Cli

લગ્ન સમારંભમાં ફૂડ પોઈઝનિંગ, 1000 લોકોએ લીધું હતું ભોજન?

Uncategorized

અમલસા ગામમાં લગ્ન પ્રસંગે ભોજન બાદ ફૂડ પોઇઝનિંગની ઘટના બની. લગ્ન સમારોહમાં અંદાજે 1000 જેટલા લોકોએ ભોજન લીધું હતું. ત્યારબાદ અનેક લોકોને ઝાડા, ઊલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી.ઉલ્લેખનીય છે

કે વર કેનલ ટંડેલ સહિતની જાન નવસારી તરફ નીકળી હતી ત્યારે અચાનક તબિયત બગડવાની શરૂઆત થઈ. તમામ પીડિતોને તાત્કાલિક અસરથી જલાલપુર મંદિર CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 10 લોકોને સારવાર આપ્યા બાદ

હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે 12 લોકોની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.અહેવાલ મુજબ અમલસા, કૃષ્ણપુરા અને મંદિર વિસ્તારમાં મળીને અંદાજે 70 જેટલા લોકોને ઝાડા-ઊલ્ટીની સમસ્યા થઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.NS 18 એપ ડાઉનલોડ કરવા માટે QR કોડ સ્કેન કરો અને મેળવો ગુજરાત તેમજ દેશ-વિદેશના તાજા સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *