[સંગીત] [હાસ્ય] [સંગીત] ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવતી સેલેબને પણ ટક્કર મારે એવી લાઈફ સ્ટાઇલ જીવતી મોટા નેતાઓથી લઈને અધિકારીઓ સાથે ગરવો રાખતી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી નીતા ચૌધરીની આજે અતઃથી ઈતિ જાણીએ નમસ્કાર નિર્ભય ન્યુઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતમાં આજકાલ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી નીતા ચૌધરીની ખૂબ ચર્ચા છે નામચીન બુટલેગર સાથે ઝડપાઈ બાદ ફરાર થઈ ગયેલી નીતા ચૌધરીને એટીએસએ ફરી દબોચી લીધી છે ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવતી નીતા સેલેબને પણ ટક્કર મારે એવી લાઈફ સ્ટાઇલ જીવતી હતી મોટા નેતાઓથી લઈને અધિકારીઓ સાથે ગરોબો રાખતી નીતાના એક પછી એક કારનામા બહાર આવી રહ્યા છે નીતા ચૌધરી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોરિયા ગામની વત્ની છે તેણે 15 વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા તેના પતિનું નામ વીરસંગ ચૌધરી છે અને તે બનાસકાંઠાના બાદરપુરા ગામમાં રહે છે વીરસંગ ચૌધરી ખેતીવાડી અને જમીન મકાનના લેવેજ સાથે સંકળાયેલા છે તેઓ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે હાલમાં તેમના
ભાભી ગામના સરપંચ છે નીતા ચૌધરીએ વીર સંગ સાથે લવ મેરેજ કર્યા એટલે તેને તેના માતા-પિતા સાથે બહુ ઓછો સંબંધ છે એવી પણ ચર્ચા છે વર્ષ 2015 માં નીતા ચૌધરી પોલીસ ખાતામાં ભરતી થઈ શરૂઆતમાં તેણે પૂર્વક કચ્છ પોલીસના એલસીબી માં ફરજ બજાવી ત્યારબાદ તે સીઆઈડી બ્રાન્ચમાં લાગી પૂર્વ કચ્છના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તેણે નોકરી કરી મૂળ ઉત્તર ગુજરાતની નીતાએ ગણતરીના મહિનાઓમાં જિલ્લા પોલીસમાં પોતાનો દબદબો જમાવી લીધો કચ્છ પૂર્વના ગણ્યા ગણાય નહીં એટલા અધિકારીઓ નીતાના ઈશારે નાચતા હતા ગુનેગારોના સંપર્કમાં આવેલી નીતાને બનાસકાંઠાના રાજનેતા સાથે સંપર્ક બાદ ભારે ગરોબો થઈ ગયો ત્રણેક વર્ષ અગાઉ નીતાનું જે રાજનેતા સાથે ઘરોબો થયો તેમણે જ નીતા ચૌધરીને સીઆઈડી ક્રાઈમમાં બદલી કરાવી આપવામાં પણ એક મોટી ભૂમિકા નિભાવી નોકરી ઓછી અને ચાકરી વધુ કરનારી નીતા ચૌધરીની વૈભવી લાઈફ સ્ટાઇલના કારણે વર્ષોથી પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર હતી પણ એક દિવસ એવો આવ્યો કે નીતાના આ બધા મોજ શોખ પર પાણી ફેરવાઈ ગયું 30 જૂનનો એ દિવસ હતો સૂત્રો પાસેથી માહિતી મળી છે કે નીતા ચૌધરી તેના ગામ બાદલપુરમાં નોકરીમાંથી રજા લઈને ફરવા ગઈ અને ત્યાંથી તે કાર લઈને આબુ ગઈ હતી અને ત્યારે તેના પર યુવરાજસિંહ નો ફોન આવ્યો અને આબુથી દારૂ લઈને આવવાનું કહેવામાં આવ્યું અને નીતા દારૂ લઈને કચ્છ આવતી હતી અને રસ્તામાં નીતાએ યુવરાજસિંહ ને ફોન કર્યો બંને વચ્ચે નક્કી થયા મુજબ યુવરાજ અન્ય કારમાં સામખિયાળી પહોંચ્યો જેવી નીતા આબુથી દારૂ લઈને ત્યાં પહોંચી તો યુવરાજ રસ્તામાં ઊભો હતો તેણે યુવરાજને થારક કાર સોંપી પોતે બાજુની સીટમાં બેસી ગઈ સૂત્રોના કહેવા
મુજબ અસલી ટાર્ગેટ નીતા ચૌધરી નહીં પરંતુ બુટલેગર યુવરાજસિંહ જાડેજા હતો જે કચ્છ એલસીબી પીએસઆઈ ડીજે ઝાલાના વોચ લિસ્ટમાં હતો પીએસઆઈ ઝાલાએ ભચાવ પોલીસમાં આવ્યા બાદ યુવરાજસિંહ વિરુદ્ધ પાંચ પ્રોહીબીશનના ગુના દાખલ કર્યા એમાં તે વોન્ટેડ હતો અને 30 જૂનના દિવસે પીએસઆઈ ઝાલા રોજની જેમ રૂટીન કાર્યવાહી કરતા હતા અને સાંજના સમયે તેમના પર ફોન આવ્યો અને તેમને માહિતી મળી કે યુવરાજસિંહ સફેદ થારમાં સામખિયાળીથી નીકળ્યો છે અને ગાંધીધામ જઈ રહ્યો છે થોડીવારમાં બચાવના ચોપડવા બ્રિજ પરથી પસાર થવાનો છે આટલું સાંભળતા પીએસઆઈ ઝાલાએ દોટ મૂકી યુવરાજસિંહને પકડવા માટે તરત છ પોલીસ કર્મીની અલગ અલગ ત્રણ ટીમ બનાવી વોચ શરૂ કરવામાં આવી પોલીસની ટીમો બચાવના ચોપડવા બ્રિજ નીચે ખાનગી વાહનમાં વોચ રાખીને ઊભી રહી અને રાત્રે જેવી સફેદ કલરની થાર પોલીસને દેખાય તુરંત તેમણે દોટ મૂકી પોલીસના બધા જ કર્મીઓએ પૂરપાટ આવતી સફેદ કલરની થારને રોકવા માટે પોલીસની ત્રણ ખાનગી ગાડી આવી યુવરાજસિંહને કહ્યું કે ઊભો રહેજે જો કે તે ન માન્યો અને ગાડી સીધી જ પીએસઆઈ ઝાલા અને કર્મચારી પર દોડાવી દીધી થાર કાર થંબાવી દીધા પછી પણ યુવરાજ કાચ કે દરવાજા ખોલવા નહોતો માંગતો થારના કાચ કાળા હોવાથી અંદર જોઈ શકાતું ન હતું પોલીસે અંદાજે 15 થી 20 મિનિટ સુધી દરવાજા ખખડાવ્યા અને ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પોલીસ કર્મચારીઓએ યુવરાજસિંહને ખેંચીને થાર માંથી જેવો બહાર કાઢ્યો કે તરત પીએસઆઈ ઝાલાની નજર બાજુની સીટમાં બેઠેલી નીતા ચૌધરી પર પડી અને પીએસઆઈ ઝાલાએ પૂછ્યું આ કોણ છે ત્યારે તેમની ટીમમાંથી કોઈએ કહ્યું આ તો લેડી પોલીસ કોન્સ્ટેબલ નીતાબેન ચૌધરી છે અને તે સીઆઈડી ક્રાઈમમાં નોકરી કરે છે બસ ત્યારથી આ નીતાબેનની પડતી શરૂ થઈ પોલીસે જ્યારે નીતા ચૌધરી અને યુવરાજસિંહ ને પકડ્યા ત્યારે થાર કારમાંથી દારૂની 16 બોટલ મળી આવી જો કે બેમાંથી કોઈ પણ દારૂ પીધેલી હાલતમાં નહોતું મળ્યું યુવરાજસિંહ આવી હરકત પહેલીવાર નથી કરી અગાઉ પણ તેણે એક બાતમીદાર પર ગાડી ચડાવી હતી ત્યારે કલમ 307 નો ગુનો યુવરાજસિંહ ઉપર દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી સમાધાન થઈ ગયું પણ હાલમાં એ બાતમીદાર હયાત નથી યુવરાજસિંહ અને નીતા ચૌધરીની ધરપકડ થઈ ત્યારથી તે તેના ચહેરા પર કોઈ રંજ નહોતો દેખાતો નીતા ચૌધરીને જ્યારે જુઓ ત્યારથી ખુશ જ જોવા મળી હતી એ જ ખબર નથી પડતી કે ખુશી કોના કારણે દેખાઈ રહી છે કોની કોની દયા નીતા ચૌધરી પર છે ક્યારેક સામે આવે છે કે મોટા ગજાના નેતાનો હાથ છે તો ક્યારેક સાગરીત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે હાથ છે
કોન્સ્ટેબલ નીતા ચૌધરી જેને બચાવ પોલીસ દ્વારા બુટલેગર જોડે દારૂની ખેપ મારતા અને પોલીસની હત્યા અને કોશિશનો ગુનો દાખલ થયો હતો તે હવે હત્યાના કેસમાં નીતા ચૌધરીને જે જામીન મળ્યા હતા તે જામીન સેશન્સ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યા હતા જામીન રદ્દ થતાં પહેલા જ નીતા ચૌધરી કચ્છમાંથી ફરાર થઈ ગઈ જો કે નીતા ચૌધરી સવાર હતી એ થારની માલિકી મુદ્દે પણ ઘણા ગંભીર સવાલો અને શંકાઓ ઉઠી રહ્યા છે છે પોલીસને થારમાંથી એક આરસી બુક મળી આવી હતી તેના લખાણ અનુસાર થારનો માલિક યોગેશ લીંબાતિયા છે યોગેશ સ્થાનિક સમાચાર પત્રમાં પત્રકાર તરીકે નોકરી કરે છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સફેદ રંગની થાર શોરૂમમાંથી જ્યારે છોડાવી ત્યારે પણ નીતા ચૌધરી હાજર હતી આ સમયની રીલ્સ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી છે અને જોઈ પણ શકાય છે એટલું જ નહીં નીતા ચૌધરી પોતે આ કાર લઈને મોજ માણવા માટે નીકળી પડી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે કારનો ખરેખર માલિક કોણ છે એ પણ પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે જ્યારે નીતા ચૌધરી કચ્છમાંથી ફરાર થઈ
ત્યારે તેને એટીએસ શોધી રહી હતી અને એટીએસ ગુજરાતની ટીમે લીમડી પાસેના ભલગામડા ગામે એક મકાનમાં છુપાયેલી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીએ ઝડપી પાડી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છ ભચાવ તાલુકાના જૂની ચિરાઈ ગામના યુવરાજસિંહ જાડેજાની સાસરી ભલગામડા થાય છે યુવરાજસિંહએ તેની સાથીદાર નીતા ચૌધરીને ધરપકડથી બચાવવાની જવાબદારી તેના શાળા આદિત્યરાજસિંહ રાણાને સોંપવામાં આવી છેલ્લા ત્રણ દિવસથી નીતા ચૌધરી ગામના યુવક મયુરના બંગલામાં રહેતી હતી બને એવી યુવરાજસિંહની સાથીદાર નીતા ચૌધરીને છુપાવવા ખુદ શાળાએ ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવ્યું નીતા ચૌધરીની જરૂરી તમામ સવલતો યુવરાજસિંહ જાડેજાના શાળા પૂરી પાડતા હતા બુટલેગર અને વિદેશી દારૂના જથ્થા સાથે નીતા ચૌધરી પકડાતા તેને રાજનીતિ અદાલતની કાર્યવાહીથી લઈને છૂપો આશરો આપવાની મદદ કરી હોવાની વાતો પણ હાલક અને બનાસકાંઠામાં થઈ રહી છે નીતાની ફરીવાર ધરપકડ બાદ તેને જેલમાં ધકેલી દેવામાં આવી
પરંતુ નેતા અને પોલીસના સંબંધોની ચર્ચા હજુ પણ જારી છે જ્યારે નીતાને પકડવામાં આવી ત્યારે તેને જે કપડાં પહેરેલા છે તે કપડાં જ ખાલી 13000 ના અને તેને જે શુઝ પહેર્યા છે તે શુઝ પણ 10000 ના હોવાનું સામે આવ્યું છે નીતા ચૌધરી કે જે મોંઘી મોંઘી ગાડીઓમાં ફરવું રીલ્સ બનાવી હેલિકોપ્ટરમાં પણ તે રીલ્સ બનાવતી નજરે પડે છે તેના તમામ કપડા અને શુઝ જે મોંઘા દાઢ છે અને તે એકદમ સેલેબ લાઈફ જીવતી હતી ત્યારે અહીંયા સવાલ એ ઉભો થાય છે કે કોન્સ્ટેબલ તરીકે તેનો પગાર 37000 જેટલો હોય છે તો આ પગારમાં આટલા મોંઘા શોખ કેવી રીતે પૂરા થાય નીતા ચૌધરીની તપાસ કરતાં તેના બીજા બુટલેગરો સાથે પણ સંપર્ક સામે આવ્યા નીતા ચૌધરીના પતિ પણ રાજકારણી છે નીતા ચૌધરીના પતિનું મૂળ વતન બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે જ્યાં સ્થાનિક રાજકારણમાં નેતાના પતિ સક્રિય છે એટલું જ નહીં ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીક ના સંબંધો હોવાની પણ ચર્ચા છે જેને લઈને ભૂતકાળમાં આ નેતાની ભલામણના કારણે જ એક હાઈ પ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરીને ફસાતી બચાવી લેવામાં આવી હતી સામાન્ય પોલીસ કર્મી કરતાં નીતા ચૌધરીની લાઈફ સ્ટાઇલ ખૂબ અલગ છે અને અસામાન્ય રહી છે તેને ઓળખતા લોકો કહે છે કે જ્યાં સુધી અમે માનીએ છીએ પોલીસની નોકરી તે પગાર માટે નહીં પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી ઇન્સ્ટાગ્રામ પર કરેલી 558 પોસ્ટ આ વાતને સાચી ઠેરવતી હોય એમ પણ લાગે છે ઇન્સ્ટાગ્રામ પર છેલ્લા અઢી વર્ષથી નીતા સક્રિય છે અને સતત રીલ્સ અપલોડ કરે છે
તેમના એક લાખ થી વધુ ફોલોવર્સ છે નીતા ચૌધરીનો રીલ્સ બનાવવાનો શોખ આજકાલનો નહીં અગાઉ તે પોલીસ યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગબાજીના વિડીયો પણ બનાવતી હતી આ વિડીયો ભૂતકાળમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો કારણ કે વર્દી પહેરીને કોઈ પોલીસ કર્મી રીલ્સ ન બનાવી શકે આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવીને ઠપકો પણ પણ આપ્યો હતો વાત સસ્પેન્શન સુધી પણ પહોંચી હતી છતાં નીતા ચૌધરીના વર્તનમાં કોઈ જ ખાસ ફરક નહોતો પડ્યો જ્યારથી નીતા ચર્ચામાં આવી છે ત્યારથી તેના ફોલોવર્સ પણ વધી ગયા છે પહેલા 46000 ફોલોવર્સ ધરાવતી નીતા આજે લાખોમાં રમે છે ત્યારે એક કહેવત યાદ આવે છે કે બદનામ હુએ તો ક્યાં હુઆ નામ તો હુઆ પોલીસ જ્યારે વોચ ગોઠવીને રસ્તા પર ઊભી હતી ત્યારે કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજા સફેદ રંગની મહેન્દ્રા થારમાં આવ્યા હતા આ થારની આગળ કેસ પાછળ નંબર પ્લેટ નથી વળી કાળા કાચ પણ ચડાવેલા છે જે નિયમો વિરુદ્ધ કહી શકાય તો નીતા ચૌધરીને આવી છૂટ કોણ આપી કચ્છના સૂત્રોએ જણાવ્યું કે ભૂતકાળમાં નીતા ચૌધરી કાર લઈને નીકળી ત્યારે તેના પર પત્રકાર લખેલું હતું
આ કારણે પણ તે વિવાદમાં સપળાઈ ત્યારબાદ જેમ જેમ કરીને મામલો થાળે પાડવામાં આવ્યો 7 જાન્યુઆરી 2022 થી નીતા ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે તે પોતાની લાઈફ સ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહેતી હતી હાલના ગુનામાં વપરાયેલી ની માલિકીનો સવાલ તો છે જ આ ઉપરાંત પણ મોંઘી કારનો નીતાને શોખ છે પોતે જ વિવિધ કાર ચલાવીને ડાયલોગબાજી કરીને ઘણી રીલ્સ બનાવે છે મોંઘી રેસ્ટોરન્ટમાં જમવું હેલિકોપ્ટર રાઈડ્સ વારંવાર વેકેશન માણવા મોંઘી ઘડિયાળ અને કપડાં પહેરવા એ તેના શોખ છે આવી ઘણી પ્રવૃત્તિના વિડીયો નીતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે ખેર એ તો એમની અંગત લાઈફ છે હજુ પણ તે મોજ શોક કરતી હોત પણ અત્યારે તો તે યુવરાજસિંહ ના ચક્કરમાં જેલ ભેગી થઈ ગઈ છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યુઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર