Cli

શિક્ષકોને શ્વાન ગણતરીની જવાબદારી સોંપાતા વિવાદ

Uncategorized

સમાચાર અમદાવાદથી કે જ્યાં શિક્ષકોને શવાન ગણતરીની જવાબદારી સોંપાતા વિવાદ ઊભો થયો છે કામગીરી સોંપાતા શિક્ષક સંઘ આવ્યો મેદાને શિક્ષકોને ટાર્ગેટ કરી બિનશૈક્ષણિક કામગીરી સોપવામાં આવે છે શ્વાન ગણતરીના પરિપત્રથી શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચી છે સરકારને બદનામ કરવાના ઇરાદે પરિપત્ર કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો. કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવી છે

કે આપના તાબા હેઠળની સંસ્થાઓ શાળાઓ અને કચેરીઓ એની અંદર કેમ્પસમાં રખડતા કુતરા અને આસપાસના વિસ્તારની અંદરના રખડતા કૂતરાઓની વિગત મોકલી આપવી સરકારશ્રીએ કમિશનર કચેરીમાંથી એક પરિપત્ર થયો છે અને શિક્ષકોને ને કુતરા ગણવાની કામગીરી પણ સોંપી છે.

મને તો એવું લાગે છે કે ચોક્કસપણે સરકાર બદનામ થાય એવા માટે કોઈ ચોક્કસ માણસો આવી રીતે વાર તેવારે અથવા તો ચોક્કસ સમયગાળાએ આવી વાતોને વહેતી મૂકી દેતા હોય છે.

જેણે પણ આ વિચાર મૂક્યો છે એ સદંતર ખોટો છે. શિક્ષકોના આત્મસન્માનને આના કારણે ઠેસ પહોંચી છે. ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ એ સિવાયના આવા કામો ન સોપવા જોઈએ. આ સમજદારીનો વિષય છે શિક્ષકો પ્રત્યે સન્માનનો વિષય છે હું માનું છું અને વિશ્વાસ પણ ધરાવું છું સરકારમાં કે સરકાર આના પર ચોક્કસ પગલા લેશે અને ચોક્કસપણે આ પરિપત્રને રદ્દ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *