Cli

ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોરમુઝ બંધ કરવામાં આવ્યું તે કેવી રીતે ભારતને નુકશાન કરી શકે છે?

Uncategorized

યુદ્ધ હંમેશા તેની સાથે વિનાશકારી પરિણામો લાવતું હોય છે યુદ્ધ જે તે પ્રદેશને સંપૂર્ણપણે બરબાદ કરી નાખતું હોય છે આધુનિક યુગમાં બે વિશ્વ યુદ્ધ હોય કે પછી વિયતનામ યુદ્ધ કે પછી 90 ના દાયકામાં ખેલાયેલું ખાડી યુદ્ધ હોય હંમેશાથી યુદ્ધની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડતી હોય છે. 2023 ના વર્ષમાં ઇઝરાયેલના ગાઝામાં શરૂ થયેલું યુદ્ધ આજે એટલું વ્યાપક બની ચૂક્યું છે કે ઈરાન દ્વારા સમગ્ર પશ્ચિમ એશિયામાં બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કરવામાં આવી રહ્યો છે બહેરીન કતાર કુવેત સાઉદી અરેબિયા ઇઝરાયેલ યુએઈના શહેરોમાં હુમલાઓ સતત ચાલુ છે

સતત સાયરાનો વાગી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે સૌથી ભયંકર બાબત એ છે કે ઈરાન દ્વારા થોડાક સમય અગાઉ જ સ્ટ્રેટ ઓફ હોરમુઝને બંધ કરી દેવામાં આવી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ શુક્રવારના રોજ જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરારોને લઈને જે જીનીવામાં વાતચીત થઈ તેનું કોઈ પરિણામ ના આવ્યું ત્યારે જ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ સાત મહિનાના આસમાને પહોંચી ગયા હતા. થોડાક સમય અગાઉ ઈરાન દ્વારા પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડતી હોરમુઝની ખાડી પર કમર્શિયલ શિપ્સના પરિવહન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો સૌપ્રથમ આપણે નકશાની મદદથી સમજીએ કે આ સ્ટેટ ઓફ હોરમુઝ ક્યાં આવેલી છે તો દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો પશ્ચિમ એશિયાનો મેપ અને પશ્ચિમ એશિયાના મેપમાં સૌથી મહત્વપૂર્ણ એવું સ્ટેટ ઓફ હોરમુસ કે જે ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડે છે અને આ સ્ટેટ ઓફ હોરમુઝના એક કાંઠે આવેલું છે ઈરાન અને બીજા કાંઠે આવેલું છે

ઓમાન આ જેટલો તમે નાનકડો ભાગ જોઈ શકો છો તે ઓમાનનો છે અને પર્શિયન ગલ્ફના જે દેશોની વાત કરીએ તો પર્શિયન ગલ્ફમાં આવે છે ઈરાન યુએઈ કતર બહેરીન સાઉદી અરેબિયા કુવેત અને ઈરાક સ્ટેટ ટોપ હોરમુસ એ મહત્વનો ચોકપોઈન્ટ છે જ્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ક્રુડ ઓઇલ અને એલએનજી એટલે કે કુદરતી વાયુ પસાર થાય છે હવે આપણે જાણીએ કે આ સ્ટ્રેટ ઓફ હોર્મોન્સનું ભારત માટે મહત્વ શું છે તો ભારત તેની જરૂરિયાતનું 80% જેટલું ક્રૂડ ઓઇલ એ બહારથી આયાત કરે છે ભારતનો વાર્ષિક 2 બિલિયન બેરલ જેટલા ક્રૂડ ઓઇલની જરૂરિયાત હોય છે જો આંતરરાષ્ટ્રીય બજારોમાં માત્ર ક્રૂડ ઓઇલના ભાવોમાં એક ડોલરનો વધારો થાય તો ભારતના બજેટમાં એટલે કે આપણું બિલ 2 બિલિયન ડોલર જેટલું વધી જાય છે માત્ર એક ડોલરના વધારા પર આટલી મોટી અસર આપણા અર્થતંત્ર પર પડે છે સ્ટેટ ઓફ હોરમુઝનું ખાડી દેશો માટે પણ ખૂબ મહત્વ છે કેમ કે સાઉદી અરેબિયા ઈરાક યુએઈ પણ સ્ટેટ ઓફ હોરમુસ પર ભારે નિર્ભર છે આજ કારણ હતું કે આ તમામ ખાડી દેશો અને તેમાં પણ સાઉદી અરેબિયાની યુએઈ એ યુએસએને ઈરાનમાં મિલિટરી ઇન્ટરવેન્શન ના કરવા સમજાવતા હતા. નકશાની મદદથી આપણે સમજીએ તો યુએઈ કે

જેને માત્ર ને માત્ર જો દરિયાનું એક્સેસ મળે છે તો પર્શિયન ગલ્ફ થકી જ મળે છે કતાર કે જે સૌથી મોટું એલએનજીનું પ્રોડ્યુસર છે સમગ્ર મિડલ ઈસ્ટમાં તેને પણ માત્ર ને માત્ર પર્શિયન ગલ્ફમાં જ એને એક્સેસ મળે છે અને એ પણ સ્ટેટ ઓફ હોર્મુસ્તકી બહેરીન છે કુવેત છે ઈરાક છે ઇવન સાઉદી અરેબિયા કે તેને પણ પર્શિયન ગલ્ફ તેના અર્થતંત્રમાં ખૂબ મોટો ભાગ ભજવે યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના આંકડાઓ ઉપર નજર કરીએ તો દરરોજ સ્ટ્રેટ ઓફ હોરમુઝમાંથી પાંચમાં ભાગનું એટલે કે 20ટ જેટલું એલએનજી એટલે કે કુદરતી વાયુ અહીંથી પસાર થાય છે આ ઉપરાંત 15 મિલિયન બેરલ જેટલું ક્રૂડ ઓઇલ દરરોજ અહીંથી પસાર થાય છે હવે વાત કરીએ ભારતની તો ટેન્કર ડેટા અનુસાર ભારતનું 40% જેટલું ક્રૂડ ઓઇલ આ સ્ટ્રેટ ઓફ હોરમુઝમાંથી આવે ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબરનું ક્રૂડ ઓઇલનું વપરાશ કરતા છે માટે જ સ્ટેટ ઓફ હોરમુઝના બંધ થવાથી સમગ્ર દુનિયામાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને જશે અને એટલું જ નહીં હુથી બળવાખોરો અન્ય એક મહત્વનો ચોકપોઈન્ટ એટલે કે બબલ અલ મંદાદ આ તમે નકશામાં જોઈ શકો છો આ જે ચોકપોઈન્ટ છે

તેને બબલ અલ મંદાદ કહેવામાં આવે છે કે જે ગલ્ફ ઓફ એડન અને રાતા સમુદ્રને જોડે છે અને હુથી બળવાખોર તેને પણ તણાવના સંજોગોમાં બંધ કરી શકે છે આમ લાંબાગાળે જો સ્ટેટ ઓફ હોરમુઝ જો આગામી સમયમાં એટલે કે આગામી 24 થી 48 કલાકમાં ચાલુ ન થયું તો ભારત સહિત જે અન્ય દેશો છે ખાસ કરીને ચાઇના અને સાઉથઈસ્ટ એશિયાના જે દેશો છે તેમના ક્રૂડ ઓઇલના સપ્લાય અને એલએનજીના સપ્લાયને ખૂબ મોટાપાએ ફટકો પડી શકે છે. લાંબાગાળે એ પણ આપણે જાણી લઈએ કે ઈરાન માટે શું સ્થિતિ બની શકે છે તો ઈરાન ચાઈનાનો પણ સાથ ગુમાવી શકે છે કેમ કે ચાઈના પણ 30ટ જેટલું તેની જરૂરિયાતનું ક્રૂડ ઓઇલ આ સ્ટેટ ઓફ હોરમુઝમાંથી તે લેશે અને આપણે જણાવી દઈએ કે હાલમાં અમેરિકાને આર્થિક સ્તરે કોઈ જો ટક્કર આપી રહ્યું હોય તો ત્યાં આપણો પડોશી દેશ ચાઈના છે તો સ્ટેટ ઓફ ઓરમુઝનું વિશ્વના અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વ છે

અને એ જ કારણ હતું કે જ્યારે યુએસએ દ્વારા અને ઇઝરાયેલ દ્વારા ઈરાનમાં જે સ્ટ્રાઇક કરવામાં આવી તેમાં પણ જે ઈરાનની જે ઓઇલ ફેસિલિટીસ છે ઈરાનની જે રિફાઇનરીઓ છે ઈરાનના જે કૂવા છે તેને ટાર્ગેટ કરવામાં આવ્યા નથી. યુએસનો એક જ લક્ષ્યાંક હતું કે ઈરાનમાં એ વસ્તુઓને ટાર્ગેટ કરવામાં ન આવે જેનાથી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જબરજસ્ત વધારો થાય. પરંતુ હવે ઈરાન દ્વારા બદલામાં આ યુએઈ છે સાઉદી અરેબિયા છે કતર છે બહેરીન છે કુવેત છે ઈરાકમાં અને ઇવન ઓમાનમાં પણ ખૂબ મોટાપાએ હવે બેલેસ્ટિક મિસાઈલોથી હુમલા કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત આજે તો સાયપ્રસના જે બ્રિટિશ બેઝ આવેલા છે તેને પણ નિશાન બનાવવામાં આવ્યા છે એટલે લાંબાગાળે જોવાનું એ રહે છે

કે જો યુએસ ઈરાનમાં ખૂબ મોટાપાએ મિલિટરી ઓપરેશનસ હાથ ધરે છે તો આવનારા સમયમાં માં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી જશે અને જેના કારણે ભારત સહિત જે વિકાસશીલ દેશો છે જે ગ્લોબલ સાઉથના દેશો છે ત્યાં તેમના ત્યાં તેમનું અર્થતંત્ર ડામાડોળ થઈ શકે છે અને આપણા ત્યાં મોઘવારી પણ ખૂબ એક ચરમ સીમાએ પહોંચી શકે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ આ સ્ટેટ ઓફ હોરમુઝને લઈને આપનું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *