા ન કરી શકો જો કોઈ સ્થળ અંગે શંકા હોય તો તેને નાગરિક સંપત્તિ માની અને એને બચાવવું જરૂરી છે યુદ્ધ દરમિયાન બાળકોને વિશેષ આંતરરાષ્ટ્રીય સુરક્ષા આપવામાં આવે છે અને અત્યારે આ 150 નાની નાની જે કબરો છે એ વર્ષો સુધી એ યુદ્ધની ભયાનકતા કેટલી હતી એનું સાક્ષી રહી અને બધાને બતાવતા રહેશે. યુદ્ધમાં જીત કોઈની પણ થાય પણ હાર હંમેશા માનવતાની થતી હોય છે એવા આ દ્રશ્યો છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો