Cli

ઓછી કિંમત અને દમદાર રેન્જ! આ ઈલેક્ટ્રિક સ્કૂટરે માર્કેટમાં માહોલ જમાવ્યો, 6 લાખ લોકોએ ખરીદ્યું

Uncategorized

ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. આ સેગમેન્ટમાં નવા-નવા મોડલ્સ સતત લોન્ચ થઈ રહ્યા છે. એવામાં બજાજ કંપનીના ઈલેક્ટ્રિક સ્કૂટરે રીતસરનું માર્કેટ ગરમ કર્યું છે. અત્યાર સુધીમાં 6 લાખથી વધારે લોકોએ આ કંપનીના સ્કૂટર ખરીદ્યા છે.

ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. આ સેગમેન્ટમાં નવા-નવા મોડલ્સ સતત લોન્ચ થઈ રહ્યા છે. પરંતુ કેટલાક વાહનો એવા છે જેને ગ્રાહકો સૌથી વધુ પસંદ કરી રહ્યા છે. બજાજ ચેતક તેમાંથી એક છે. ઘરેલુ બજારમાં 6 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા બજાજ ચેતકે અત્યાર સુધીમાં ગ્રાહકોને 6 લાખથી વધુ સ્કૂટર્સ ડિલિવર કરી દીધા છે.

વાહન પોર્ટલના આંકડા અનુસાર, જાન્યુઆરી 2020થી 12 ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારતમાં કુલ 6,02,672 બજાજ ચેતક સ્કૂટર્સ વેચાઈ ચૂક્યા છે. જાન્યુઆરી 2020થી અત્યાર સુધી ભારતમાં કુલ 42.75 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચાયા છે, જેમાં બજાજ ચેતકનો હિસ્સો આશરે 14 ટકા રહ્યો છે.

ઓવરઓલ વેચાણ મામલે બજાજથી આગળ ટીવીએસ મોટર્સ અને ઓલા ઇલેક્ટ્રિક જ છે. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓમાં ઓલાનું વેચાણ ઝડપથી ઘટ્યું છે. આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2025માં બજાજ ચેતકના 2,31,168 યુનિટ વેચાયા છે, જે 2024ની સરખામણીમાં 117 ટકા વધુ છે.

એપ્રિલ 2025થી 12 ફેબ્રુઆરી 2026 સુધી બજાજ ઓટોએ 2,27,610 ચેતક સ્કૂટર્સનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ચેતકનો માર્કેટ શેર આશરે 20 ટકા રહ્યો છે. વધતી માંગને જોતા ચેતકના પુણે પ્લાન્ટમાં પ્રોડક્શન વધારી દેવામાં આવ્યું છે, જેથી ગ્રાહકોને સમયસર સ્કૂટરની ડિલિવરી આપી શકાય.SIAM અનુસાર જાન્યુઆરી 2020થી જાન્યુઆરી 2026 સુધી કુલ 6,66,322 યુનિટનું પ્રોડક્શન થયું છે. આમાંથી અડધાથી વધુ સ્કૂટર્સ છેલ્લા 22 મહિનામાં બન્યા છે. અત્યાર સુધી ઘરેલુ બજારમાં 6,62,043 યુનિટ ડીલરોને મોકલવામાં આવ્યા છે, જ્યારે 1,120 યુનિટ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે.

હાલમાં જ ચેતકનું નવું અને સસ્તું મોડલ C2501 બજારમાં ઉતારવામાં આવ્યું છે. તેની શરૂઆતી કિંમત 87,100 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આમાં 2.5 kWhની બેટરી આપવામાં આવી છે, જે ફુલ ચાર્જ પર 113 કિલોમીટરની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 55 કિમી પ્રતિ કલાક છે અને વજન માત્ર 108 કિલો છે. કંપનીએ તાજેતરમાં વુમન્સ IPLની વિનર ટીમ RCBના તમામ પ્લેયર્સને એક-એક સ્કૂટર ગિફ્ટ કર્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *